________________
*
* *
=હનો પાર્ગ ગા સાથdઘડે છે
* *:
*;1 /
[ ૧૨ ]
અાસિયા રાજસ્થાનની પ્રાચીન તીર્થભૂમિ છે. ઓસવાળની તે એ જન્મભૂમિ છે. ઓસવાલ જાતિને જન્મ અહીં જ થયેલ. આમ જોતાં એસવાલ અને એસિયાને સંબંધ ઘણે જુને છે. આમ તે તેને ઈતિહાસ લગભગ બે હજાર વરસથી પણ પૂરણે છે.
વીર સંવત સત્તેર (વિક્રમ સંવત ૪૦૦ વર્ષ પૂર્વે)ની આ વાત છે. ત્યારે ભ. શ્રી પાર્શ્વનાથજીના સંતાનીય શ્રી રત્નપ્રભસૂરિએ અનેક રાજવી તથા ક્ષત્રિયોને પ્રાણવાન પ્રેરણા પાઈને તેમજ અસરકારક ઉપદેશ આપીને ઘણુને જૈનો બનાવ્યા અને ઉપકેશનગરના નામથી તેઓ બધા સવાલ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા. ત્યાંના જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રત્નપ્રભસૂરિજીના પુણ્યહસ્તે થયેલ હતું. આમ એક તીર્થ અને બીજી નવિન જ્ઞાતિના ઉદય-જન્મને લીધે આ એસિયાનું મહત્ત્વ વિશેષ છે.
અને આ જ પુણ્યાતીત પુણ્યભૂમિ સાથે આપણા ચરિત્રનાયકનું એક પુણ્યસંસ્મરણ ભળતાં તેનું મહત્ત્વ તે વિશેષ વધી જાય છે.
સં. ૧૯૩૬ માં પૂ. મહારાજશ્રી એસિયા પધાર્યા, એ સમયની વાત છે. સવારનો સમય હતે, હયાને પવિત્ર કરે તેવી ગુલાબી હવા વાઈ રહી હતી. મુનિશ્રી ચૅડિલ માટે જઈ રહ્યા હતા.
મનમાં નવકારને જાપ હતા, હયામાં વીતરાગની મૂર્તિનું ધ્યાન હતું, આંખેમાં ભાવનાની ભિનાશ હતી અને તેઓ હળવે પગલે દૂર જઈ રહ્યા હતા. ત્યાં તેમની નજર એકાએક સ્થિર બની ગઈ.
નજરની સામે રેતીને માટે ઢગલે હતે. તટેકરી જ સમજી લે ને? પવનના આછા તેફાનથી રેત સરતી હતી. રેત એવી સરતી હતી કે સહેજે જીવનની નશ્વરતાનો વિચાર આવી જાય. પણ અહિં મુનિશ્રી જીવનની ક્ષણિકતા નહેતા વિચારતા. એમની નજર કંઈક “ઊંડુ. ઊંડું જોઈ રહી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org