________________
-
શ્રી ચારિત્રવિજય ઉત્તરસાધકની રાહ હતી. તેઓ પુનઃ પાલીતાણા આવ્યા. વિ. સં. ૧૯૬૧નું ચતુર્માસ અહીં જ કર્યું. આ વખતે પ્રાતઃસ્મરણીય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના શિષ્ય શ્રી રત્નવિજયજી તેમને આવી ભેટ્યા. બન્નેની તમન્નાએ મેળ ખાધો. પરિણામે શત્રુંજયની તળાટી પાસેની કેટડીમાં ઉવસગ્ગહરં સ્તંત્રને જાપ શરુ કર્યો મંત્રોની દુનિયા હજી અણઉકેલી ઊભી છે. એની ભેદભરમની દિવાલો આજે પણ કેઈ ભેદી શક્યું નથી. આપણે તેમના એક સુપરિચિત વ્યક્તિના શબ્દમાં જ તે ઘટનાને અત્રે વાંચી લઈશું.
“ત્રણ દિવસને અઠ્ઠમ કરી બને જણે દરેક રીતે શુદ્ધ થઈ જાપ જપવા બેઠા. આપણા ચરિત્રનાયક સાધક બન્યા અને રત્નવિજયજી ઉત્તરસાધક બન્યા. બે દિવસો બરાબર શાન્તિપૂર્વક અને નિર્વિનતાથી સંપૂર્ણ થયા. ત્રીજા દિવસને ત્રીજે પ્રહર પણ સુખરૂપ પસાર થઈ ગયો.
કહેવાય છે કે મંત્રસાધનાની છેલ્લી પળે એક નાગ ભયંકર રૂપ ધારણ કરી સામે આવે છે. દરેક રીતે ડરાવવા પ્રયત્ન કરે છે. પણ સાધક જેમ જેમ સફળ થતો જાય તેમ તેમ તે તેના શરીર પર ચઢતે જાય છે. આખરે એના મસ્તક પર આવી જીના ભયંકર લપકારા કરે છે. સાધક જરાપણું ખચકાયા વગર જીભે જીભ મેળવી લે તો કાર્ય સિદ્ધ થઈ જાય છે.
રાત્રીને છેલ્લો પ્રહર થવા આવ્યું હતું. આઠેક મણકા બાકી હતા. ત્યાં ઉત્તરસાધકની શ્રમિત આંખો મીંચાઈ ગઈ. એટલામાં ભયંકર ફૂંફાડ સંભળાય અને ઉપરની છતમાંથી વિષધર જમીન પર ઊતરી આવ્યો. વિચિત્ર અવાજથી કેટલી ગાજી ઊઠી. ડાકલી અને વિષના વર્ષાદ જેવું વાતાવરણ થઈ ગયું. વિષધર ફૂંફાડા મારતે આગળ ધસ્યો ! સાધક બનેલા મુનિજીને ઉપગ તે તરફ જતાં હાથમાંથી માળા સરી ગઈ. આ સાથે એક ગંભીર અવાજ થયો ને સાધક અને ઉત્તરસાધક બને એકદમ કોટડી બહાર નીકળી ગયા. બહાર લીમડા નીચે સીપાઈઓ સૂતા હતા, તેમની પાસે આવી શાન્તિ લીÚ”
તા.
I
!
-
-
-
-
- Jain Education International
- - - For Personal & Private Use Only
www.jainelibrary.org