________________
સાધુપણામાં પુણ્યની નહી સંયમની કિંમત છે, સંયમ ગયું એટલે સર્વસ્વ ગયું. જેની પાસે સંયમની મૂડી નથી, બ્રહ્મચર્યની શુદ્ધિ નથી તેઓ ભાવપ્રાણ વિહોણા હોઇ જીવતા મડદા બરાબર જ છે. પુણ્યથી બાહ્ય જાહોજલાલીઓ ભલે થાય ! વાહ વાહ ભલે થાય ! પણ પુણ્ય તો વિશ્વાસઘાતી છે પુગ્ય વિભાવદશાની ઉપાધિ છે જ્યારે સંયમ તો આત્માનો અમૂલ્ય ગુણ છે. આત્મામાં સારા સંસ્કારો ઉભા કરી જનમોજનમ સુધારી દેતું કિંમતી રસાયણ છે. સાધુ પુન્યનો નહી, નિર્જરાનો અર્થહોય. બાહ્ય વાહ-વાહનો નહી, સંયમનો ખપી હોય.'
કડક અને કઠોર લાગતી આ વાતો ખુબ જ સચોટ છે. જીવનભરની તેમની વિશુદ્ધ સાધના આચરાણાને અનુભવનો આ અર્ક
Where there is will, there is wayની ઉકિતને તેમણે ચરિતાર્થ કરી... | આ પાલીતાણા-ગિરનારનો વિહાર પણ આયંબિલ તપવાળા
છ'રી પાલિત સંધ સાથે થયો. | બત્રીશ પકવાન ખવડાવવા છતાં સંઘમાં લોકોને ભેગા કરવા | મુશ્કેલ બને છે. ત્યારે સાહેબજીના તપનો ગજબનો પ્રભાવ એ હતો કે
લોકો આયંબિલ કરીને પાલીતાણા અને ગિરનારના છ'રી પાલિત સંઘમાં જોડાયા. આયંબિલ તપ માટેના છ'રી પાલિત સંધો પણ છેલ્લા સૈકાની ઐતિહાસિક ઘટના જ કહી શકાય.
સાહેબજીના મુખ્ય બે ગુણો દાદ માંગી લે તેવા હતા (૧) સત્ત્વ (૨) મક્કમ મનોબળ.. આ બે ગુણને કારણે તેઓ અશક્ય લાગતી વસ્તુને શક્ય કરી બતાવતા. | તેમના સત્ત્વ અને લોખંડી મનોબળના સૂચક આવા તો ઢગલાબંધ પ્રસંગો છે.
આ બધી સાધના સાથે તેમની સંયમનિષ્ઠા અને શાસ્ત્રનિષ્ઠા પણ અવ્વલ કોટિની હતી. શરૂઆતથી જ તેઓ આ. પ્રેમસૂરીશ્વરજી મ. ના સંયમના સંસ્કારનું ધાવણ પી ને ઘડાયા હતાં. પ્રેમસૂરિ મ. ના તેઓ અંગત વિશ્વાસુ અને જમણા હાથજેવા હતાં. અસંયમ વિ. કારણોસર
જ્યાં કડક હાથે કામ લેવાનું હોય ત્યાં પ્રેમસૂરિ મ. હેમંતવિજય તથા હિમાંશુવિજયને હવાલો સોંપતા (કારણ પ્રેમસૂરિ મ. અતિ સૌમ્ય પ્રકૃતિના હતા અને કોઇપણ ભોગે અસંયમ ચલાવી લેવા તૈયાર ન હતા.) સૂરજના તાપ જેવી તેમની કડપ જોઇને જ સાધુ ધ્રુજી જતા હતા. ગચ્છ ચલાવવા ભીમ અને કાંત બંને ગુણો જોઇએ. પ્રેમસૂરિ મ. કાંત હતા.. તો હિમાંશુવિજય ભીમ હતા. આ કારણે સૂરિ પ્રેમના ગચ્છનું સંચાલન રૂડીપેરે ચાલતું હતું.
સંયમ અને શાસ્ત્રથી વિપરીત બાબતોમાં પૂ. હિમાંશુસૂરિ મ. કોઇ પણ જાતનું Compromise કરતા નહીં. તે માટે ભલભલા મોટા ચમરબંધીઓ કે શાસનપ્રભાવકોની પણ શેહશરમ રાખતા નહી, તેઓ કહેતા કે, શાસ્ત્ર એ માત્ર ઉપદેશનો નહી, આચરણનો પણ વિષય છે. સંયમને ઉજળું કરવા માટે શાસ્ત્રો છે અર્થાત સંયમશુદ્ધિ ન હોય તો શાસ્ત્રો ભણવાનો કે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરવાનો કોઈ અર્થ નથી.
શ્રી સંઘમાં ઘર ઘરમાં જે સંઘર્ષો અને સંલેશો ઉભા થયા છે. સત્ય-શાસ્ત્ર કે સિદ્ધાંતના નામે ખોટા મતભેદો અને મનભેદો, સંઘભેદો અને શ્રદ્ધાભેદોના જે સર્જન થયા છે યુવાવર્ગ, બોદ્ધિકવર્ગ અને શ્રીમંતવર્ગ આ ક્ષુદ્ર નિમિત્તે સર્જાયેલ સંઘર્ષોથી જે રીતે ધર્મવિમુખ થઇ આડી-અવળો ફંટાઇ રહ્યો છે તેનાથી સાહેબજી અતિ અતિ વ્યથિત હતાં.
આ ઝઘડાનો અંત આવે અને સકળ સંઘમાં સંપૂર્ણ એકતાનું વાતાવરણ સર્જાય’’ આ તેમની અદમ્ય ઇચ્છા હતી. આ માટે તેઓ સતત ચિંતિત હતા. દિવસ રાત પ્રયત્નશીલ હતા. જાત પ્રત્યે કઠોર બની જીવનભરનો આયંબિલ ઉગ્ર તપ આ માટે જ કરતાં હતાં. | તેઓ સ્પષ્ટ માનતા કે પાંચમની સંવત્સરી થઇ જાય તો આખો સંધ એક થઇ જાય. ખરતરગચ્છ - અંચલગચ્છ વિ. સાથે પણ સહજ એકતા થઇ જાય.
Try om
Jan Education international