________________
खण्ड
“રૂણમાંથી મૂક્ત થવા”
७३
હેતે અને દુકાનમાં પણ પોતાની ગેર હાજરીમાં કેઈકની જરૂર હતી. તે રામરત્ન મામાને પૂરેપૂરા સહાયક નીવડયા અને થોડા સમયમાં તે દુકાનમાં ધ્યાન આપી વાણિ જયની કલાને હસ્તગત કરી પણ કહ્યું છે કે :
આદર્યા અધવચ રહે હરિ કરે સો હોય.”
માણસ કરવા શું ધારે છે, અને કરવા બેસે છે. પરંતુ ધાર્યું ધણુનું–કર્મનું જ થાય છે. પિતાનું ધાર્યું નથી જ થતું. “હરિ” એટલે “કર્મ સત્તા” અને કર્મ સત્તા જે કરાવે તેજ કરવું પડે છે. કર્મસત્ત ની આગળ કેઈનું ચાલ્યું નથી. કરેલાં કર્મો અનુસાર સારા નરસાં ફળ ભેગવવાનો સમય આવે ત્યારે તે ભગવ્યા વિના ભાગી છૂટાતું નથી.
જેમણે જેન શાશનની સેવા કાજે આ કાયામાં પ્રવેશ કર્યો છે. જેઓનું સાધુસાવી-સમુદાયના નાયક થવા નિર્માણ થયું છે. જેઓના હાથે અપૂર્વ ગ્રંથના નિર્માણ થવાનું કાર્ય નિશ્ચિત થઈ ચુકયું છે. એવા મહાન ભાગ્યશાળી આત્મા આ-સંસારના ગંદા ખાબોચીઆમાં પડે પડે વેપારીની ઉપાધીઓમાં કયાંથી રહી શકે ? એવા પરમ પૂજ્યશાળી આત્માને માટે તો એ આત્માના આ કાયામાં પ્રવેશ સાથે એમના માટેનાં મહાન કાર્યોની પૂર્વભૂમિકા પણ તૈયાર થઈ ચુકે છે.
ઉજજૈનમાં ભરાતા સિંહસ્થ મેળામાં ગયેલા રામરત્ન જયારે શ્રીમક્ષીજી તીર્થમાં બીરાજમાન શ્રી. પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી પાછા ફરે છે, ત્યારે રસ્તામાં જાણવા મળે છે કે “સીથીલાચારી શાસકોની સાન ઠેકાણે લાવનાર કિયોદ્ધારક મહાન તપસ્વી વિદ્વદુ શીરોમણી પ્રભુશ્રી વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી મહારાજ મહેન્દપુરમાં બીરાજે છે.
અને રામરત્નજી પણ મહેંદપુર આવા મહાન યોગીરાજનાં દર્શન કરવા આવી પહોંચ્યા, મહાન વિભૂતિનાં દર્શન કર્યા-પાવન થયા અને બેઠા ત્યારે?
ત્યારે આ કિશોરના મુખની કાન્તિ અને ગંભીરતા જોઈ પૂ. ગુરૂદેવને પણ લાગ્યું કે અવશ્ય આ આત્મા પણ પિતાના પંથે પંથે ચાલી “શાશ્વત ધર્મના પ્રચારનો ભેખ ધારણ કરવાને યોગ્ય છે જ કહ્યું છે કે,
રણ ચઢયે રજપુત છુપે નહિ, સૂર્ય છુપે નહિ બાદલ છા માંગણ આવે દાતા છૂપે નહિ, એગી છુપે નહિ ભભૂત લગા.
મતલબ કે લક્ષણ છુંપાં રહી શકતાં નથી પછી ભલે સારાં હોય કે નરસાં અને પૂ. ગુરૂદેવે એ સુલક્ષણ સુકુમારને પૂછયું.
કયાં રહે છે ભાઈ? પહેલાં તે ઘેલપુર રહેતો હતો પરંતુ હાલ ભેપાલ રહું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org