________________
'
'
I miss
SuJtE
: ૧૯ઃ
મતભેદ મતભેદ એ તે જગત જેટલી જ અનાદિ વસ્તુ છે. કેઈ બુદ્ધિ ધરાવતે જીવ એનાથી પર રહી શક્તો નથી. એવા જ કઈ મતભેદે સૂરિજીના અને મુનિ ચારિત્રવિજયજીના દિલને અલગ કર્યું છે, એ ઉદેપુરની ટૂંકી મુલાકાત દરમ્યાન તરત જ જણાઈ આવ્યું. સ્નેહની અપૂર્વ ભાવના પાછળ કેઈ વિસંવાદી તો એમાં વિષ ભેળવી રહ્યાં છે, એ વાત બરાબર સ્પષ્ટ થઈ. આ મતભેદનાં નિમિત્તો નજીવાં હતાં. પણ પડખિયાઓનાં, હિતશત્રુઓના પ્રયત્ન એને વિષદ રૂપ અપાયું હતું અને એ રૂપ એટલે સુધી લઈ જવામાં આવ્યું હતું કે જ્યાં સમજુતી જ ગેરસમજુતીની જનેતા થાય. છતાંય કેટલીય વાટાઘાટો ચાલી, પણ મત-ઐકયતા ન થઈ શકી. જૈન સમાજના કમનસીબે સમાજપટ પર વહેતે સંયુક્ત જલધોધ બે ભાગમાં વિભક્ત થયો.
કેટલાક માનસશાસ્ત્રથી અનભિજ્ઞો આ બાબતને બહુ મહત્તવની નજરે નિહાળી એકબીજાની મહત્તાને ઓછી કરવા છીછરે પ્રયત્ન કરે છે. પણ તેઓ અહીં જગતના નિયમને ભૂલે છે. મહારાષ્ટ્રને જાહેર જીવનના એક વખતના અગ્રણીઓ લેકમાન્ય ટિળક અને ભેખધારી આગરકર એક વખત “એક હતા, કાળે મતભેદથી જુદા પડ્યા. પળવાર વાતાવરણ વિચિત્ર બન્યું ને
(Witઈ
CSC
-
કે
-
Jain Education International
For Personal & Private Use Only
ર www.jainelibrary.org