________________
એ
પરવાર્ય -
[ ૧૭ ]
- બઈ તે હજુ ધર્મપ્રચારના શ્રી ગણેશ કરતું હતું, ત્યારે રાજનગર
કે અમદાવાદ તે જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર બની ચૂક્યું હતું. જેનધર્મની પ્રવૃત્તિ અને પર્વોથી એ ધમધમી રહ્યું હતું, અને અમદાવાદનું આંગણું તે અનેક સમર્થ ને પ્રતિભાવંત શ્રમણ ભગવંતે એ પાવન કર્યું હતું. અનેક સંપ્રદાયના શ્રમણે ત્યાં આવતા અને જ્ઞાનધારા વહેવડાવતા. અમદાવાદના શ્રાવકોએ મુનિશ્રીની ખ્યાતિ સાંભળી. મુંબઈમાં તેમણે આણેલી ધર્મજાગૃતિની વાત સાંભળી, તેમના ત્યાંનાં કાર્યો અને તેમની ચારિત્ર્યસુવાસ જાણી. પછી અમદાવાદને સંઘ બેસી રહે તે એ અમદાવાદને સંઘ શેને ? અને એ વિચાર ઘોળાતા હતા તે પહેલાં તે ત્યાંના સંઘના અગ્રીમે સર્વશ્રી લાલભાઈ દલપતભાઈ, શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ, શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ વગેરે મુંબઈ આવી પહોંચ્યા. ' સૌએ મુનિશ્રીને વંદના કરી, અને સુખશાતા પૂછી.
સાહેબ ! આપ તે જાણે અમારા અમદાવાદને સાવ ભૂલી ગયા લાગે છે ?કે કે વાતની શરૂઆત કરી.
ના, હનુ ના. એ ધર્મનગરીને તે કેન્ટી રીતે ભૂલી જવાય ? જ્યાં કુ રંધર આચાર્ય ભગવંતે વિરાજતા હોય અને જે ધરતીએ શ્રી શાંતિદાસ, શ્રી પ્રેમાભાઈ જેવા તેજસ્વી અને અણમોલ એવા શ્રાદ્ધ શ્રાવકરને આપ્યાં હોય, એ ધરતીને ક્યો માનવી ભૂલી શકે? ખરેખર, મહાનુભાવો ! ત્યાંને ભૂતકાળ તે ખૂબ જ ગૌરવવંતે છે.”
પણ સાહેબ! એ ભૂતકાળને ઘડનાર તે વર્તમાનકાળ જ છે ને? અમદાવાદની ભાવિ આબાદી અને સમૃદ્ધિ આપ જેવા નિઃસ્પૃહી, ત્યાગી સાધુ ભગવંતે પર તે સલામત છે...” | મુનિશ્રી શ્રાવકોને ભાવ કળી ગયા. એથી તુરત જ તેમણે સીધે જ સવાલ હસતાં હસતાં કરી નાંખ્યા –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org