________________
ગુરુકુળવાસના ઉદધારકો
ઈતર સમાજવાળાએ કાશીને મંદિરોથી અને પાઠશાળાઓથી સમૃદ્ધ બનાવી છે. તેમ જૈનો સિદ્ધાચળજીને જિનાલ સાથે જ્ઞાનાલાથી સમૃદ્ધ કાં ન બનાવે દાની જેમકે મને એ કંઈ મુશ્કેલ નથી.
બસ ! આ જ ભાવનાના ફળરૂપે એ પૂજ્ય મહર્ષિએ સં ૧૯૬૮ની જ્ઞાન જયંતીમાં ગુરુકુળનું બીજ વાવ્યું. ક મુદતમાં તેને ભાવિ જૈન ગુરુકુળ તરીકે જાહેર કર્યું અને અંતે શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ નામ આપી પોતાની ભાવનાને મૂર્તરૂપ આપ્યું.
તે પુણ્યશ્લેક મહાત્મા આજે હયાત નથી પણ તેમની આ જવલંત કીતિ આપણી સન્મુખ ઊભી છે.
તેઓએ શિશુવયમાં પોતાની જન્મભૂમિમાં વેરાન પ્રદેશમાં એક વડ રો, જે અત્યારે અનેક જીવને શાંતિપ્રદાન કરી રહ્યો છે, તેમ જ આ જ્ઞાનવૃક્ષ પણ સમૃદધ બની સમાજને ઉન્નતિના પંથ તરફ ધપાવી રહ્યું છે. તેઓની ઉત્પાદકકળા કોઈ અજબ હતી. મારી યાદ પ્રમાણે જૈન સમાજની સામાજિક ધાર્મિક જાહેર સંસ્થાઓમાં સૌથી પ્રાચીન “ જૈન ગુરુકુળ” જ છે. અને એ રીતે શ્રી ચારિત્રવિજયજીને આધુનિક ગુરુકુળવાસની પ્રથાને સજીવન કરનાર પ્રથમ જૈન શ્રમણ કહી શકીએ.
તેઓશ્રી અનેકવાર ફરમાવતા હતા કે આવી જ્ઞાનસંસ્થાઓ સાધર્મિક વાત્સલ્યનું જ અંગ છે. સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના, પારણા, અંતર વારણા, તપસ્વી ભક્તિ, આયંબીલ તપ, સેવા, સંઘભક્તિ, જીવદયા વિગેરેમાં દાતાઓની ફળદશક બુદ્ધિ હોય છે, પણ તેઓ ખાઈને તેને શું ઉપયોગ કરશે એ સર્વથા જેવાનું હેતું નથી. આ જ રીતે આ સંસ્થાઓમાં જ્ઞાનપ્રાપ્તિ, દર્શનશુદ્ધિ, ધર્મતત્વવૃદ્ધિ ઇત્યાદિ મુખ્ય ઉદેશ હોય છે તેથી પૂજ્યશ્રીએ આ જ્ઞાન પરબ ખેલીને શાસનના ઉદ્ધારમાં અમૂલો ફાળો આપે છે.
જો કે તેમાં હાલ શ્રમણોપાસકે માટે જ જ્ઞાનપ્રાપ્તિનાં સાધન છે. પણ સમાજ દુરંદેશી બતાવી તેના કાર્યવાહકેને ઉત્સાહિત કરી સેંકડે જૈન સાધુઓ તથા સાધ્વીઓ જ્યાં આવી જ્ઞાનપાન કરી શકે એવું ગુરુકુળ બનાવી ૨૦૦૦ વર્ષના પ્રાચીન વાતાવરણને પુનઃ પ્રકટાવે તે પૂજ્ય મુનિશ્રીની ભાવનાને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ન્યાય આપ્યું મનાય. શાસનદેવ દરેકને એ અતુલ શક્તિ આપે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org