________________
ક૬
મી ચારિત્રવિજય
શ્રી સમંતભદ્રસૂરિએ વનવાસ સ્વીકારી મહાન પ્રયત્ન કર્યો. દરેક નિગ્રાએ તેમને અ૫નાવ્યા. થોડા વર્ષો સુધી ઠીક ચાલ્યું પણ તેઓના સ્વર્ગગમન બાદ પાછી પૂર્વની સ્થિતિ ઊભી થવાથી આખરે નિષ્ફળતા નિવડી, સંઘ ભેદ થયો અને શ્વેતાંબર દિગંબરની શાખાઓ નીકળી. બન્ને શાખાઓએ શ્રી સમતભદ્રાચાર્યને ભિન્ન ભિન્ન દષ્ટિએ પૂજ્યા-માન્યા. બાદમાં ઉત્તરાપથ તથા પશ્ચિમ વિભાગના નિર્ચોએ જિન આગમને લેપબદ્ધ કર્યો.
વિક્રમની નવમી શતાબ્દીમાં વળી ધમધતાનું મોજું ફરી વળ્યું. શ્રી શંકરાચાર્યે પણ રાજ્યાશ્રય નીચે જેન મુનિઓના માન છેદનું મહાસ્ય ગાયું. જિન પ્રતિમાઓને ફેંકી દઈ જિનભુવનમાં શિવપિંડીઓ બેસાડી. ઉપાશ્રયમાં વેદશાળાઓ સ્થાપી. દક્ષિણમાં શિવભક્ત સુંદરપાંડ્ય રાજાએ પણ આ જ શાંકરપદ્ધતિ અખત્યાર કરી. પરિણામે જૈન સાધુઓમાં રહી સહી શક્તિ પણ નાશ પામી. ગુરુકુળ પદ્ધતિ તો તદ્દન લુપ્તપ્રાય બની ગઈ. ત્યારે જૈનાચાર્યોએ પણ સાધુઓના વિભાગ પાડી જુદા જુદા પ્રદેશો વહેચી ધમસ્થિતિ ટકાવવાને જ માત્ર મુખ્ય ઉદેશ રાખ્યા. જે વિભાગો પાછળથી ૮૪ ગચ્છ તરીકે જાહેર થયા.
ક. સ. શ્રી હેમચંદ્રસૂરિજીએ જૈન જ્ઞાનને સમૃદ્ધ બનાવવા મહાન જેહમત ઉઠાવી. પણ દેવ પ્રતિકુળ હતું. મુસ્લીમ રાજ્યના પાયા પડ્યા, જેમાં જેના ધર્મ કે શિવધર્મ દરેકના શિર પર ખીલી ઠેકાણ. જૈન ધર્મમાં વિશેષ મંથન ચાર્યું અને મુસ્લીમ રીતભાત તથા ભાવનાથી એક ન જૈન પંથ નીકળે !
આ રીતે જૈનમાં ગુરુકુળનું કે ગુરુકુળ પદ્ધતિનું નામ નિશાન ન રહ્યું કે જ્યાં શ્રમ-શ્રમણીએ જૈન તત્ત્વનું પાન કરી સંયમ કૃતાર્થ કરી શકે.
અંતે આ દિશામાં પૂજ્યપાદ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે દષ્ટિ ફેંકી. તેઓ જન્મથી કચ્છના હતા. સાહસ એ કચ્છના પાણીનું પરિપકવ ફળ છે.
એ ૨૮ વર્ષના મહર્ષિએ જૈન સમાજમાં જ્ઞાનમંદિરનાં દ્વાર ખોલ્યાં. એ સેવા ભાવી મહાત્મા ગુરુકુળની ઝંખનામાં હતા, આર્યસમાજીઓની ગુરુકુળ શિલીને અનુભવી ચૂક્યા હતા. કાશીને ૩૬૦ અન્નક્ષેત્રો જોઈ આવ્યા હતા. તેઓને લાગ્યું કે – પાંચમા આરાના વિષમ અંધકારમાં જિનાગમ અને જિનબિંબ એ બે જ પ્રકાશમય
તિઓ છે. પરમ પવિત્ર ભૂમિ સિદ્ધક્ષેત્રમાં એક પ્રકાશ જાજ્વલ્યમાન છે. બીજે પ્રકાશ કાં નહીં? પાલીતાણુ એ સિદ્ધક્ષેત્ર છે તે જ્ઞાનતીર્થ પણ કેમ ન બને ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org