________________
-
જઈ
કાકર
SWારા
T
-
-
ધર્મને શરણે જીવન એને વહાલું હતું. મતને જીતવાને સુંદર સ્વાર્થ એને અકળાવી રહ્યો હતે.
કંઈ દવા લીધી !? મિત્રે નેહથી પૂછ્યું. “લીધી, પણ નકામી નીવડી, હવે તૈયારી જ લાગે છે.”
વેલશી સાચો મિત્ર હતું. એનું હૃદય ગળગળું થઈ ગયું. મૃત્યુથી તે બચાવવાની તાકાત નહોતી. મૃત્યુ ઉજાળવાને સંકલ્પ કરી એણે મિત્રધર્મ બજાવે શરુ કર્યો
“ધારશી! તને લાગે છે કે દુનિયામાં આપણું કઈ સગુંવહાલું છે? સંસારના આ ઉધામા કરીએ છીએ, એ આંખ મીચાતાં કંઈ રહેવાના છે? જે શરીર પર આપણે મગરુર છીએ એ પણ કાચની શીશીથી ય નાજુક છે એ તે જોયું? ઘણુંય દ્રવ્ય હોવા છતાં જે સત્તર સોનાપુરમાં ગયાં, એ કંઈ સાથે લઈ ગયાં?”
ધારશીને આ વાત કંઈક સુખ પહોંચાડતી હતી. જેના વિચારમાં પિતે મુંઝાતો હતો, એ વિચારોની કંઈક સ્પષ્ટતા આમાં જોવાતી હતી. એ એકચિત્તે સાંભળવા લાગ્યો.
મિત્ર ! સાચી લત ધર્મ છે. જે અહીં પણ રહે છે ને સાથે પણ આવે છે. શરીર તે સાધનમાત્ર છે. દ્રવ્ય ને આ બધું તે નિમિત્ત માત્ર છે. એને સારો ઉપયોગ કરીએ તો સારું પરિણામ આવે ને ખરાબ કરીએ તો ખરાબ આવે. માટે ધર્મનું શરણુ એ જ સાચું શરણ છે, જે મરવાના ને જન્મવાના ઝઘડાથી છોડાવે છે.”વેલશી પિતાને મિત્રધર્મ બજાવી રહ્યો હતે.
પણ અત્યારે હવે શું થાય? હું તે જાઉં છું.”
“ધારશી! ધર્મનું શરણ લે ! નિશ્ચય કર કે જે સાજે થઈશ તે વિરક્ત બની સંસારની આ માયાજાળને ત્યાગ કરીશ !”
ધારશી સમજતો હતો કે, આમાંથી બચવું અશક્ય છે. પણ જે બચી જવાય તે આટલાં મૃત્યુ ને વિલાપ જોયા પછી એને સંસારમાં મોહ નહોતો રહ્યો. તેમ કરવા તેણે પ્રતિજ્ઞા લીધી.
ધારશી બીજી બધી દવા છોડી મિત્રની ધર્મદવા લઈ બિછાનામાં પડ્યો રહ્યો. એ કંઈક હવે નિશ્ચિત બન્યું હતું.
૨૧ !
Go
R
INટે છે
જી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org