SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂગર્ભાનાં ભાગ્ય ઉઘડે છે ૪૩ સ્થડિલ જવાના વિચાર મૂકી એ રેતટેકરીની નજદીક ગયા. સરતી રેતીને એ જોઇ જ રહ્યા. એ કશુંક જોઈને નક્કી કરી રહ્યા હતા, પણ મન કબૂલ નહેતુ કરતું. એમની નજરમાં એ રેતટેકરીમાં જૈનસસ્કૃતિનું મહામૂલું પ્રતીક દેખાતું હતું. એ વીતરાગત્વની જયગાથા ગાતા શિખરનેા સુવર્ણ કળશ જોઇ રહ્યા હતા. નજર ઢગે। તે નથી દેતી ને? એમણે દાંડા હાથમાં પકડી તેના આગળના ભાગને એ રેતટેકરીમાં ખાસ્યા. અને આશ્ચય ! એક વેંત જેટલા દાંડા હાથમાં બાકી રહેતાં એ કશાકને અથડાયા. ત્યાંથી તે આગળ ન જ ગર્ચા. નક્કી ! આ રેતટેકરી જ માત્ર નથી ત્યાં જરૂર કાઇ ઇતિહાસ દટાયા છે. ખરેજ એ રેતી જ રેતી નથી ત્યાં તા ઇતિહાસની કાઇ અમર યાદ છૂપાયી છે. અને તેમનુ હૈયુ. તે જોર જોરથી કહી રહ્યું હતું: ‘અહીં એક જિનાલય છે, વીતરાગનું મદિર છે. અહીં તે. ’ હૈયાના ધબકારાને તેમણે સાચા કરવા એ રેતટેકરી ખસેડવા સંઘમાં વાત કરી. અને એ વાતે કામ શરુ કર્યું. રતટેકરી પાતળી બની ગઇ. ધીમે ધીમે તે। રેત બધી જ સાફ થઈ ગઈ. અને જ્યાં ગઇ કાલે એકમાત્ર રેતટેકરી હતી, ત્યાં તે એક ભવ્ય જિનાલય જણાઇ આવ્યું. કાણુ જાણે કેટલાય વરસેથી એ ભૂગર્ભવાસમાં હશે ? મુનિશ્રીએ તેના જીર્ણોદ્ધાર માટે હાકલ કરી. અને હાકલ વધુ જોરદાર બને તે પહેલાં તે તેમના એક જ અવાજે જોધપુર તથા લેાધીના સંઘે એ પુણ્યકામ ઉપાડી લીધું. કહેવાય છે કે કેટલાક કામ તે અમુક વ્યક્તિની રાહ જોઈને જ બેઠા હેાય છે. એ વ્યક્તિ આવે, એના હાથના એ કામને સ્પર્શી થાય કે નજર પડે કે તરત જ એ કામ ખની જાય. અટવાયેલુ ને થંભેલું કામ પણ પાર પડી જાય. તે શું એસિયાનું એ દટાયેલુ દેરાસર મુનિશ્રીની જ વાટ જોતુ હતું ? હા. ઇતિહાસ તે। કઇક એવું જ કહે છે. કારણ મુનિશ્રીના ત્યાં પગલા પડ્યા પછી એ તીર્થભૂમિની જાહેાજલાલી ખૂબ જ વધી ગઈ. એજ અરસામાં એક બીજો પણ મહત્ત્વના પ્રસંગ બની ગયા. એક મુમુક્ષુ ગુરુની શેાધમાં હતા. આમ તે ગુરુ તેને ઘણા મળતા હતા, પણ તેનું મન નહેાતું માનતું. એ તે એવા ગુરુની શોધમાં હતા કે જે તેના હૈયાને સમજી શકે. તેના જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે. આ માટે તેણે ઘણાના સાથ કર્યાં, ઘણાનેા પરિચય પણ કર્યા, દિવસે અને મહિનાઓ અનેકની સાથે એ રહ્યા. પણ જે ભૂખ માટે વરસેાથી અંતર તડપતુ હતું, તે ભૂખ તેની કયાંય ન શમી, કચાંય ન શમી. ૧. શ્રી મણીલાલ ન્યાલચંદ આ પ્રસંગની નેંધ લેતાં પેાતાનાં ‘ પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ’ નામક પુસ્તકમાં લખે છે. :— “ આસિયા દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય સ. ૧૯૩૬ માં મુનિ મહારાજ શ્રી મેાહનલાલજીના ઉપદેશથી થયું.. પૃ. ૩૪૦ Jain Education International 39 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy