________________
: ૧૪:
વિદ્યાધામ કાશીમાં વાદમુક્ત, એકનિષ્ઠ અને સ્વાનુભવની શોધમાં નીકળેલા મુનિજીની સામે સદા જીવનને આદર્શ ધરાયેલ રહે. આજની સાધુતાનું લક્ષ, ગઈકાલની સંપત્તિને તરછોડવાનું કારણ, આ કષ્ટ સહન કરવાની ફરજ; એ બધું તેમની સામે એટલી સ્પષ્ટતાથી ખડું થતું કે તેઓ જીવનના ધ્રુવતારકને કદી ન ભૂલી શકતા.
કેટલાક સાધુતાના સંસ્કાર સાથે સાધુ થવા નીકળે છે, પણ એ સંસ્કાર સાધુ થતા થતામાં પૂરા થઈ પછી નામમાત્રના સાધુ બની જવાય છે. કેટલાક સાધુ બની એશઆરામની સગવડમાં કે કાતિલોભમાં અડધે રસ્તે રહી જાય છે. પૂરેપૂરી માર્ગ પાર કરવાની તાકાત તે જ રાખે છે, જેની સામે જીવન-લક્ષને તારક સદા ઝગમગતે રહે છે.
મુનિજી દરેક કાર્ય કરતા, પણ આગળ પાછળના પૂર્વગ્રહ કે કદાગ્રહ વગર. સેવા એમનું લક્ષ હતું. અને એને માટે જીવનને જેમ વધુ કસાય-જેમ વધુ સારી રીતે ઘડાય તેટલી જલદી ને સ્પષ્ટતાથી આગળ વધી શકાય, એવું તેમનું દઢ મન્તવ્ય હતું. આવા મુનિજીના મનમાં વિદ્યાપ્રાપ્તિના સુંદર વિચારે ઘોળાયા કરતા હતા. જેટલું જ્ઞાન તેઓ અત્યારે લઈ રહ્યા હતા, તેનાથી તેમને પૂર્ણ સંતોષ ન હતા. એમની આંખ સામે નાલંદા કે તક્ષશિલાનાં
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org