________________
મોmઘવી મુંબઈ
'T
*
[ ૧૩]
- બઈ ત્યારે વિકાસની પા પા પગલી ભરતું હતું, ત્યારે તે મુંબઈ
છે શૈશવ અવસ્થામાં હતું. ત્યાં અનેક નાનાં શહેરે ને ગામડાઓની વસતી આવીને વસે જતી હતી. અનેક નદીઓ ઠલવાઈને જેમ સાગરને સમૃદ્ધ બનાવે છે, તેમ મુંબઈ અનેક જાતને જ્ઞાતિના લોકોની ભરતીથી સમૃદ્ધ બને જતું હતું. | મુંબઈને સૂર્ય આમ ધીમે ધીમે પ્રકાશ પાથરતો જતો હતો ત્યારે તેનાથી થોડે દૂર ઉત્તરમાં સુરતને સૂર્ય અસ્ત ભણું ઢળી રહ્યો હતે. અને સુરત, કાળના ઘસારે એવું તે ભાંગી પડયું કે ગૂર્જર કવિઓએ કરેલું એ સૂર્ય પુરનું ભાવણન તે આજ માત્ર પુસ્તકમાં જ સચવાઈ રહ્યું છે. | મુંબઈની જાહોજલાલી ને સમૃદ્ધિ દિવસે ન વધે તેટલી રાતે વધતી હતી, અને રાતે ન વધે તેટલી દિવસે વધતી હતી. છતાંય ધમજને માટે મુંબઈ એ સ્વેચ્છનું શહેર ગણાતું. તેઓ મુંબઈને નરક જ સમજતા હતા. કારણ ભારતીય સંસ્કૃતિનાં દર્શન ત્યાં બહુ ઓછા થતા હતા. ઘણુ ખરા જૈનો તો એમ જ સમજતા હતા કે અહીં જૈનત્વ ટકી જ ન શકે. અને કદાચ શ્રાવકધર્મ આત્મજાગૃતિથી સાચવી શકાય, પરંતુ શ્રમણત્વ તે જરાય જાળવી ન શકાય. સાધુ-જૈનદીક્ષિત ત્યાં જાય તે એની દીક્ષા તૂટી જાય, એની સાધુતા ઘડીના છઠ્ઠા ભાગમાં ખાખ થઈ જાય. લોકોની ત્યારે આ માન્યતા હતી–મૂકી તાપી તે થયા પાપી.'
હા. પશ્ચિમી સંસ્કૃતિના પચરંગી સંસ્કારે એવા તે ઘાડા ને ઘટ્ટ બની મુંબઈમાં ભળી ગયા હતા કે ભારતીય કે જૈનસંસ્કૃતિને રંગ પણ ઓળખવે ત્યાં મુશ્કેલ બની જાય.
મુંબઈમાં ત્યારે પણ જૈન હતા, મોટા પ્રમાણમાં તેઓની વસ્તી હતી, તેમને ધીકતે વેપાર હતું, ઘરના બંગલા-મોટરે હતી, અને ચાલીઓમાં રૂમે પણ હતી અને જન્મના સંસ્કાર જાળવી રાખવા તેઓએ પાયધુની, ભાયખાલા, માંડવીબંદર, કેટ વગેરે સ્થળ પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org