________________
રાજસ્થાનની રાજધાનીમાં આદરભાવ ને અહંભાવથી જોતું હતું. તેમના પ્રચાર ને જ્ઞાનપ્રકાશથી ઘણું જૈનોની જિંદગી સુધરી ગઈ. તેમના અનેક પેટા ખ્યાલો નીકળી ગયા. રૂઢિચુસ્ત રીવાજો પણ ઢીલા પડી ગયા. અને માનશે? પાંચ જેટલા તે તેમણે નવા જેનો બનાવ્યા. “સવી જીવ કરું શાસનરસી” એ ભાવના ત્યાં ખૂબ ખૂબ સાકાર બની. ખરેખર એ માટે એ ચાતુર્માસ યાદગાર બની રહેશે.
આલમચંદજી એ જોધપુરની જાણીતી અને અગ્રીમ વ્યક્તિ હતી. તેઓ ત્યાંના દીવાન હતા. એ દીવાનગીરી હોવા છતાં ધાર્મિકક્ષેત્રે પણું આગળ ને આગળ જ રહેતા હતા. કહેવાય છે કે તેઓ સ્વરદય પણ જાણતા હતા. આમ તે અધ્યાત્મ અને વ્યવહારને સુમેળ બહુ એ છે જોવા મળે છે. પણ આલમચંદજીએ તે બંનેને સુમેળ સાધ્યો હતે.
આલમચંદજી પણ આપણા ચરિત્રનાયકના પરિચયમાં આવ્યા. પહેલા જ પરિચયે આલમચંદજી ખૂશ થઈ ગયા. તેમને જોઈતું બધું ત્યાં મળી ગયું. પછી તે પરિચય રેજ વધતે જ ગયો. અને એટલી હદ સુધી વચ્ચે કે ઘરસંસાર ફગાવી સંન્યાસ લેવા એ તયાર થઈ ગયા. વૈરાગ્યની ભાવના પ્રબળ બનવા લાગી, અને લોકે તે કહેતા પણ થઈ ગયા કે આલમચંદજી તે મુનિશ્રીના ભાવિ શિષ્ય છે.
ચોમાસું પૂરું થયું. મુનિશ્રી અજમેર વિહાર કરી ગયા. ફરી ૧૯૩૬ નું માસું પણ ત્યાં જ થયું. એ વચલા ગાળામાં તે આલમચંદજીએ ખૂબ ખૂબ તૈયારી કરી લીધી હતી. અને એ જ પ્રસંગ પર તો મનિશ્રી ત્યાં પધાર્યા હતા. ફરીને પોતાના કપાળને જોઈ સંઘ ઘેલ બની ગયે ને તેમાંય દીવાનની દીક્ષાને ઉત્સવ! સેનામાં સુગંધ ભળી ગઈ !!!”
વિ. સં. ૧૯૩૭ ના અષાઢ સુદ ૧૦ ના રોજ આલમચંદજી દેવ, ગુરુને સંઘની સાક્ષીએ દિક્ષિત બન્યા. સંસારનાં ચીર ફાટી ગયાં, અને વૈરાગ્યના વાઘા પરિધાન કરી લીધા. આલમચંદજી હવે આણંદમુનિ-આણંદચંદ્રજી તરીકે ઓળખાવા લાગ્યા. આ આણંદચંદ્રજી એ આપણા ચરિત્રનાયકના પ્રથમ ધર્મસંતાન હતા.
ત્યાં એક બીજે પણ અનેરે પ્રસંગ બને. મુનિશ્રીને વ્યક્તિત્વ પાછળ રાગી બનેલા ને તેમના ચારિત્ર્યથી પ્રભાવિત બનેલા જોધપુરના વતની જેઠમલજી દીક્ષા માટે આવ્યા.
તેમની દીક્ષા ખરેખર અનેરી હતી, કારણ તેઓ સ્થાનકવાસી હતા. સ્થાનકની ઉપાસના એ તેમને કુળસંસ્કાર હતું. પરંતુ એક વખત શિખરજીની યાત્રાએ જ્યારે તેઓ ગયા હતા ત્યારે મૂર્તિના દર્શનથી એવા પ્રભાવિત બન્યા હતા કે તે સમયની ઊર્મિઓ, ભાવનાઓ ને લાગણીઓ સદાય તેમને યાદ આવ્યા કરતી હતી. તેઓ મૂર્તિને ન ભૂલી શક્યા. વીતરાગની પ્રતિમા તેમના હૈયામાં જડાઈ ગઈ. પછી તે તેઓ સાચા મૂર્તિપૂજક બની રહ્યા.
માએ તેમને ખૂબ સમજાવ્યા. ખૂબ દલીલ કરી. લાગણીથી પણ ખૂબ ઢઢળી જોયા. પરંતુ ભાવના આગળ લાગણી થાકી ગઈ. મા સમજી ગઈ. માને જેઠમલજીની વાત ગળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org