________________
રણમાંથી મૂકત થવા”
-
૨
તે કરીલેને ભાઈ તપાસ, મારી કયાં મનાઈ છે? પૂ ગુરૂદેવે કહ્યું.
પરંતુ ગુરૂદેવ ? અમને તે સમજાતું નથી કે અમારે આ માટે તપાસ કયાં કરવી અને શું કરવી? અમે માનીએ છીએ-માનતા થઈ ગયા છીએ કે આપના વરદ હસ્તે થતું કેઈપણ કાર્ય સમાજ ગામ-દેશ અને દુનિયાના લાભનું જ હશે?
પણ ભાઈ? ફરજ તમારા મંતવ્યથી પૂરી નથી થતી તમારી? તમારી ફરજ તે તમારે જે કરવાનું છે તે સંપૂર્ણ રીતે કરીને પૂરી કરવી જ જોઈએ. શરમાશે નહિકચવાશે નહિ–જુઓ સામે જે કિશોર અભ્યાસ કરી રહેલ છે. એને જ પરમ દિવસે દીક્ષા આપવામાં આવશે. જાઓ એને પૂછવું હોય તે પૂછી તમારી શંકાઓનું તમારા કાયદાની કલમોનું નિરીક્ષણ કરીલે.
અને બંને અધિકારીઓ જ્યાં દિક્ષાથી શિર વાંચન કરી રહ્યા હતા ત્યાં ગયા આજનો ચૌદ વરસને બાળક? પિોલીસનું નામ સાંભળી ઘરના ખૂણે સંતાઈ જાય છે.
જ્યારે આ ચૌદ વરસના કિશોરમાં-બાળકમાં કેટલી હિંમત હતી અને આ પ્રસંગ સગે પાંગ નજરો નજરે જોનારને જ ખબર પડે.
ખાખી કપડાં, માથે સારજંટની ટેપી, હાથમાં દંડે, અકમરમાં રીવર, સાથે મોટી કાગળીઆઓની ફાઈલ. આવું મોટું સ્વરૂપ છતાં આ કિરતે વાંચનમાંજ તલીન રહ્યા ત્યારે બેમાંથી એક અધિકારીએ પૂછયું; આપનું નામ કહેશે ?
મહેરબાની કરી પરમ દિવસે જ આ ટાઈમે મારું નામ પૂછવા તકલીફ લે તે સારું, કારણ જે નામની સાથે સંબંધ હું તાત્કાલિક છેડવાજ માંગું છું તે નામ પણ હવે બોલવું એ કર્મબંધના કારણ રૂપ હું માનું છું અને એટલે કહેવાને અસમર્થ છું.
અચ્છા તે? આપના પિતાશ્રીનું નામ આ પણ એવો જ પ્રશ્ન છે. એટલે જવાબ શું આપું ? તે પછી આપની જ્ઞાતી અને ગામ તે કહેવામાં વાંધો નથી ને?
કેમ ન હોય, જે નાનકડી જ્ઞાતીના ગેળને છેડી. સમગ્ર માનવ સમાજની સર્વ જાતીઓને પોતાની બનાવવા પગરણ માંડ્યું છે. જે ગામને-નાનકડા ગામને ત્યાગી આખી અવનીને પિતાનું ગામજ સમજવા અને એ પ્રમાણે વર્તવા-પ્રસ્થાન કરવાની તૈયારીઓ કરી ચૂક્યો છું તે પછી જે છોડવાનું છે તેનું નામ શામાટે લેવું જોઈએ-જે ગામ જાવું નહિ તેને રસ્તે પૂછવાથી શું ફાયદે? આવા સંસાર વિષયક સ કુચિત પ્રશ્ન પૂછી આપનો અને મારે અમૂલ્ય સમય શા માટે ગુમાવતા હશે! કિશોરે નમ્રતા પૂર્વક કહ્યું.
- ત્યાં રાજ્યાધિકારીઓએ જરા ધમકી આપી સ્વરૂપ બતાવી કહેવા માંડયું, તે પછી આપને અમે દિક્ષા નહિ લેવા દઈએ;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org