________________
માહનધેલી મુબઈ
૪૯
મુંબઇના આંગણે એ પહેલી જ સાધુપ્રતિમા હતી. મુંબઇ જૈનશ્રમણના દન સૌ પ્રથમ જ કરતું હતું. ત્યાંને સંઘ તે તેમનું આ ભવ્ય મુખારવિંદ જોઇ ખુશખુશાલ થઇ ગયા. બ્રહ્મતેજના ચમકારા મારતું એ સૌમ્ય વદન જોઇ સંઘના હૈયાં કે' અદમ્ય ભાવનાથી નાચી ઉઠ્યાં. મુનિશ્રીની એ પહેલી કરુણા અને પ્રેમભીની નજર મળતાં જ સૌને લાગવા માંડયુ કે હૈયાના સંતાપ કંઇક શમતા જાય છે. મનની ગડમથલા ધીમે ધીમે શાંત પડતી જાય છે. હજી તેા મુનિશ્રીની માત્ર નજર જ જોઇ છે, આંખાનું જ મિલન થયું છે; સાંભળવાના તે હજી માકી છે, ત્યાં તે મુંખ મેાહનધેલું બની ગયું ! !....
ચૈત્ર સુદ છઠ્ઠના રોજ મુંબઇના સંઘે તેમનું ભવ્ય ને બાદશાહી સ્વાગત કર્યું". મુંબઇના આંગણે તે એ પહેલા જ અવસર હતા. સંઘે હૈયું ઠાલવીને તેમનું સામૈયું કર્યું. એ એક એવું શાનદાર સ્વાગત હતું કે જે ત્યારના મુંબઇના દૈનિક પત્રાએ પણ તેની નોંધ લીધી અને તેમના આગમનને વધાવી લીધું. પત્રાની નોંધ અતાવે છે કે—ભારતના વાઇસરોય લાડ રીપનના પ્રવેશ સ્વાગત કરતાં પણ ઘણું જ ભ, ઘણું જ દમામદાર ને શાનદાર એ સ્વાગત હતું. મુંબઈગરાઓએ જે માન-મરતા રિપનને નહાતા આપ્યા તે માન-મરતબે આપણા ચરિત્રનાયકને મળ્યા હતા. અને આ સ્વાગતમાં માત્ર જૈનો જ ન હતા. અંગ્રેજ અમલદારો, કોર્ટના વકીલેા, ન્યાયાધીશે, પારસી સદ્ગુહસ્થા, મુસ્લીમ બિરાદરા, પ્રતિષ્ઠિત ને આગેવાન હિંદુ કાર્યકર ભાઇ-બહેને પણ મુનિશ્રીના સ્વાગતમાં જોડાયા હતા.
આ માન ને સન્માન જે મળતા હતા તે કઇ મુનિશ્રી પાસે સત્તા હતી એટલે નહાતા મળતા. પરંતુ તે નિઃસ્પૃહી, ત્યાગી અને સિદ્ધપુરુષ હતા એટલે તેમનું બાદશાહી સ્વાગત થયું હતું. એ પ્રસંગ યાદ આવે છે ત્યારે સહેજે કહેવાઇ જાય છે કે—એક સત્તાધીશ કરતાં એક સંતનું સામ્રાજ્ય વધારે વિશાળ છે. જગત સત્તાને માથુ' તે નમાવે છે, પણ હૈયું તે એ સંતને જ નમાવે છે.
એ સામયું મુંબઈના અનેક મુખ્ય લત્તાઓમાં યુ, અને અંતે મુંબઇના હાલના લાલબાગમાં આવીને થંભી ગયું. મહારાજશ્રીએ અહીંના ઉપાશ્રયમાં પહેલવહેલું વ્યાખ્યાન આપ્યું. અને ત્યાં જ તેમણે ચાતુર્માસ કર્યું..
પછી તેા મહારાજશ્રીએ વાણીના એવા સ્રોત વહાવ્યેા કે સાંભળનારને લાગતું કે અહીં કાઈ જીવતું મંજીલ ઝરણું કલકલ સંગીત ગાતું વહી રહ્યું છે. વર્ષોની મધુર ને શીતળ રીમઝીમ જેમ તેમણે રાજ ઉપદેશધારા વહાવે જ રાખી, વહાવે જ રાખી. આ રીમઝીમને લાભ લેવા જૈનો તેમજ જૈનેતર ભાઇ-બહેને પણ આવતા હતા. નિયમિત, એક દિવસ પાડ્યા વિના હાજરી આપતા હતા. રાતના પણ ઘણા જિજ્ઞાસુએ આવતા. માધવભાગના મહેતા તા તેમની સાથે કલાકે સુધી જ્ઞાનવાર્તા કરતા બેસતા હતા, અને પેાતાના જીવનને
ધન્ય અનાવતા હતા.
એ ચાતુર્માસમાં મુનિશ્રીના હાથે એક એવા પ્રસંગ બની ગયા કે તે પ્રસ`ગથી તા મુંબઈ ખરેખર મેાહનધેલું બની ગયું.
७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org