________________
શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી ગ્રંથ:જ, અને પ્રેમમાંથી મુલાકાતે શરૂ થઈ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ અવરનવર મુનિશ્રી પાસે આવવા લાગ્યા. તેમની સાથે જ્ઞાનચર્ચા કરવા લાગ્યા તેમની ભક્તિ અને સેવા પણ કરવા લાગ્યા, તેમજ મુનિશ્રીના અનેકવિધ કાર્યોમાં ભાગ પણ લેવા લાગ્યા.
એક સાગરગચ્છના સાધુ આમ એક અન્ય ગચ્છને સાધુના ઉપાશ્રયે અવરનવર જાય, ત્યાં કલાક સુધી બેસે, તેમના કાર્યોમાં ભાગ પણ લે, એ બધું જ બધાં કંઈ થોડું સહન કરી લે? કારણ માનવીના મન કંઈ બધાનાં સરખાં થોડાં હોય છે? સુરતમાં અમુક વર્ગ સંકુચિત માનસવાળો પણ હતું. તે વગને આ બધું ન ગમ્યું. થોડા દિવસ સુધી તે અંદરોઅંદર ચડભડ કર્યા કરી, છેવટે તેની હદ તૂટતાં તેમણે શ્રી બુદ્ધિસાગરજીને પણ વાત કરી અને તેઓ જે કરી રહ્યા છે તે ખોટું કરી રહ્યા છે, તે સમજાવ્યું.
પરંતુ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે તેમને જે પ્રેમ અને દલીલથી પિતાના કાર્યની સમજ આપી, તે સાંભળીને તે એ વર્ગ દંગ જ થઈ ગયો. તેમને પોતાની સંકુચિતતાની શરમ આવવા લાગી, તેઓ તેમને નમી પડ્યા.
એ પ્રસંગ પછી એક મહત્ત્વની ઘટના બની ગઈ, જે ઘટનાએ બંનેને સંબંધો વચ્ચે સારે એ પ્રકાશ પાડ્યો, અને ભાવિના સંબંધને તેથી મજબૂત પાયો નંખાયે.
સુરતમાં ખ્રિસ્તી મિશનરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. અને આ પ્રચાર . માટે તેઓ પત્રિકાઓ પ્રગટ કરતા હતા, અને ઠેકઠેકાણે પ્રવચન કરતા હતા. મિશનરીઓમાં
એક જયમલ પદમીંગ ખ્રિસ્તી પાદરી હતે. આ જયમલ અગાઉ જૈન હતા, જૈનકુળમાં તે જન્મ્ય હતું, જેનતના સારા સંસ્કાર પણ ધરાવતું હતું. પાછળથી તેણે દીક્ષા પણ લીધી હતી, અને આપણું ચરિત્રનાયકને તે શિષ્ય બન્યું હતું. ઘણું સમય સુધી તે મુનિશ્રી સાથે રહ્યો. એક દિવસ તે અચાનક દીક્ષા છોડી ચાલ્યા ગયે, ત્યારપછી તે ખ્રિસ્તી મિશનમાં જોડાયે અને ત્યારથી તે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા.
અહીં સુરતમાં પોતાના એક વખતના ગુરુને જોઈ તે દેશમાં આવી ગયે, અને ખ્રિસ્તીધર્મને પ્રચાર જોરશોરથી કરવા લાગ્યો. પોતાના પ્રવચનમાં એ જૈનધર્મને ઉતારી પાડવા લાગે. “ઈસુ કરતાં મહાવીરનું તત્ત્વજ્ઞાન મેળું છે” એવું પ્રતિપાદન કરવા લાગે.
બંને મુનિઓને આથી ઘણું જ દુઃખ થયું. આવી વ્યક્તિઓને તે મૂળમાંથી જ ઉખેડી નાંખવી જોઈએ, અને આ તે ધર્મ સામે પડકાર હતે. ચૂપ કેમ બેસી રહેવાય ? શ્રી બુદ્ધિસાગરજી કાગળ અને કલમ લઈ બેસી ગયા. જયમલના આક્ષેપને સચોટ જવાબ આપતું એક સળંગ પુસ્તક જોતજોતામાં લખી નાંખ્યું, પુસ્તક પૂરું થતાં જ તેથી મૂળ પ્રત તેમણે મુનિશ્રીને વંચાવી, મુનિશ્રી એ પ્રત ધ્યાનપૂર્વક વાંચી ગયા. પ્રતના એક એક શબ્દ અને દલીલ પર તે ખૂશ ખુશ થઈ ગયા. અને વ્યાખ્યાન પાટ પરથી તેમણે શ્રી બુદ્ધિસાગરજી અને તેમના એ પુસ્તકની ભારેભાર અનુમોદના કરી, અને એ પુસ્તક પ્રગટ કરવા માટે સૂચને કરી.
આ સૂચના થતાં જ જૈન ફ્રેન્ડલી સોસાયટીએ “જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org