________________
૪૭
મેહનધેલી મુંબઈ ભવ્ય એવાં જિનાલયો પણ ઊભાં કર્યાં હતાં, ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા. પરંતુ એ ઉપાશ્રયમાં પ્રાણ ન હતા. ઉપાશ્રયેના દે ત્યાં ન હતા. ઉપાશ્રય હતા, જિનાલય હતા, પણ તેને પવિત્ર કરે એવા શ્રમણો ન હતા.
અને શ્રમણે આવે પણ કેવી રીતે? એક તે મોટું સાધુતાના પતનનું જ મહાસંકટ હતું. એ સાથે વિહારની પણ મોટી તકલીફ. વળી અત્યાર સુધીમાં મુંબઈમાં કઈ શ્રમણ ગયા ન હતા. આથી એવી પહેલ કેણ કરે?
મુંબઈના શ્રાવકે તે આતુર હતા કે જે કઈ એવું સાહસ કરે તે તેમને બધી જ સગવડ કરી આપવી અને તેઓએ પ્રથમ પૂ. શ્રી આત્મારામજી મહારાજને મુંબઈ આવવા વિજ્ઞપ્તિ કરી. પણ તેઓ દૂર દૂર પંજાબમાં હતા અને તેમની હાજરી ત્યાં અત્યાવશ્યક હતી. મુંબઈના સંઘ આથી વિચારમાં પડી ગયો. તો હવે તેને વિનંતિ કરવી ?
અનેક પૂ. આચાર્ય ભગવંતે ને મુનિરાજોનાં નામ યાદ કરી જોયાં. આપણું ચરિત્રનાયકને પણ તેઓએ સંભાર્યા. અને એમની યાદ આવતા જ મુંબઈના શ્રાવકે એ નક્કી કરી લીધું, બસ, એ વચનસિદ્ધ મહાત્માને જ મુંબઈ લઈ આવવા.
ત્યારે સંવત ૧૯૪૬ ની સાલ હતી. મુનિશ્રી સુરતમાં હતા. પાટણવાળા બાબુશ્રી પન્નાલાલ પૂણચંદ વડા ચૌટાના ઉપાશ્રયે વંદનાથે આવ્યા. અને મુંબઈ પધારવા વિનંતિ કરી. ત્યારે તે મુનિશ્રીએ “વર્તમાનગ” કહી વાત કાઢી નાંખી. ત્યારપછી મુનિશ્રી તેમના શિષ્યપરિવાર સાથે દમણ આવ્યા. ત્યારે મુંબઈથી સર્વશ્રી નવલચંદ ઉદેચંદ, શ્રી નગીનદાસ કપૂરચંદ અને શ્રી પાનાચંદ તારાચંદ તેમજ બીજા પણ શ્રાવકો મુંબઈ ચાતુર્માસ માટે વિનતિ લઈને આવ્યા. તેઓ સૌએ ખૂબ જ આગ્રહ રાખે અને ગળગળા અવાજે સૌએ મુંબઈ પધારવાની વિનવણી કરી. મુનિશ્રી હવે ના ન પાડી શકયા. તેમણે મુંબઈ ચાતુર્માસ માટે હા પાડી. મુંબઈથી આવેલા શ્રાવકોએ તે તેમની ભાવના સાકાર બની સાંભળી ઘણું જ જયનાદથી મુનિશ્રીને વધાવી લીધા.
ખૂશી સમાચાર લઈ શ્રાવકે મુંબઈ પાછા ફર્યા. અને પાયધુની, શાંતિનાથના ઉપાશ્રયમાં શેઠશ્રી બાબુ પન્નાલાલ પૂર્ણચંદની અધ્યક્ષતામાં સંઘ ભેગો થયે. “મુનિશ્રી મેહનલાલજી મહારાજ મુંબઈ પધારે છે” એવી વધામણી આપી. સંઘે તેને સહર્ષ વધાવી લીધી અને મુનિશ્રીના જયનાદ કર્યા. સંઘે આ માટે વિહારની સગવડોની તૈયારી કરી. રેલ્વે કંપનીની રજા મેળવી આ માટે તેમણે ઘણો જ લાંબો પત્રવ્યવહાર કર્યો.'
૧. મુંબઈ તરફના વિહારમાં રેલવે પુલ પરથી પસાર થવા માટે રેલવે કંપનીની મંજુરી લેવી પડતી હતી. આ અંગે શ્રી નરેમદાસ ભવાનદાસે બી. બી. સી. આઈ. રેલ્વે સાથે પત્રવ્યવહાર કર્યો હતું તે - -
“Correspondance re: permission for issuing permits to Jain priests for crossing Railway Iron Bridges on Bombay Baroda and Central India Railway.” ના નામથી પુસ્તિકારૂપે પ્રસિદ્ધ થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org