________________
खण्ड
રણમાંથી મુકત થવા મહત્વતાને સમજે છે. એમ જ્યારે રામરત્નછની સર્વ શક્તિની કસોટી. પૂ. ગુરુદેવે કરી અને તેમાં સાંગોપાંગ પસાર થયા ત્યારે
આજે આપણે જે અપૂર્વ અવસરને પામવા ભાગ્યશાળી બન્યા છીએ તે પરમઉપકારી શ્રી ભાગવતી દીક્ષાને મહાન પ્રસાંગ ઉપલબ્ધ થયે.
ખરેખર ધન્ય છે આ મહાન આત્માને કે જે અવસરે આપણે આ સંસારમાં પ્રવેશ કરવા–પ્રભુતામાં પગલાં માંડવાનું સમજી-લગ્નના વરઘોડે ચડીએ છીએ ત્યારે આ કમળ-સુકમળ-કિશોર સંસારને ત્યાગ કરવાના પંથે પડે છે. સમજાતું નથી કે પ્રભુતામાં પગલાં માંડવાં તે આનું નામ કે પછી આપણે સંસાર વધારવાના કારણ રૂપ ગ્રહ સંસારમાં પ્રવેશ કરીએ એનું નામ?
હા ભાઈ હા? ચાલ ચાલ વાતોમાંને વાતમાં આપણે તે પાછળ જ રહી ગયા વરઘોડે તે આગળ જ ચાલવા માંડે છે.
અને બંને પ્રવાશીઓ-જે દૂર દૂરથી વિરલ વિભૂતિ પૂ. ગુરૂદેવનાં દર્શન કરી પાવન થવા અને કીશોર વયે સંસાર ત્યાગનાર ભાગ્યશાળી કિશોર-રામરત્નજીને નીરખી એનું અનુમોદન કરી પૂન્ય સંચય કરવા ખાચરેદમાં આવ્યા હતા તે આગળ ચાલ્યા.
પાછળ રહી ગયેલા પાંચ સાત હતા જે દીક્ષાર્થી કિશોરના જીવન વિષે પિત પિતાની જાણ કરી એક બીજાને જણાવી રહ્યા હતા. આમાંથી ચાર પાંચ વરડા ભેગા થઈ ગયા પરંતુ બે બાકી હતા એમની વાત તે હજુ પુરી જ હેતી થઈ
વાત વાતમાં એકે કહ્યું અને જાણે છે આટલી નાની વયમાં પરાક્રમ પણ કેટલાં કર્યો છે આ કિશોરે? એક વખત મામાની દુકાન પર રાત્રે બે ચાર મિત્રો સાથે બેઠા હતા રાતના બારેક વાગ્યા હશે, ત્યાં સામેની દુકાનના મેડા પર પ્રકાશ દેખાય અને બારી ખાલી એક માણસ નીકળ્યો અને તે જવા વાટે નીચે ઉતર્યો, રામરત્નજીએ આ જોયું અને એકદમ સમજી ગયો કે આ કઈ ચેર છે. અને તરત જ મિત્ર મંડળીને પડતી મૂકી ચેર ચેર કરતા એ તે ચોરની પાછળ દેડ્યા.
તે જાણે છે. આપણે તો આજે ચાર ચાર બૂમો મારતા જ ઉભા રહીએ છીએ ત્યારે ચોરની પાછળ જવાની હિંમત કેઈની ચાલે છે ખરી? પણ આતે હતા હિંમતવાન અજબ આત્મશકિતના ધણી, એ દેડયા અને પકડી પાડો ચેરને મુદ્દામાલ સાથે, અને ખરેખર સરકારે પણ આ બાલવીરની કદર કરી ઈનામ આપ્યું, આવા આવા તે કેટલાય પ્રસંગ આટલી નાની વયમાં બન્યા હશે? આપણને તે યાદ પણ કયાંથી હોય.
ખરેખર ધન્ય એમની હિંમતને? ધન્ય એમની આત્મ શકિતને?? અરે હા પણ આપણે તો પાછળ જ રહી ગયા પાછળ રહીશું તે દીક્ષાને પ્રસંગ દુરથી જ દેખાશે ચાલો ચાલો વરઘોડાની આગળ જઈ સારી જગ્યા લઈ આગળ બેસી જઈએ એટલે આ મહાન પ્રસંગ તે સંપૂર્ણ જોવા મળે!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org