________________
શ્રી મેહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : અને સગવડભરી હતી કે યાત્રાળુઓ ઘણા જ ઉમંગ અને ઉત્સાહથી ભાવનાભર્યા હૈયે આગળ વધ્યે જતા હતા. માર્ગમાં દેવાણને આરે આવ્યો અને તેને પેલે પાર પહોંચતા સંઘ કટીમાં મુકાઈ ગયે પણ મુનિશ્રીના પુણ્યપ્રતાપે અને શ્રી આદીશ્વરદાદાના સતત સંસમરણે સંઘ હેમખેમ પાર ઉતરી ગયે. જો કે સંઘને ડું ઘણું નુકશાન તે થયું જ, પણ ધરમચંદભાઈ ફરજ ચૂકે તેમ ન હતા. તેમણે જાહેર કર્યું કે યાત્રાળુઓએ પિતાના નુકશાનની જરાય ચિંતા ન કરવી. જેનું જેટલું નુકશાન થયું હોય તેઓએ તે આવીને મારી પાસેથી લઈ જવું. પણ....કોઈ જ તે માટે આવ્યું નહિ ! ! ઉદારતા આગળ ભીખ હારી ગઈ !!!
બરાબર સવાહિને સંઘ પાલીતાણા હેમખેમ આવી પહોંચ્યા. પાલીતાણાના ઠાકરસાહેબ સંઘનું સામૈયું કરવા સામે આવ્યા. શ્રી આણંદજી કલ્યાણજી પેઢી તથા સ્થાનિક જૈન સંઘ વગેરે પણ તેઓનું બહુમાન કરવા દેડી આવ્યા. સંઘભક્તિ ખૂબજ કરવામાં આવી, અને બધા યાત્રાળુઓએ દાદાની યાત્રા પણ ઘણું જ ભાવથી કરી. આ નિમિત્તે તીર્થમાળ, શાંતિસ્નાત્ર આદિ પુણ્યકાર્યો પણ ઘણીજ ધામધુમથી ઉજવવામાં આવ્યાં.
મંઝિલ પૂરી થઈ હતી. સંઘના માણસો હવે વિદાય લઈ રહ્યા હતા. મુનિશ્રી પણ કરે બગિરિ, તળાજા, ઘોઘા વગેરેની યાત્રા માટે પાલીતાણાથી વિહાર કરી ગયા.
મુનિશ્રી વિહાર તે કરી ગયા પણ ત્યારે એમને શી ખબર કે ફરી પાછા એ જ પાલીતાણામાં પાછા ફરવું પડશે? ખરેખર ભાવિના ભીતરને કઈ નથી જાણી શકતું.
જ્યારે મુનિશ્રી સંઘ સાથે પાલીતાણા પધારેલા, ત્યારે તે જ અરસામાં સંઘથી અલગ શ્રી રાવબહાદૂર ધનપતસિહજી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી મેનાકુમારી પણ પિતાના રસાલા સાથે યાત્રાએ અહીં પાલીતાણા આવ્યા હતા.
આ ધનપતસિંહજી બંગાળના પ્રસિદ્ધ ધર્મવીર અને દાનવીર રાવબહાદુર પ્રતાપસિંહજીના પુત્ર થાય. તેમની માતાનું નામ શ્રીમતી મહેતાબકુંવરી હતું. તેઓ ખૂબ જ ધર્મિષ્ઠ હતા. તેમણે નવપદ તથા વીશસ્થાનક તપ વિધિપૂર્વક પૂર્ણ કર્યો હતો. અને કહેવાય છે કે તેમણે જ્યારે માસક્ષમણનું પારણું કર્યું ત્યારે શ્રી સીમંધરદેવની શાસનદેવી પંચાંગુલીએ હાજરાહજૂર થઈ તેમની શાતા પૂછી હતી.
આ માતાની એક અદમ્ય ઝંખના હતી કે પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર એક ભવ્ય જિનાલય બંધાવવું. પણ ઘણા લાંબા સમય સુધી એ ઝંખને કંઈ પૂર્ણ ન થઈ શકી. પરંતુ જીવતાં ભલે પિતાના હાથે ન બન્યું તે મર્યા પછી બીજાના હાથે પણ થવું જોઈએ એ ભાવના તે કાયમ રહી. આથી જ્યારે એમણે જોયું કે હવે તે ઝાઝા દિવસ કાઢી શકે તેમ નથી, તેથી તેમણે પિતાના દીકરા ધનપતિને બેલાવ્યો અને કહ્યું – “બેટા! તારા પિતાજીએ એક નાજૂક દહેરાસર શ્રી સિદ્ધાચળ તીર્થે ખરતરવસહિમાં બંધાવ્યું છે, મને ઘણી ઈચ્છા હતી કે હું પણ એક ભવ્ય દેરાસર ત્યાં બંધાવું, પણ મારા જીવતાં તે હું એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org