SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જગદ્ગુરુશ્રીનેમિપ્રભુના સાનિધ્યમાં પદાર્થ પ્રત્યે નિરીહ, શરીર પ્રત્યે નિર્મમ, દઢ સંકલ્પશાળી, દઢ સત્ત્વશાળી, ગીતાર્થતાદિ સદ્દગુણોની સૌરભ જેમને મળી..... | તેવા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ શ્રીનેમીનાથભગવંતના ચરણોમાં રહીને લાંબો સમય સંયમની સાધના કરીને અંતે ભવપર્યાય પલટીને ગિરનારતીર્થના રક્ષક થઇને આવેલા આ મહાપુરુષ ! ટુંકા સમયમાં ભવભ્રમણનો અંત લાવવા અને શાસનનું ઋણ અદા કરવા આ કલિયુગમાં મનુષ્યભવના પર્યાયરૂપે અવતરી, ઉત્તમ સદ્ગુરનો પર્યાય ધારણ કરી મહાન-વિરલ વિભૂતિનું સ્વરુપ ભોગવીને જે માર્ગે આવ્યા તે જ માર્ગે પરમપદ તરફ પ્રયાણ કર્યું. પૂજ્યશ્રીના સ્વમુખે તથા પ. પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી ભગવંતના મુખે કયારેક કયારેક જાણવા મળેલી સાંકેતિક પ્રેરણાઓ યોગ્ય આત્માઓના આત્મહિતાર્થે અત્રે રજૂ કરેલ છે...... | પૂજ્યશ્રીને શરઆતના સંયમજીવનના વર્ષોમાં વડદાદા ગુરુદેવશ્રી પૂ. દાનસૂરીશ્વરજી મહારાજાનું સાંનિધ્ય મળેલું પૂજ્યશ્રી વડીલોનું ચિપ્રસન્ન રહે તેવી વૃત્તિ-પ્રવૃત્તિને ધારણ કરતાં અને આત્મવિશુદ્ધિ, સમર્પણભાવ તથા વૈરાગી જીવનથી સહજરીતે પૂરા આશિષને મેળવતા હતા સ્વર્ગમાં ગયા પછી પણ વડદાદા | ગુરુદેવ તેમને નિરંતર સહાયમાં રહીને ટુંકા સાંકેતિક બોધ વાક્યો આપીને તેમનો શાસનસેવાનો માર્ગ સરળ અને સુંદર બનાવતાં. | પૂજ્યશ્રી આણધાર્યા-ઓચિંતાના ગમે તે સમયે જે નિર્ણયો લેતા અને તેને ઘણા વિનોની વચ્ચે દઢતાથી વળગી રહેતાં તેની પાછળનું રહસ્ય પૂ. વડદાદા ગુરુદેવનો તે રીતે કરવાનો સાંકેતિક આદેશ-સંદેશરૂપે મળતો હતો તેને પુરા બહુમાનપૂર્વક પાલન કરી આનંદ અનુભવતા તેથી પૂજ્યશ્રીની દરેક ક્ષણ ગુરુદત્ત અને પ્રભુદત્તના અનુભવપૂર્વક પસાર થતી. બીજી બાજુ શ્રી નેમિનાથ ભગવાન પ્રત્યેની અવિહડ પ્રીતિના માધ્યમે શાસનદેવી પૂજ્યશ્રીની હરક્ષણે સેવામાં હાજર રહેતા. શાસનના ઘણા વિકટ કાર્યો સરળ રીતે કરાવતા. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ સહસાવન કલ્યાણકભૂમિનો જિર્ણોદ્ધાર છે. વિકટ-ગીચ જંગલ જેવા સહસાવનમાં અજૈનોના પૂરા વિરોધ તથા અન્ય વિદનોની વચ્ચે શ્રી નેમિનાથની દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણકભૂમિનો સમવસરણ મંદિર દ્વારા ઉદ્ધાર કર્યો. આ ઘણું વિકટ કાર્ય શાસનદેવીના સાંનિધ્ય અને સહાયથી કરી શકાયું. જો કે તે કાર્ય સંપાદન થતાં પૂર્વ મનોરથ થતો તે સમયે.... | ગિરનારના જોગી પૂજ્યશ્રી ! ગિરનાર યાત્રાએ પધાર્યા. અપૂર્વ ભાવથી યાત્રા કરી, રોમાંચિત દેહે શ્રીનેમિપ્રભુના દર્શન કર્યા, પુલકિત હૃદયે કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી જાણે ગિરનાર પ્રત્યેની અને શ્રી નેમિનાથભગવાન પ્રત્યેની ભવાન્તરની પ્રીતિ ન હોય. તેમ બે-ત્રણ યાત્રાએ સંતોષ ન થતાં નવ્વાણુ યાત્રાના મનોરથજાગ્યા. વારંવાર ગિરનારમાં શ્રીનેમિપ્રભુના સાંનિધ્યમાં રહેવાનું મન થયું નિત્ય ચઢતા ભાવોથી નિર્દોષ ગોચરી-પાણી દ્વારા સંયમજીવનની શુદ્ધિપૂર્વક નવ્વાણું યાત્રા કરી તે સમયે ગિરનારના કણેકાગને ભક્તિભાવથી આત્મસાત્ કર્યા એક-એક આત્મપ્રદેશે જગદ્ગુરુશ્રીનેમિનાથભગવંત વસી ગયા, જયાં પ્રભુ છે ત્યાં પ્રભુના ભક્તો છે. ગિરનાર તીર્થ તથા શ્રીનેમિપ્રભુની અધિષ્ઠાયિકા શાસનદેવી અંબિકામાતા આ ગિરનારના જોગી ઉપર ખુબ પ્રસન્ન થયાં નવ્વાણુમાં જ સહસાવન તીર્થના ઉધ્ધારનો મનોરથઆપ્યો અને સતત સહાયમાં રહીને ઘાણા અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા. | એક દાયકા પૂર્વનો જગવિદિત પ્રસંગ યાદ આવે છે અમારું સં. ૨૦૪૬ નું ચાતુર્માસ જુનાગઢ નક્કી થયું અને પૂજ્યશ્રીનું ચાતુર્માસ ધોરાજી નક્કી થયેલું ત્યારબાદ વૈશાખમહિને સુપુણ્યશાળી રજનીભાઇ દેવડી તથા ચંદુભાઇ ગિરનારમાં પૂજ્યશ્રીની પાસે આવ્યા, આવતા વર્ષે શત્રુંજય તીર્થાધિરાજના મહાઅભિષેકની ભાવના જગાવી અને આપ પધારો તેવી વિનંતિ કરી. તે સફળ થાય તેવા શુભાશિષ મેળવ્યા. રજનીભાઇએ જણાવ્યું કે સકળ તપાગચ્છના શ્રી સંઘની સાથે સમગ્ર સાધુ-સાધ્વીજી ભગવંતોના સમુદાય સાથે શ્રી ગિરિરાજ તથા શ્રી યુગાદિપ્રભુના મહાઅભિષેક કરવાના મનોરથો જાગ્યા છે. ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે “જો તું અભિષેકના પુણ્ય પ્રસંગે શ્રી સંઘને ભેગો કરે છે તો મારા દિલમાં સંઘના વિભાજનનું દુ:ખ છે તે આ પ્રસંગે સંઘ એકતાના કાર્યથી દૂર થઇ શકે તેમ છે.'' આ ભાવના સાંભળતાં રજનીભાઇએ અતિખુશ થઇને જણાવ્યું કે અભિષેક બાદ બધા જ મહાપુરુષની સાથે આદીશ્વરદાદાના સાંનિધ્યમાં વિચારણા કરીને શ્રીસંઘ એકતાની ભાવનાને સફળ કરીશું, આપ પધારો કાર્ય સફળ બનશે. મને અભિષેકની સાથે-સાથે શ્રી સંઘની એકતા અને આપશ્રીજીના પારણાનો ત્રિવેણી લાભ મળશે. ગિરનાર શ્રીનેમિનાથપ્રભુના સાનિધ્યમાં સુસંકલ્પ કરીને જણાવ્યું કે આપશ્રીજીનું ચાતુર્માસ ધોરાજી ને બદલે જુનાગઢ થાય તો આ અંગેની વિચારણા શ્રીનેમિનાથભગવાનના સાનિધ્યમાં કરવાથી વિશેષ પ્રેરણા મળે. પૂજ્યશ્રીએ પણ જુનાગઢ ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું.
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy