SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ २६ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: તે સમયના વમળમાં કઈ પણ વસ્તુ એક સ્વરૂપે ટકી શકતી નથી. એક પ્રથા ઉન્નતિના શિખરે પહોંચતી હોય છે ત્યારે બીજી પ્રથા પટકાતી હોય છે. પતન ને ઉત્થાનનું ચક હંમેશા ઘૂમતું જ રહે છે. ઘણીવાર આ ચૈત્યવાસ સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો. આ માટે, આ બદીને નાબૂદ કરવા ક્રિયદ્વાર પ્રચારમાં આવ્યું. સમય જતાં એની ઝુંબેશથી તેઓની જડ ને સંગીન પકડ ઢીલી પડતી ગઈ. પાછળથી એ ચૈત્યવાસની પરંપરા યતિ અને શ્રી પૂજ્યમાં રૂપાંતર પામી. દિગંબરસમાજમાં આવે જ ભટ્ટારક વર્ગ ઊભો થયે. આમ એ રૂઢિ આજ સુધી ચાલી આવી. | ઈતિહાસ કહે છે કે યતિપરંપરામાં જે વસ્તુનું આકર્ષણ હતું તે ચમત્કાર હતે. શાસનસેવાની જે ઉત્કટ ભાવના હતી તે હતું. પરંતુ સમય વીતતાં તે આકર્ષણ ઓછું થયું. કારણ તેમની એ ભાવના મેળી પડવા માંડી. યતિના પરિધાનમાં તેઓ સંસારીજીવનનું અનુકરણ કરવા લાગ્યા. કંચન-કામિનીના તેઓ લાલચુ બન્યા, ત્યારથી તેઓ સમાજમાં તેમનું સ્થાન ખેઈ બેઠા. - બીજી બાજુ ક્રિોદ્ધાર દ્વારા સંવેગની–વૈરાગ્યની હવા જોરદાર ફેંકાઈ રહી હતી. અને તેઓએ યતિવર્ગની અમર્યાદ છૂટછાટ સામે ભારે જેહાદ જગાવી. આથી સમાજની શ્રદ્ધા યતિવગ પરથી ઓછી થવા લાગી. અને સમય પાકતાં સંવેગના આકર્ષણે યતિઓના શિથિલાચારને મરણતોલ ફટકો માર્યો. ક્રિાદ્ધાર તે વખતે ધાર્મિક કાંતિ લેખાતી હતી. સંઘે પણ આ ક્રાંતિને વધાવી લીધી. અને દ્ધિારકને સમયજ્ઞ, સુધારક અને સંયમી આત્મા તરીકે બિરદાવવામાં આવ્યું. ક્રિાદ્ધારના ઇતિહાસમાં આચાર્ય શ્રી વિજયસિંહસૂરિનું નામ ખૂબ જ આગળ પડતું છે. આ આચાર્ય આયખપુટ વંશના હતા. અને તેમનો સત્તાસમય લગભગ વિક્રમની દશમી સુધી માનવામાં આવે છે. આ શ્રી વિજયસિંહસૂરિજીનું જીવન અનેક ઐતિહાસિક પ્રસંગો સાથે સંકળાયેલું છે. આ આચાર્યશ્રીએ કિદ્વાર–સંયમેદ્ધાર કર્યો હતે. અને ત્યારબાદ તેમણે શત્રુંજય, ગિરનાર, ભૃગુકચ્છ (ભરૂચ) આદિ તીર્થોને ઉદ્ધાર કર્યો હતે. કહેવાય છે કે આચાર્યશ્રી પર શ્રી અંબિકાદેવી પ્રસન્ન હતી અને આ દેવીએ આચાર્યશ્રીને સિદ્ધગુટિકા આપી હતી. આ ગુટિકાના પ્રભાવથી આચાર્યશ્રીએ રૂા. ૫૦૦૦)ની રકમ ભેગી કરીને ભરૂચના શ્રીમુનિસુવ્રતસ્વામી ચૈત્યને ઉદ્ધાર કર્યો હતે. આચાર્યશ્રી સંપૂર્ણતયા સંવેગી અને સંયમના અથી હોઈ દ્રવ્યથી તદ્દન નિરપેક્ષ હતા. આ રીતે તત્કાલીન ચૈત્યવાસની વ્યાપક અસરથી આચાર્ય શ્રી જળકમળની જેમ તદ્દન નિલેપ રહ્યા હતા. તે સમયમાં તેમણે મેળવેલી સિદ્ધિ ખરેખર મહાન હતી.' આ પછી વિકમના ૧૬મા સૈકાથી ૨૦મા શતક સુધીનો ઈતિહાસ આ ક્ષેત્રમાં ઉજળું ઉદાહરણ પૂરું પાડે છે. વિ. સં. ૧૫૮૨માં તપગચ્છ સંપ્રદાયમાં પેસી ગયેલા શિથિલાચારને ૧. જુઓ, પ્રભાવક ચરિત્ર, વિજયસિંહસૂરિ પ્રબંધ બ્લેક ૮૬-૮૭ તથા ૧૨૯ થી ૧૩૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy