________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: ગુરુની શોધમાં ભટક્તા-ભટકતા એને આપણું મુનિશ્રીને આબુ-ખરેડી મુકામે ભેટ થઈ ગયે. પહેલી જ નજર હતી, પ્રથમ જ મુલાકાત હતી, કઈ કઈને ઓળખતું ન હતું. મુનિશ્રીને એ વ્યક્તિ જેવી નવીન હતી, તેવી જ એ વ્યક્તિને એ સાધુપ્રતિમા નવીન હતી.
છતાંય દિલનાં ખેંચાણ છે ને? પહેલી નજરે પ્રીત થઈ ગઈબંને જણે એકબીજાની રાહમાં જ હોય એમ લાગ્યું. એક જ પળમાં ને એક જ નજરમાં જાણે બંને એકબીજાને યુગોથી ઓળખતા હોય તેમ લાગ્યું. આવનાર વ્યક્તિ તે મુનિશ્રીને જોઈ આનંદથી પુલકિત બની ગઈ ! ! મુમુક્ષુએ પિતાને પરિચય આપ્યુ, પિતાના દિલની આરઝુ કહી, અને અંતમાં કીધું –
આહ ! હું જેવા ગુરુની શોધમાં હતું તેવા જ, બલકે તેથી વધે એવા સુયોગ્ય ગુરુ મને મળી ગયા છે. મહારાજશ્રી ! આપ જ હવે તે મારા ગુરુ છે. આપ મારે સ્વીકાર કરે અને મારે ઉદ્ધાર કરે.
અને સંવત ૧૯૪૪ ના ચત્ર સુદ આઠમના રેજ એ હરખચંદ શ્રી હષમુનિજી બની ગયા. મુનિશ્રીએ તેમને દીક્ષા આપી. એ મુમુક્ષુને જીવનભર સાથ કરી લીધે.
જો કે કઈ કેઈનું ઋણ ચૂક્ત નથી કરી શકતું અને તેમાંય માબાપ અને ગુરુનું તે નહિ જ. મુનિશ્રી, શ્રી હર્ષ મુનિજીના ગુરુ હતા. તે તેમના સાધુ-સંતાન હતા. આથી તેમના પર શ્રી હર્ષ મુનિજીનું ઘણું જ ઋણ હતું. આ ઋણ કેમ કરીને ચૂકતે કરવું તેને તેઓ સદાય વિચાર કરતા હતા.
અને તેમણે એ વિચારને આખરે મૂર્ત કર્યો. મુંબઈના મધ્યલતામાં એક સારું એવું પુસ્તકાલય થાય તે માટે તેમણે પ્રેરણા કરી અને એ પ્રેરણાને પરિણામે માધવબાગ, ભૂલેશ્વરમાં એક એવું મોટું પુસ્તકાલય ઉભું પણ થયું. ગુરુનું ઋણ ચૂકવવા આ સાધુ-સંતાને આ પુસ્તકાલય સાથે મુનિશ્રીનું નામ જોડી દીધું. આજ પણ એ “શ્રી મોહનલાલ જૈન સેન્ટ્રલ લાયબ્રેરી તથા સંસ્કૃત પાઠશાળા દિવંગત વિભૂતિની યાદ આપણને આપી જાય છે અને તેમના અનેક સંસ્મરણેને જગાડી જાય છે.
આ દીક્ષા પછી ત્યાંથી મુનિશ્રી નવશિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા ગુજરાતની રાજનગરીમાં આવી પહોંચ્યા. મુનિશ્રી અહીં શેડો સમય રોકાયા. એ દિવસોમાં ત્યાં ધર્મને એક મહોત્સવ વસ્તી રહ્યો. અવનવા ધર્મકાર્યોથી વાતાવરણ ગૂંજી ઉઠયું.
ત્યાંથી પછી તેઓ પાલીતાણા તરફ વિહાર કરી ગયા, અને સં. ૧૯૪૫ નું ચોમાસું ત્યાં જ-પાલીતાણામાં કર્યું. આ ચોમાસામાં સુરતને સંઘ તેમને વંદન કરવા માટે આવ્યા. અને આગામી ચોમાસું સુરતમાં જ કરવાની આગ્રહભરી વિનંતિ કરી.
જે કે સુરતના સંઘની ભાવના તે પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજને ત્યાં સુરત રેકવાની હતી. કારણ ત્યારે તેઓશ્રી–સુરતમાં હતા, સુરતના સંઘે તેમની જે પ્રજ્ઞા–પ્રતિભા અને પડછંદ વ્યક્તિત્વ જોયા હતા, તેથી સંઘની તે ભાવના એ જ હતી કે આ સાલનું માસું પૂજ્ય આત્મારામજી મહારાજ સુરતમાં કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org