SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ એક બાજુ જ્યારે મુનિશ્રી મુંબઈની વિનંતિને માન્ય રાખી ત્યારે બીજી બાજુ વિરોધ જાગી ઉઠ્યો. રૂઢિચુસ્ત સમાજ મુનિશ્રીના આ પગલાથી ખળભળી ઉઠ્યો. જમાનાને નહિ જાણનાર, યુગના એંધાણને નહિ ઓળખનાર બધા મુનિશ્રીના આ કાર્યથી ઉકળી ઉડ્યા અને ત્યારે એક એવી કલુષિત હવા ફેલાઈ ગઈ કે કાચ પિ માનવી તે લીધેલ નિર્ણય જ છેડી દે! અરે ! મંઝિલ ભણી અર્થે ચાલી નાખ્યું હોય તે પણ ત્યાંથી પાછે ફરી જાય !!!... લોક બેલવા લાગ્યા –“જૈન સાધુ અને મુંબઈ તરફ વિહાર કરે છે? ત્યાં જઈ એ ચાતુર્માસ કરવાના છે? અરે! એ જશે તે તેમની સાધુતા નષ્ટભ્રષ્ટ થઈ જશે !..” “મુંબઈ તે સ્વેચ્છની ભૂમિ છે, મ્લેચ્છોની!! સાધુથી તે ત્યાં કદી ન જવાય...” એ ત્યાં જશે તે ધર્મ રસાતળ જશે....” “કલિયુગ છે ભાઈ ! કલિયુગ ! આ યુગમાં જેટલું ન થાય તેટલું ઓછું છે....” આમ દરેક જણ પિતપોતાનાં મંતવ્ય રજુ કરતાં હતાં અને પિતાની હૈયાવરાળ બહાર કાઢતા હતા. પણ સમગ્ર જૈનસમાજ ને શ્રમણસંઘ બધા જ કંઈ મુનિશ્રીના વિરોધમાં ન હતો. તેમાં કેટલાક એવા પણ હતા કે જે મુનિશ્રીના આ કાર્યને ચગ્ય પણ સમજતા હતા. તેમના આ પગલાંની પ્રશંસા પણ કરતા હતા. આમ મુનિશ્રીની સામે વિરોધ અને વધામણાં બંને હતાં. આ પણ મુનિશ્રી તે સમભાવી હતા. તેમને ન તે વિરોધ અકળાવતું હતું કે ન તે વધામણાં તેમને પાને ચડાવતાં હતાં. તે તે સમયજ્ઞ આંખે બધું જોતા હતા. કારણ તેમણે ઝેર ને અમૃત બંને પચાવી જાણ્યાં હતાં. આથી જ તે તેઓ પિતાના નિર્ધારિત ધ્યેયમાંથી જરા પણ ડગ્યા નહિ, અને મક્કમ બની “સવિ જીવ કરું શાસનરસી”ને આદશમંત્ર ઘૂંટતા ઘૂંટતા એમણે વિ. સં. ૧૯૪૭ માં મુંબઈ તરફ દડમજલ શરૂ કરી. મુંબઈ તરફના વિહારમાં નવસારીના સંઘને સ્થાનિક જીર્ણ દેરાસરના ઉદ્ધાર માટે પ્રેરણા કરી અને કહ્યું –“મૂળનાયકને ગાદી પરથી ઉસ્થાપશે નહિ...” રસ્તામાં જ્યાં જ્યાં નાનું-મોટું રોકાણ થયું ત્યાં ત્યાં જ્ઞાનસુધા વરસાવી. બગવાડા અને દહેણુ વગેરેમાં તે તેમના આગમનથી નવજાગૃતિ આવી. અનેકના જીવનનું પુનરુત્થાન થયું. જેનો જૈનધર્મમાં વધુ દઢ બન્યા. જૈનેતર કુટુંબે પણ જૈનધર્મી બન્યા. આમ વિહાર કરતા કરતા એક દિવસ તે એ મુંબઈના પ્રાંગણમાં આવીને ઊભા રહી ગયા !!.. (૧) આપણું ચરિત્રનાયકના મુંબઈ તરફના વિહારથી જૈન-જૈનેતર કુટુંબમાં કેવા ધર્મસંસ્કાર રોપાયા હતા તેનો અનુભવ અમને સં. ૨૦૧૭ માં સુરતથી મુંબઈના વિહાર-દરમ્યાન થયો. વાણગામમાં શ્રી લાલદાસ શ્રોફની વાડીમાં અમે ઉતર્યા હતા. ત્યાં ઘરના એક ભાઈને પરિચય થયો. એ ભાઈનું નામ પરસોત્તમદાસ છે. જાતે વૈષ્ણવ છે, ને ચીંચણના એ વતની છે. તેમણે જણાવ્યું કે–સં. ૧૯૪૭ માં જ્યારે મુનિશ્રી, મુંબઈ તરફના વિહારમાં અત્રે પધારેલા ત્યારે તેમના પરિચયમાં આવતા પિતે જૈનધર્મ પાળે છે અને આજે પણ તેમનું કુટુંબ જૈન મુનિઓ માટે શ્રદ્ધા-ભક્તિ ધરાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy