________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી સ્મારક - ગ્રંથ : મુંબઈ અને સુરતમાં મુનિશ્રીનાં સ્મૃતિ-કાર્યો
પૂ. મુનિરાજશ્રી મોહનલાલજી મહારાજ ભારતભરમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ. પી. બિહાર વગેરે જે જે પ્રાંતમાં વિચર્યા ત્યાં તેઓ જીવનની દિવ્ય સુવાસ મૂકતા ગયા છે. અને તેમાં પણ મુંબઈ અને સુરતની પ્રજા પરના તેમના ઉપકારની સ્મૃતિઓ ઈતિહાસના પાને ચિર-અંક્તિ બની રહેશે.
આજથી અરધા સૈકા પહેલાને ભૂતકાળ એ બતાવે છે કે સં. ૧૯૫૭ થી ૧૯૬૩ સુધીને સમય મુંબઈ અને સુરતના જૈન સંઘ માટે ખરેખર સુવર્ણયુગ હતો. ૧૬ વર્ષના એ સમયમાં ધાર્મિક ક્ષેત્રે ઘણી કાંતિ આવી, અનેક યાદગાર સર્જન થયાં. આ યાસ્વી પરિવર્તનમાં જે કોઈને મુખ્ય હિસ્સો ગણીએ તો તે આપણા ચારિત્રનાયકનો હતો. સં. ૧૯૪૭માં શ્રીમદ્ મેહનલાલજી મહારાજ સૌ પ્રથમ મુંબઇમાં સંવેગી સાધુ તરીકે પધાર્યા, ત્યારથી ૧૪ થી ૧૬ વર્ષ પર્યત મુંબઈ અને સુરતના સંઘને તેમની ધર્મપ્રભાવનાને નિયમિત લાભ મળતો રહ્યો, જેના પરિણામે અનેક નૂતન જિનમંદિરો, જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ, ઉપધાને, દીક્ષાઓ અને તે ઉપરાંત જ્ઞાનભંડાર, પાઠશાળા, હાઈસ્કૂલ, હેટેલ, કન્યાશાળા, ધર્મશાળા, ભેજનશાળા, ડિસ્પેન્સરી, ચેરિટી ફંડ વગેરે અનેક ભગીરથ કાર્યોના બીજ રોપાયાં અને તેમાંથી આજે ઘણીખરી સંસ્થાઓ વિકસિત બની સમાજ અને ધર્મના ક્ષેત્રમાં યશવી કાર્ય કરી રહી છે. આમ આ બધાનું શ્રેય મુખ્યત્વે આપણા ચરિત્રનાયકને ફાળે જાય છે.
સુરત, મુંબઈ પાલીતાણું તથા આસિયા વગેરે અનેક સ્થળે એ મારકે આજે પણ એમની કીર્તિગાથા ગાતાં ઊભા છે. સ્મૃતિગ્રંથની એક આછી રૂપરેખા
પ્રસ્તુત ગ્રંથની સામગ્રી નીચે મુજબ પાંચ વિભાગમાં વિભકત છે – કાવ્ય વિભાગ. ૨ ચરિત્રનાયકની સળંગ જીવન-કથા અને પરિશિષ્ટો. ૩ ચરિત્રનાયકના જીવનને સ્પર્શતા લેખો. ૪ અન્યવિષયક લેખો. ૫ ફેટોગ્રાફ, પ્લેઈટ.
(૧) આ વિભાગમાં સંસ્કૃત, ગુજરાતી તથા હિન્દી ભાષાના કાવ્યોનો સમાવેશ થાય છે.
(૨) વિભાગ બીજામાં પૂ. શ્રી મોહનલાલજી મહારાજની સંપૂર્ણ, સળંગ અને ક્રમબદ્ધ જીવન-કથા વણી લેવામાં આવી છે. મહાન-પુરુષની જીવન-સમીક્ષાનું કામ સરળ તો નથી જ, તેમ છતાં તેમના તરફની ભકિત અને ભાવના એ માટે પ્રેરતી હોય છે.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org