________________
7
છે
વિઘા ધામ કા શી માં વિદ્યાપીઠનાં સ્વપ્નાં ખડાં થતાં. જે ભૂમિનું કણેકણ વિદ્યાની ગરીમાથી સીંચાયેલું હોય એવી ભૂમિમાં જઈ વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા વધતી જતી હતી.
સાધુઓ બ્રાહ્મણ પંડિતે પાસે જૈનશા ભણે, અનેકાન્તશાસ્ત્રના અર્થો ઉકેલવા એમને એકાન્તવાદના પૂજારીઓ પાસે બેસવું પડે, એવી દુઃખદ સ્થિતિ હતી. જૈન ગૃહસ્થનું સંતાન તે સંસ્કૃતપ્રાકૃતના હાઉથી ધ્રુજી ઊઠતું. આ વખતે પ્રાતઃસ્મરણીય શ્રી વિજયધર્મસૂરિજીએ પહેલ કરી અને વિદ્યાધામ કાશીમાં જઈ જેને તરફ સંપૂર્ણ સૂગ ધરાવનારાઓ વચ્ચે, સ્વયંભૂ પ્રેરણા ને શક્તિએ પગપેસારો કરી એક વિદ્યાલય ખોલ્યું. જૈન સાધુઓ અને જૈનસંતાનને વિદ્વત્તાના રંગથી રંગવાની તેમણે પહેલ કરી.
મુનિજનું લક્ષ્ય એ વિદ્યાધામ કાશીમાં જવાનું હતું ને સુંદર ચારિત્રધર્મને ઉજજવલ બનાવે તેવી વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા હતી; પણ પાલીતાણાથી કાશીનગરને વિહાર એટલે સામાન્ય વાત નહોતી. ભયંકર માર્ગ ને અટવીઓ, માઈલો સુધી ગામ ન મળે, ગામ મળે તો કઈ ઉલ્લું પાણી આપવા પણ તૈયાર ન હય, રાતવાસાનું સુરક્ષિત સ્થાન નહિ, માઈલેના માઈલે ભયંકર જંગલવાળા બિહામણા રસ્તા, સિંહ, વાઘને ચારેને ભેટે તે વાતવાતમાં થાય. જે માર્ગે જતાં આજે પણ ઘણું મુનિરાજે વિચાર કરે છે, એ માર્ગમાં એક જૈન સાધુના આચારને પાળતા જવાની કોણ હિંમત કરે? પણ મુનિજી એવી ભયંકરતાથી કયે દહાડે શ્રજ્યા હતા ? મનની મુરાદના પૂજારીઓએ કયી મુશ્કેલીઓ નથી વેઠી ?
વિચાર જાગે છે તે ઘણીવાર પણ જે એ સાચા હૃદયની ઉર્મિઓથી રંગાયેલ હોય તો, વર્તન કરવાની સગવડ આપોઆપ મળી રહે છે. શાન્તમૂર્તિ કપૂરવિજયજી મહારાજ વિહાર કરીને કાશી જવાના હતા. મુનિજીને આ વાતની ખબર પડી. તેઓએ પિતાના ગુરુશ્રીને વાત કરીને વિનય સાથે જવા માટે આજ્ઞા માગી. પિતાને શિષ્ય આવી તમન્ના રાખતું હોય તો એના સુંદર ભાવીને
૫૭
S
ઝિટ
''
દd
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org