________________
૫૬
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ મુનિશ્રીના ઉદાત્ત વિચારો જાણી તે તેમના પર વારી જાય છે, અને રામકુમાર મુનિશ્રીને પિતે દીક્ષા લેવા માંગે છે એની જાણ કરે છે.
મુનિશ્રી પણ આ મુમુક્ષુની તીવ્ર ઝંખના જોઈ ખૂશ થાય છે. રામકુમારનું જીવન અને ધ્યાન જાણી મુનિશ્રીને પિતાને ભૂતકાળ યાદ આવે છે. આથી પિતાને આ એક સમહૃદયી શિષ્ય મળ્યાથી તે આનંદ અનુભવે છે, અને તેને દીક્ષા આપી પિતાને “ગઠદ્ધિમુનિ બનાવે છે.
કહેવાય છે કે માનવી મરે છે, પણ એનાં કાર્ય તે સદાય જીવે છે. અને ક્યારેક માનવી એવાં કાર્ય કરી જાય છે કે એ કાર્ય યાદ કરતાં જ એ માનવીનું નામ પણ સાંભરી આવે છે. મુનિશ્રી આજ તે આપણું વચ્ચે નથી, પરંતુ જ્યારે જ્યારે એ ધનવસહિ–જયતળેટીની ટૂંક જોઈએ છીએ ત્યારે ત્યારે એ પુણ્યાત્મા પુણ્યશ્લોકી સંતની યાદ આવી જાય છે. ત્યારે સહેજે કહેવાઈ જાય છે –
અહીં એક એવા પાવન પગલાં થયાં છે કે જેની રજની સુવાસ હજુ પણ હેક્યા કરે છે....”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org