________________
ગિરિ તળેટી ને મુનિ મેાહન
૫
ન કરી શકી. તેા બેટા ! મારી એ ભાવનાને તુ' પૂરી કરજે. ત્યાં એક ભવ્ય જિનાલય બંધાવી ધામધૂમથી તેને શ્રી આદીશ્વર ભગવાનને અર્પણ કરી દેજે....”
મા તેા ગઈ, પણ ભાવના મૂકી ગઇ!!
અને એટાએ માનું વચન પાળ્યું પણ ખરું. તીરાજની તળેટી પર જગા લઈ સ ૧૯૪૫ માં દેરાસરનું ખાત-મૂહૂર્ત કર્યું. અને ચાર વર્ષના ટૂંકા ગાળામાં દેરાસર તૈયાર થઇ ગયુ. આજે એની પ્રતિષ્ઠા હતી.
ત્યાંના સ્થિરવાસમાં શ્રીમતી મેનાકુમારીને એક શુભ સ્વપ્ન આવ્યું. સ્વમમાં તેમને એવે આદેશ સંભળાયા કે તમે જે ખાભુનું દેરાસર બંધાવ્યું છે તેની પ્રતિષ્ઠા મુનિશ્રી મેહનલાલજીના હાથે કરાવે. આ આદેશ સાથે એક જ્યેાત પણ ઝગમગતી હતી. ત્યાં જ્યાત બુઝાઈ ગઇ. આ જ્યાત બુઝાતાં જ મેનાકુમારીની આંખ ઉઘડી ગઈ.
સવારે શ્રી ધનપતિસિંહજીને આ સ્વમની વાત કરી. અને એ સાંભળીને તુરતજ તેમણે પેાતાના સુપુત્ર શ્રી નરપતસિંહને તે માટે મુનિશ્રી પાસે મેકલ્યા. મુનિશ્રી તે વખતે પાલીતાણાથી થાડે દૂર એવા કાઇક ગામમાં બિરાજતા હતા. નરપતસિંહજી મુનિશ્રીને મળ્યા. વંદના કરી અને આવવાના હેતુ કહ્યો. સ્વપના :આદેશની વાત કરી. અને મુનિશ્રી પુનઃ પાલીતાણા પધાર્યા. ત્યાં તેમણે 'સ. ૧૯૫૦ ના મહા સુદ દસમના રાજ તળેટી પરની ધનવસહિ ટૂંકના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના બિંબની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા ઘણી જ ધામધુમથી કરાવી.
આ ઉપરાંત એક બીજો પણ મહત્ત્વના પ્રસંગ આ વખતે ખની ગયા. રામકુમાર તી યાત્રા કરતા કરતા પાલીતાણા આવ્યા હતા. તેઓ યતિ હતા. આપણા ચિરત્રનાયક જેમ પૂર્વાવસ્થામાં બેચેન હતા અને મંથન અનુભવી રહ્યા હતા તેમ આ યતિશ્રી રામકુમાર પણ હૃદયમથન અનુભવી રહ્યા હતા. તેમને યતિજીવન કંટાળે આપતું હતું. તે મેહમાયા છેાડી સવૅગી બનવા માંગતા હતા. ભૌતિક સમૃદ્ધિની બધી સાંકળે તેડીને નિગ્રંથ થવા ઈચ્છતા હતા. શ્રીપૂજ્યેાના એ ગાદીવારસ હતા, પરંતુ એ ગાદી હવે તેમને બરબાદી લાગતી હતી. આથી એ ગુરુ તેમજ પેાતાના વડીલ બંધુઓને છેડી તીર્થયાત્રાએ નીકળી પડ્યા હતા.
તેઓ જ્યારે પાલીતાણા આવ્યા ત્યારે આપણા ચરિત્રનાયક તેમજ યતિશ્રી હેમચંદ્રજી પણ અહીં જ હતા. પહેલાં એ યતિશ્રીનેા પરિચય કરે છે. પરંતુ તેમને જપ નથી, તે ફેરફાર માંગે છે. જીવનનું પરિવર્તન કરવા એ હવે બેચેન છે. યતિશ્રીને છેડી એ મુનિશ્રીનેા સપર્ક સાધે છે, અને તેમનું સાન્નિધ્ય સેવે છે. અહીં તેમના સતપ્ત હૈયાને શાતા મળે છે.
૧. બાજુના દેરાસરની પ્રતિષ્ઠાની આમંત્ર-પત્રિકા છપાયેલી છે, તેમાં સં. ૧૯૪૯ ની સાલ છપાયેલી છે. જ્યારે છપાયેલ જીવનચરિત્રામાં સં. ૧૯૫૦ ની સાલમાં પ્રતિષ્ઠા કર્યોના છપાયેલ જીમનચરિત્રાના આધારે ૧૯૫૦ ની સાલ લખી છે. વિશેષ તે તે સમયના
ઉલ્લેખ છે. અહિં અનુભવીએ કહે તે
પ્રમાણભૂત ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org