________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ પ્રસંગ આ હતે. આજે તે એ નામને ઘણું યાદ કરે છે. તેના નામ સાથે જોડાયેલી મોટી મોટી મહેલાતે જુએ છે. તેના ધીકતા ધંધાની જાહેરજલાલી સાંભળે છે, તે ત્યારે તે એક સામાન્ય માનવી હતા. રસ્તા પર એ ટેપીની ફેરી કરતે હતે.
એક દિવસ બસ, દેવકરણે મુનિશ્રીનાં દર્શન કર્યા. હાથ જોડી તેણે પ્રણામ કર્યા. મુનિશ્રીએ “ધર્મલાભના આશિષ દીધા. એ આશિષમાં એણે એ રણકાર સાંભળે કે તેને ફરી ફરી સાંભળવાનું દિલ થઈ આવ્યું. આ માટે તે રેજ ઉપાશ્રયે જવા લાગ્યા, તેમની ભક્તિ કરવા લાગ્યું, અને રેજ પેલે “ધર્મલાભને રણકાર સાંભળી ખૂશ રહેવા લાગ્યા.
મુનિશ્રીએ તેની વીતકકથા સાંભળી લીધી. જો કે તે સાંભળતાં અગાઉ જ તેમને તેમાં ભાવિના દાનેશ્વરી દેવકરણના દર્શન થતા હતા. ત્યારે તો એ દેવકરણ રેજ કમાઈ રેજ ખાનારે હતું. પણ એ તે પારસમણિને સ્પર્શ નહોતે થય ને?
અને એક દિવસે એ પણ સ્પર્શ થઈ ગયે. મુનિશ્રીએ દેવકરણને અમુક શુભ ઘડીએ બોલાવ્યો અને કહ્યું –“દેવકરણ! તારું કલ્યાણ થઈ જશે.”
અને એ શબ્દો ખરેખર સાકાર બની ગયા. દેવકરણનું સાચે જ કલ્યાણ થઈ ગયું ! એની ગરીબાઈ દૂર ભાગી ગઈ. અમીરી હવે બારણું ખટખટાવા લાગી. અને એક દિવસ જે બાદશાહી માત્ર કલ્પના હતી, વિચારતરંગ હતી, તે કદમ ચૂમતી આવીને બેઠી. વાઘા ને સાધન બદલાયાં, પણ દેવકરણ તે દેવકરણ જ રહ્યો. એનામાં જરાયે શ્રીમંતાઈનું પરિવર્તન ન આવ્યું. એ તે ઉલ્ટ ઉદાર બન્યા. અને તેની ઉદારતાએ એવી સુગંધ પાથરી કે કે લોકો તેને તે યુગને કણ માનવા લાગ્યા.
મુંબઈએ આ ચમત્કાર સાંભળે, નજરે જોયે. પછી પૂછવાનું શું રહે? મુંબઈ એથી તે વધુ ને વધુ મહનઘેલું બનતું ગયું. પણ મુનિશ્રીએ માત્ર એક જ જીવનઉદ્ધાર ન કર્યો, અનેકના જીવનને તેમણે બેઠાં કર્યા.
આ ચાતુર્માસ દરમિયાન સિદ્ધિતપ, અષ્ટમહાસિદ્ધિ, કમસૂદન જેવાં વિવિધ તપ થયાં. અને આ તપ નિમિત્તે નંદીશ્વરદ્વીપ, પાવાપુરી જલમંદિર વગેરે અનેક આકર્ષક એવી રચનાઓ પણ કરવામાં આવી. ધર્મકાર્યોની એવી તે ભરતી આવી હતી કે જાણે ધર્મનું એક મહાપર્વ ચાલતું હોય એમ લાગતું હતું.
જેમ મુંબઈમાં એક સંવેગી સાધુનું ચાતુર્માસ પ્રથમ હતું તેમજ મુંબઈના આંગણે કે જૈન દીક્ષા લે એ પણ પ્રથમ જ અવસર હતું. મુંબઈમાં ત્યારે જાણે જૈન શ્રમણ સંસ્કૃતિને અરુણોદય થઈ રહ્યો હતે.
મુનિશ્રીના વરદહસ્તે એક નહિ બબ્બે દીક્ષા થઈ, અને તે પણ બંને પુરુષદીક્ષા! મુંબઈને સંઘ તે મુનિશ્રીની આવી અજોડ પ્રતિમા જોઈ ગાંડોતૂર બની ગયો. દરેકનાં હવે મેહન–મેહનને જાપ શરૂ થઈ ગયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org