________________
રજનીભાઇ પણ મહાઅભિષેક પ્રસંગે પૂજ્યશ્રીની પાસે માર્ગદર્શન લેવા જુનાગઢ આવતાં જેમ-જેમ અભિષેકના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ હૃદયમાં આનંદની ઉર્મીઓ ઉભરાવવા લાગી.... ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી જુનાગઢ થી પાલીતાણાનો પદયાત્રા સંઘ લઇ પાલીતાણા પધાર્યા. રજનીભાઇની આગ્રહભરી વિનંતીથી ઘણા મહાપુરુષો સાધુ-સાધ્વીજી ભગવંતો સહિત શ્રી ચતુર્વિધ સંઘ પધાર્યો હતો. રજનીભાઇની સાથે રહેલ શાંતિભાઇની ભક્તિ પણ અવિસ્મરણીય હતી. મહાઅભિષેકની જે ધન્યપળોની મહિનાઓથી કાગડોળે રજનીભાઇ રાહ જોઇ રહ્યા હતા તે ધન્ય ઘડીઓ આવી ગઇ ! અને તેમના ભાવો પણ જાણે સિદ્ધગિરિના શિખરે આંબવા મથી રહ્યા ન હોય ? તેવા આસમાને ચડ્યા હતા.
આચાર્યભગવંત આદિ મુનિગણ તથા શ્રીસંઘ સાથે શ્રી ગિરિરાજ ઉપર નક્કી કરેલ સ્થાને પધાર્યા. મંગલાચરણ, મંત્રોચ્ચાર સહિત ભક્તિના સૂરોની વચ્ચે અપૂર્વ આનંદ અને અહોભાવપૂર્વક હર્ષાશ્રુ સહિત અભિષેક કર્યો. ગિરિરાજના અભિષેકના અપૂર્વ આનંદમાંને આનંદમાં દીલ દઇને નાચ્યા, ત્યાંથી શ્રીસંઘ સાથે ઉપર દાદા પાસે પહોંચી ગયા. દાદાના ચરણોમાં અનહદ અહોભાવથી ઝૂકી પડ્યા. આ ભાવોમાં રમતાં રમતાં દિવસ પસાર થઇ ગયો. ભાવોનો વેગ સમય જતાં વેગીલો બનતો ગયો ત્યાં જ અચાનક રાત્રીના અતિહર્ષના
કારણે જાણે વિશિષ્ટ કોટીનું મહાપુણ્ય ભાગવવા હવે આ ભવ સમર્થ ન હોય તેમ નમસ્કાર મહામંત્ર સાંભળતાં જ દેહને શ્રી રજનીભાઈએ ગિરિરાજના ચરણોમાં ઢાળી દીધો અને દિવ્યભવને ધારણ કર્યો. શ્રીસંઘ એકતાની ભાવના મનમાં જ રહી ગઇ.
આ બનાવથી પૂજ્યશ્રીને થયું કે હજી સમય પાક્યો નથી માટે સંઘ એકતાના કાર્યમાં વિઘ્ન આવ્યું, હું આ સંઘના વિભાજનનું દુઃખ જીરવી શકું તેમ નથી માટે તે જ ફાગણ મહિને ગિરનાર સહસાવનમાં સમવસરણ મંદિરની બીજી વખતની અંજનશલાકા પ્રતિષ્ઠાનું સત્કાર્ય કરીને મારું શ્રેય સાધું. ત્યાર પછી પૂજ્યશ્રી સંઘ સહિત ગિરિરાજની ૧૨ ગાઉની પ્રદક્ષિણાપૂર્વક તળાજા મહુવા, દાઠા, ઉના, અજારા વિગેરે તીર્થોની યાત્રા સંઘ સહિત કરતા જુનાગઢ પધાર્યા. ત્યાં અનેક સંઘોના ઉછળતા ઉત્સાહથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો.
પ્રતિષ્ઠાબાદ પૂજ્યશ્રીએ ગિરિરાજ-મહાઅભિષેકના પ્રસંગે સેવેલી ભાવનાનુસાર આત્મશ્રેય સાધવાની તૈયારી કરી, નિત્ય એક એક ઉપવાસના પચ્ચક્ખાણ લેવાના શરુ કર્યા. તે વખતે પૂ.નરરત્નસૂરીશ્વરજી ભગવંતે શ્રી સંઘના આગેવાનોને બોલાવ્યા હાજર રહેલા તેઓ પૂજ્યશ્રીની ભાવનાથી ખૂબ જ દ્રવિત થયાં પૂજ્યશ્રીને વધુ ઉગ્ર તપ ન કરવા ઘણી વિનંતી કરી, સમજાવ્યા, પરંતુ પૂજ્યશ્રીની ભાવના દૃઢ હતી. અચાનક પૂ. નરરત્નસૂરીશ્વરજી ભગવંતને શાસનદેવીની ભાવના પ્રમાણે કરીયે તેવો વિચાર આવતા પૂજ્યશ્રીને તે વાત જણાવી પૂજ્યશ્રી પગ સંમત થયા નિર્મળ ચારિત્ર અને તપબળથી શાસનદેવીની પ્રેરણા મળી કે......
