________________
શા
સંસ્થા સ્થા થી રૂ૫ લે છે
શ્રી વિજયધર્મસૂરિજી આ વખતે ઉદેપુરમાં હતા. તેઓએ ૫ . મુનિજીને મળવા માટે તેમ જ યાત્રા કરવા કેશરિયાજી આવવા ૪Y લખી જણાવ્યું. તેઓએ પણ કેસરિયાજીનાં દર્શન થશે, સૂરિજીની સાથે કંઈક વિચાર-વિનિમય થશે અને પાઠશાળાને પણ મદદ કરાવી શકાશે, એવા વિચારથી વિ. સં. ૧૯૭૧ ના માગશર વદી આઠમના દિવસે વિહાર કર્યો. આ વખતે પાલીતાણાના જેનોને, પાઠશાળાના વિદ્યાર્થી અને કર્મચારીવર્ગને મુનિજી પ્રત્યે કેવો પ્રેમ હતો તે સ્પષ્ટ જણાઈ આવ્યું. મઢડા સુધી સૌ સાથે સાથે ગયાં. જૂદા પડતી વખતે સૌની આંખમાંથી આંસુ સારતાં હતાં.
મઢડાથી વિહાર કરી તેઓ પિપ વટી ૮ મે ભોયણું આવ્યા. અહીં સ્વ. યોગનિ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મળ્યા. આ અહીં એક ગૃહસ્થની ભાવના થતાં પાલીતાણાથી વિદ્યાથીઓને યાત્રા કરવા બોલાવ્યા. ઉછરંગે યાત્રા સમાપ્ત કરી મુનિજી આગળ વધ્યા. વડાલી થઈ ઈડરગઢની યાત્રાએ ગયા. અત્રે સ્વ. યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય પં. શ્રી અજિતસાગરજીનો મેળાપ થયે. બન્નેએ સાથે જ આગળ વિહાર કર્યો. ફાગણ સુદ એકમે કેશરિયાજી આવ્યા. કેશરિયાજી તીર્થને મહિમા આજે પણ જગજાહેર છે. મુનિજીના ભોળા ને ધર્મપ્રેમી દિલને એ મહિમાને ટૂંક સમયમાં જ પ્રત્યક્ષ પરિચય થયો. કેટલાક દિવસ અહીં રોકાઈ મુનિજી સૂરિજીને મળવા ઉદેપુર ગયા.
એ બાબત પહેલાં પણ કહેવાઈ ગઈ છે કે સૂરિજી અને મુનિજી વચ્ચે સદ્ભાવ લાંબા વખતથી હતું, તેમ જ સૂરિજીના દિલમાં તેમની કાર્યશક્તિ માટે, લીધેલું કામ પાર પાડવાની તમન્ના અને ધર્મશૂરવીરતા માટે ઘણું માન હતું. તેઓ ઘણી વાર રમૂજમાં તેમને “પ્રસિદ્ધ વીર ખુદીરામ બાઝના ઉપનામથી સંબોધતા. મુનિજી ઉપર તેમને અપૂર્વ પ્રેમ હતો. મુનિજીના દેહને સહેજ સુકાયેલો તાંની સાથે જ તેમણે કહ્યું.
“ચારિત્રવિજય! શરીર સાચવીને કામ કરે ! શરીર સારું હશે તે ઘણીય સેવાઓ થશે.”
જો કોઇ વાતની જનતા કાળામ
gan Education International
For Personal & Private Use Only
ser