________________
૭૨
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
जीवन
એમનું નામ છે રામરત્ન ! નામ એવાજ ગુણ એમનામાં, સવંત ૧૯૪૦ ના કારતક સુદ બીજના દિવસે એક ભાઈ બહેનના ભાઈ તરીકે રજપુતાનાને ઘેલપુર નગરમાં એમનો જન્મ થયો, એમના ભાગ્યશાળી પિતાનું નામ શ્રેષ્ટિવર્ય શ્રી. વૃજલાલજી અને એ રત્નકુક્ષીની ધારક ભાગ્યશાળી માતાનું નામ ચંપાકુવર,
તે એ ભાગ્યશાળી માત-પિતા પિતાના પુત્રના મહાપંથના પ્રયાણના સમયે કેમ દેખાતાં નથી!
ભાઈ? પૂર્વ કર્મની ગતિ ન્યારી છે કહ્યું છે એક કવીએ કે - બાળ પણમાં કોઈનાં માતા પિતા મરશો નહિ.'
–છતાં રામરત્નની ઉમર બાર વરસની હતી અરે સમજોને કે આજથી બેએક વરસ ઉપર જ સંવત ૧૯૫૨ ના બૈસાખ મહીનાનો સુર્ય અસ્તીલે પહોંચ્યો હતો ત્યારે શ્રેષ્ટિવર્યશ્રી વૃજલાલજીને આત્મા આ પીંજરાને છોડી જવાની તૈયારી કરવા લાગે હતે-બસ્તરા પેટલા બાંધવા માંડયા હતા. અને ખરે જ એ દિવસે પાંચમા પ્રહરે વૃજલાલઇને આત્મ યમરાજના રથમાં બેસી આ નાશવંત શરીર-કાયાના પીંજરને છોડી અન્યત્ર ચલ્યો ગયો.
હા પણ એ ભાગ્યશાળી માતા?
સાંભળે તે ખરા જેટલી ખબર છે એ બધું જ ટૂંકમાં કહું છું “માતાને વિયેગ તો આબાળકને છ છ વરસથી થઈ ગયા હતા, એમને માટે નાની ઉંમરમાં આ દુઃખને અસદા થઈ પડે જ ને? પરંતુ...
સુખમાં કદી ના છકી જવું, દુઃખમાં ના હિંમત હારવી.
સુખદુઃખ સદા ટકતાં નથી, એ વાત ઉર ઉતારવી. એ રીતે સુખ દુઃખમાં સમાનતા રાખવાની સમજ આપનાર જેનાગમન જેને પૂર્વભવમાં સમાગમ થયે હેય એવા ભાગ્યશાળી ભવ્ય આત્માને આવા પ્રસંગે પણ દુઃખ ડરાવી શકતું નથી. કર્મની ગતિને જેણે જાણે છે તેને માટે સંસારના સુખ દુઃખ બંને સરખાંજ છે.
છતાં પણ રામરત્નત સંસારમાં સર્વની નજરે તે બાળક જ હતાને?
હા અને એટલેજ એ બાળકને આધાર તુટી પડતાં સૌ કોઈને સહજ ભાવે સહાનુભૂતિ થાય તે પછી આ તે હતા એમના સગા મામા, એમનું નામ હતું ઠાકરદાસ, લેપાલના એ વેપારી, બનેવી ને દેહકાળ જાણે તેઓ અહીં આવ્યા અને પિતાને દોર ભાણેજને લઈ ગયા.
ધન્ય છે એ મામાને કે આવા ભાગ્યશાળી ભાણેજના પગલે ઘર પાવન થયું. અને ખરેખર ભાણેજ રાતરત્ન આવતાં મામાને બેવડે લાભ થયે એકતો એમને પુત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org