“વત્સ ! વધુ ઉગ્ર તપ દ્વારા તારું શ્રેય જરુર થશે. પરંતુ શાસનની સેવા અને વિશ્વના જીવોના રક્ષણ માટે તારું અસ્તિત્વ આવશ્યક છે. બાર વર્ષમાં સંભવિત વિશ્વ યુધ્ધ અને કુદરતની આપત્તિઓને હળવી કરવા તારા અસ્તિત્વની જરુર છે, અસ્તિત્વને ટકાવવાના કારણે ભવિષ્યમાં આયંબિલના તપના પારણાની આવશ્યકતા જણાય તો તે પણ કરી લેવા, કારણ કે... અસ્તિત્વનું રક્ષણ વધુ જરુરી છે. ’’ તે વાતને પૂજ્યશ્રીએ કોઇ પણ
વિકલ્પ વગર સહર્ષ સ્વીકારી લીધી.
શ્રી સંઘના આગેવાનોએ જણાવ્યુ કે આયંબિલ દ્વારા પણ આપનું અસ્તિત્વ ટુંકાય (ઘસારો વધે) તેથી આપ આયંબિલ તપનું પારણું કરી લો, બધાનો આગ્રહ ખૂબ હતો ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે “Ñહ અને સમાધિ વહી ટકે તેવું જણાશે ત્યારે પારણું કરીશ હાલમાં અપૂર્ણ અભિગ્રહે પારણું ડરીશ તો શાસનને ઉચ્ચ આદર્શ કોણ આપશે ? માટે હું આયંબિલ તપ ચાલુ રાખીશ.”
પૂજ્યશ્રીએ આ રીતે જણાવીને અટ્ટમનું પારણું આયંબિલ તપ દ્વારા કર્યુ. અર્થાત્ આયંબિલનો તપ ચાલુ રાખ્યો.
સમય પસાર થતાં વિશ્વના જીવોની શાંતિ માટે અને શ્રી સંઘના રક્ષણ માટે વિવિધ અનુષ્ઠાનો, વિશિષ્ટ કોટીના સાધકો પાસે તપ-જપ-ભક્તિ વિગેરે કરાવીને ઘણો કષ્ટદાયી ગણાતો કટોકટીનો સમય પસાર કરાવી દીધો. જો કે આ સમય દરમ્યાન સકળ સંઘોમાં તથા અન્ય સ્થાનોમાં પણ વિશ્વશાંતિ માટે તપ-જપ વિગેરે આરાધનાના સાથ, સહકાર પણ પૂજ્યશ્રીના અનુષ્ઠાનો સાથે જોડાયેલા હતા.
અનુક્રમે પૂજ્યશ્રી આયંબિલતપ પૂર્વકના છ‘રીપાલિત શ્રી સંઘ સાથે પાલીતાણા જતાં અયોધ્યાપૂરમ્ આગળ વિહાર કરતાં અચાનક પગમાં એકદમ દુઃખાવો થયો.... ચાલવું અશક્ય બન્યું.... ત્યારે ખુરશીમાં પાલીતાણા પધાર્યા, યાત્રા પણ ખુરશીમાં
બેસીને કરવી પડી, યાત્રા કર્યા બાદ એકસ-રે પડાવ્યો અને તેમાં પગના થાપાનો બોલ તૂટી ગયેલો જણાયો ડોકટરના કહેવા મુજબ ઓપરેશન અનિવાર્ય લાગ્યું તે સમયે પૂજ્યશ્રીને સં. ૨૦૪૭ માં શાસનદેવીએ કહેલુ તેના આધારે અસ્તિત્વને ટકાવવા હવે પારણાનો અવસર આવ્યો છે તેમ જાણીને પ્રથમથી જ નિરાગ્રહી પૂજ્યશ્રીએ વિશ્વના કલ્યાણાર્થે અખંડ ૧૭૫૧ આયંબિલ+વિગઇ ત્યાગના ૯૦ એકાસણા -અખંડ ૪૬૦૧ આયંબિલ