________________
૨૭
ઈતિહાસની આરસી આ શ્રી આનંદવિમલસૂરિજીએ ક્રિાદ્ધાર કરી હડસેલી કાઢ્યો. ૧૪ વરસ સુધી સતત વિહાર કરી અનેક જગાએ ધર્મજાગૃતિ આણી, અને ઘણી નવી જગાઓ વિહાર માટે ખુલ્લી મૂકી. જેસલમેરને વિહાર જે જલરેલની હોનારતના કારણે બંધ હતે એ તેમણે ફરીથી શરૂ કર્યો.
આ પછી ૧૮ મા શતકમાં પં. શ્રી સત્યવિજયજી ગણિએ દ્ધિાર કર્યો. તેનાથી મેવાડ તથા મારવાડમાં ચાલતું મૂર્તિવિધીઓનું જોર નરમ પડ્યું. આના ચિહ્ન તરીકે પ્રતિમા ઉત્થાપક વગથી અલગ ઓળખાણ માટે તપગચ્છ મૂર્તિપૂજક પરંપરામાં રંગીન (પીળા) વસ્ત્રપરિધાનની પ્રથા અમલમાં આવી.
વીસમી સદીને પ્રથમ દસકે એટલે સંવેગી સાધુતાની ઉગતી તવારીખ. એ વેળાના સંવેગી સાધુઓ તુંબડીમાંના કાંકરા બરાબર હતા. યતિઓની સંવેગીઓ ઉપર ચાલતી જેહુકમી તેમજ તેમના એકછત્રી સામ્રાજ્યને અસ્તકાળ હવે આવી પહોંચ્યો હતો. સંગીઓના સૂર્યોદયના આછાં કિરણે હવે પથરાઈ રહ્યાં હતાં.
વિ. સં. ૧૯૦૨ માં પંજાબી ત્રિપુટી કે જે મૂળ સ્થાનકવાસી હતી, પરંતુ પાછળથી સ્વેચ્છાએ મંદિરમાર્ગી થયેલી તે ત્રિપુટી ગુજરાતમાં આવી. એ ત્રિપુટીને અગ્રીમ શ્રી બુકેરાયજી (બુદ્ધિવિજયજી) હતા. સાથે એમના પુણ્યશ્લોકી બે શિષ્ય શ્રી વૃદ્ધિચંદ્રજી. અને શ્રી મૂલચંદ્રજી હતા. સં. ૧૯૧૨ માં ત્રણે અમદાવાદ આવ્યા, ત્યાં બિરાજમાન શ્રી મણિવિજયજીદાદા પાસે આવી સંવેગી દીક્ષા અંગીકાર કરી.
આ પછી ૧૯૩૨ માં કાંતદશ શ્રી આત્મારામજી મહારાજ તેમના સમુદાય સાથે હાસ થતી સાધુતાને ઉગારી લેવા અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેમણે શ્રી બુટ્ટરાયજી પાસે દીક્ષા લીધી. સાથે સમુદાય પણ તેમને પગલે અનુસર્યો.
આમ ગુજરાતે સાધુતાને પુનર્જીવન આપ્યું. એમાંય તે ક્રાંતિકારી પરિવર્તન માટે તે એ કેન્દ્ર જ રહ્યું. પછી તો ગુજરાત, કાઠિયાવાડ અને પંજાબમાં પણ સંવેગી સાધુઓ વિહાર કરવા લાગ્યા. આથી ત્રણેય પ્રાંત જાગી ઉઠ્યા. સંવેગીઓએ યતિવર્ગ સામે જેહાદ ઉડાવી, યતિવર્ગ આથી ધ્રુજી ઊઠ્યો અને સમય જતાં તેમની નાગચૂડ ઢીલી બનતી ચાલી. આ રીતે સાધુતાને સતત વેગ મળતું જ રહ્યો. અને એણે શિથિલાચારના ગંદવાડને લગભગ ઉલેચી નાખ્યા. - સમષ્ટિગત પ્રયત્નની જેમ કિદ્ધારના વ્યક્તિગત પ્રયત્ન પણ થયા. તેમાં શ્રી રાજેન્દ્રસૂરિજી અને બીજા આપણું ચરિત્રનાયક શ્રી મેહનલાલજી બંને આત્મા યતિ-શ્રીપૂજ્યની મર્યાદા વટાવી સંવેગિતાના સોપાને આવીને ઉભા રહે છે. એમના જીવનની એ છેલ્લી સિદ્ધિ હતી.
તેમાં મુનિશ્રી મોહનલાલજી વિ. સં. ૧૯૩૦ માં અજમેર મુકામે સંઘ સમક્ષ કિયોદ્ધાર કરી સગી બન્યા હતા. યતિજીવનની લાખોની જાયદાદ-મિલકત, સ્વેચ્છાએ તેમણે ત્યજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org