________________
૫૩
ગિરિ તળેટી ને મુનિ મેહન
ધરમચંદભાઈ ! તમારી ભાવના ખૂબજ અનુમોદનીય છે, પણ અત્યારે તે વધુ શું કહી શકું? વર્તમાન ગજેવી ક્ષેત્રસ્પર્શના...”
ના ગુરુદેવ! ના, એમ કહે નહિ ચાલે. આપને અનુમતિ આપવી જ પડશે. સુરતને સંઘ પણ આપના દર્શન માટે આતુર છે અને ગુરુદેવ ! સાથે સાથે બીજી પણ એક વાત કહું ? જ્યાં સુધી હું આ ભાવના પૂરી ન કરી શકું ત્યાં સુધી ગળપણ માત્ર ખાવાને મેં
ત્યાગ કર્યો છે...” | મુનિશ્રી તે આ ભાવુક આત્માને જોઈ અને સાંભળીને વિચારમાં પડી ગયા. “હાં તે ધરમચંદભાઈ ! તમે એક કામ કરશે ?”
ગુરુદેવ! શું કહે છે? તમે કહે અને હું કામ ન કરું? ફરમાવે, આપની આજ્ઞા માટે આ સેવક તૈયાર છે.”
ધરમચંદભાઈ ! અમારે સાધુઓને ખાસ બીજાં તે શું કામ હેય? પણ તમે મુંબઈના સંઘને મનાવો.”
અને ધરમચંદભાઈએ એ કામ માથે લીધું.
લેકકલ્યાણ કાજે સમપી દીધેલું જીવન સુદ્ર સ્વાર્થમાં રાચી શકે ખરું ? મહારાજશ્રી તે વિશ્વકલ્યાણના ચાહક હતા. વળી તેમને કઈ પ્રતિબંધ ન હતું. કેઈ અંગત સ્વાર્થ પણ ન હતે. સંઘનું ભલું અને કલ્યાણ થાય, તેમાં જ તેઓ રાજી હતા અને પ્રવૃત્ત પણ | મુંબઈના સંઘની પ્રબળ ભાવના હતી અને તેમણે વિનંતિ પણ કરી હતી કે બીજું ચાતુર્માસ પણ મુનિશ્રી મુંબઈમાં જ કરે. આમ જે મુનિશ્રી વિહાર કરે તે મુંબઈના સંઘની લાગણી દુભાતી હતી. પરંતુ સંઘ આખર સંઘ છે. એકબીજાના શુભકાર્ય માટે એ હંમેશા તયાર હોય છે, અને તેમાં રહેવું જ જોઈએ. તે જ શાસનપ્રભાવના સારી રીતે થઈ શકે, વળી સંઘ અને શાસન કંઈ જુદા નથી, એકનું અસ્તિત્વ બીજા પર નિર્ભર છે. તીર્થયાત્રા પણ એ શાસનનું જ કામ છે, તે પછી મુંબઈને સંઘ ધરમચંદભાઈની માંગણીને કેવી રીતે નકારી કાઢી શકે? અને રડતા હૈયે તેમણે પિતાને આગ્રહ ઢીલે કર્યો અને આંસુભીની આંખે મુંબઈના સંઘે મુનિશ્રીને ભાવભીની વિદાય આપી !!...
સંવત ૧૯૪૮ માં મુનિશ્રી સુરત પધાર્યા. ત્યાં આવી વડાચૌટાના શ્રી સીમંધરસ્વામિના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. વિશાખ સુદ દશમના જ વરદ હસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો એ સાથે સાથે કતારગામના દેરાસરના જીર્ણોદ્ધારની વાતો પણ થઇ, અને સં. ૧૯૫૫માં એ કાર્ય પણ થયું. | મુનિશ્રી ખાસ તે આ વખતે પાલીતાણુના સંઘ માટે જ આવ્યા હતા. આથી સં. ૧૯૪૯ ના પિષ વદ પાંચમના મંગળ મુહૂર્તે સુરતથી પ્રસ્થાન શરૂ કર્યું. આ સંઘમાં ચૌદસે યાત્રાળુઓ જોડાયા હતા. સંઘ ખંભાત અને વલ્લભીપુરના રસ્તે દિનપ્રતિદિન આગળ વધતું ગયે. પ્રવાસ પગપાળા હતા અને લાંબા પણ હતે. છતાંય સંઘની વ્યવસ્થા એવી સુંદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org