________________
૭૦
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
जीवन
એ આપની શકિત બહારની વાત છે. રાજ્યને કાયદો-એ કાયદાનું ખંડન કરનાર પરજ ચાલી શકે, અન્યત્ર નહિ. કિશોરે જવાબ આપે.
તો શું બાલ દિક્ષા એ બીન કાયદે-અનુચિત કાર્ય નથી !
નહિ નહિ કદાપી નહિ, મને સમજાતું નથીકે સર્વ અનર્થોના મૂળ સમાન બાળ-વિવાહ પર આંખ આડા કાન કરનારો કાયદો સન્યાસ જેવા શુભ કાર્યોમાં જ વિક્ષેપ નાખી શકે છે? એમ ન સમજતા કે બાળક નાનું હોય છે તેમ એનું ભેજું પણ નાનું હોય છે ! નાના બાળકમાં પણ સાઠ વરસના બૂઢા બુઝર્ગ જેટલી બુદ્ધિ કર્મ બળે-પૂર્વ કર્મના યોગે ભરેલી હોય છે. અરે ઘણી વખત એક બૂઢા કરતાં બાળક વધુ બુદ્ધિશાળી પણ તમને મળી આવશે. આ સંસારની અકળ લીલાને પાર પામવાના રસ્તે કેવળ-બૂઢા કે આઘેડજ જઈ શકે એવો કઈ કાયદે નથી અને કાયદો થઈ શકે પણ નહિ એ રસ્તે તે દરેકને જવાની છુટ છે, પછી ભલે એ બાળક હોય વૃધ્ધ યુવાન હાય કે આધેડ સ્ત્રી પુરૂષ હોય. કાયદો એમને કંઈ કરી શકતું જ નથી આત્માના માર્ગે પુદ્ગલની તાકાત નથી કે આડે આવી એ માગને રેકી શકે ? અને યાદ રાખજો કે જે રાજ્ય કે દેશમાં ધર્મની ઉન્નતિ નથી થતી તે રાજ્ય કે દેશની પડતીની નિશાની છે ધર્મ એ ધર્માચાર્યોનું ક્ષેત્ર છે. એમાં રાજા કે એમને અધિકારીઓએ હસ્તક્ષેપ કરવો
ગ્ય નથી જ. હાં ! પણ આતે થઈ એક રાજયની કાયદાની ફરજના વાત! તમારે તે તમારી ફરજ બજાવવાની છે ને? તે સંભાળે, તમારા પશ્નનો વગર પુછે જવાબ :
હું ઉમરમાં ભલે નાનો હેલું પરંતુ હું એટલું સમજી શકું છું કે હું શું કરું છું? કરું છું તે યોગ્ય જ કરું કે અયોગ્ય ? મને મારા હિતા હિતની સંપૂર્ણ સમજ છે અને એ સમજવાની શકિત મારા આત્મામાં છે. હું જૈન છું. જૈન ધર્મની સેવા કરવાની મારી ફરજ છે અને એ સેવાને ભેખ ધરવા માટે જ પુ. ગુરૂદેવશ્રી પાસે આવ્યો છું અને એ ભેખ આ અડતાલીસ કલાકમાં જ ધારણ કરવાને અને ધારણ કરીને શેભાવવાનો. બોલે હવે છે કંઈ પુછવાનું! કઈ પણ કાયદે વ્યકિતના મરજીઆત કાર્યને રોકી શકતો નથી જે એ કાર્યથી દેશ-દુનિયા કે સમાજને નુકશાન થતું ન હોય, તો પછી આતો ધર્મ દેશ દુનિયા અને સમાજના શ્રેયનું કામ છે. એને રોકવાની તાકાત કેઈની નથી.
એક નાના બાળક ગણાતા દિક્ષાથી કિશોરની સાથે વાર્તાલાપ સાંભળી બને રાજયાધિકારીઓ અવાક બની ગયા અને દિક્ષા ગ્ય જ છે. અને લેનારની મરજીથી જ અપાય છે એ રાપર્ટ લખી પૂ. ગુરૂદેવની અવિનય બદલ ક્ષમા માંગી બંને આવ્યા હતા એવા જ પાછા ગયા.
કણ જેણે આજે પણ આપણી સરકાર “ બાલ સંન્યાસ પ્રતિબંધ જેવાં બીલો લાવે છે પછી ભલે એ પસાર થયા વિના જ પડયાં રહેતાં હોય–પરંતુ આ સરકારમાં બેસનાર એટલું પણ નહિ સમજતા હોય કે પાપ-પુન્ય, આભવ-પરભવ જેવી કર્મ ફીલોસોફીને સારી રીતે જાણવાવાળા જૈનોનાં બાળ ભલે ઉમરમાં નાના હોય પરંતુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org