________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
जीवन
અને બંને ભાવુકે એ પગ ઉપાડયા જેરથી.
અને અસંખ્ય માનવ મેદની સભાકારે બેસી ગઈ વચ્ચ-મધ્યમાં. સમવસરણ આકારના ત્રીગડા પર પરમ વિતરાગ પ્રભુની પ્રતિમા બીરાજમાન કરવામાં આવી હતી અને વિતરાગ પરમાત્માની–ચતુવિધ શ્રીસંઘની સાક્ષીએ-પૂ. ગુરુદેવે રામરત્નજીને ચારિત્રના સંયમના પ્રતિક સમાન છે અને મુહપતી અર્પણ કર્યો-પોતાના શિષ્ય બનાવ્યા.
એમનું નામ પડયું મુનીરાજ શ્રી. યતીન્દ્રવિજયજી,
લગભગ છ દસકા પહેલાંને આ પ્રસંગ જોનારને આજેય આંખ આગળ તરવરે છે. સાઠ સાઠ વરસનાં હાણું વાવા આવ્યાં એક વખતના શ્રી. રામરત્નજી તે વખતે મુનીરાજશ્રી યતીન્દ્રવિજયજી બન્યા હતા-સવંત ૧૯૮૦માં જાવરા નગરમાં એમને ઉપાધ્યાય પદ પ્રદાન થયું અને..........
સંવત ૧૯૫ માં વૈસાખ શુકલા દશમીના દિવસે આહિર નગરમાં અપૂર્વ મહોત્સવ પૂર્વક આચાર્ય પદવી પ્રાદાન કરવામાં આવી અને.....
સાઠ સાઠ વરસોથી શૂદ્ધ સંયમના પંથે વીરનાર પૂ. ગુરુદેવે છ દસકાઓમાં કેટલાં મહાન કાર્યો કર્યા એની ગણત્રી કરવા જઈએ તો પારજ કેમ આવે ?
- વિરલ વિભૂતિ પૂ. ગુરૂદેવશ્રી વિજય રાજેન્દ્રસૂરિશ્વરજીએ રચેલ શ્રી અભિધાન રાજેન્દ્રકોષનું સંપાદન–અને સંશોધન પ. પૂ. ગુરૂદેવશ્રી શાન્તમુતિ સાહિત્ય વિશારદુ
શ્રી. મદ્વિજય ભુપેન્દ્રસૂરિશ્વરજી સાથે રહીને કર્યું, કેટલાય સ્થાને પડેલા વિખવાદેને દૂર કરી એકતાની સ્થાપના કરી, કેટલાંય નગરમાં પ્રતિષ્ઠા અંજન સલાકાએ કરાવી ઉપઘાનતપ નવપદ આરાધનતપ અને એવાં એવાં બીજા પણ ઘણાં તપની આરાધના કરી-કરાવી. શ્રી લક્ષ્મણીજી ભાંડવપુર મેહનખેડાદિ તીર્થોનો ઉધાર પણ પૂ. વર્તમાનાચાર્યના સદુપદેશથી જ થયે. અને સાહિત્યના ક્ષેત્રમાં પણ અનેક સંસ્કૃત પ્રાકૃત-ગ્રંથો ગદ્ય પદ્ય રૂપે લખી મહાન ફાળે આવે અને છેલ્લે પિતાના ઉપકારી-સમાજના પાપકારી પ્રભુ શ્રી વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજનો નિર્વાણ અર્ધ સતાબ્દિ મહોત્સવ પણ એમના જ સદુપદેશથી શ્રી મેહનખેડા-રાજગઢ કે જ્યાં સ્વ. પૂ. ગુરુદેવ વિરલ વિભૂતિનું નિર્વાણ હતું છે ત્યાં એટલા માટે મનાવવામાં આવ્યું કે,
સમાજની આજની વેર વિખેર પરિસ્થિતિને સંગઠન રૂપે વણવા, જૈન ધર્મનું સાચું સ્વરૂપ દુનિયાને બતાવવા. દેશભરના અગ્રેસરે અને બીજા પણ અનેક જને સાથે મળી ચર્ચા વિચારણા કરી સમાજોદ્ધાર દેશદ્વાર અને માનદ્ધાર કરનાર શાશ્વત ધર્મના પંથને સમજે અને દુનિયાને સમજાવે. [ સાથે જ ગુરુદેવના સ્મારક રૂપમાં શ્રીમદુરાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રન્થ પણ પ્રકશિત કરાવ્યો. જેને જૈન અને જૈનેતર વિદ્વાનોની કસાયેલી કલમથી સમૃદ્ધ બનાવામાં આ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org