________________
श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक - प्रथ
વૈષ્ણવા જે માલ્યકાળમાં ગેાપીઓ સાથેની શૃંગારલીલાને જોડી દેતાં અચકાતા નથી તે વિષ્ણુ અવતારી કૃષ્ણ, અને સ્મશાનવાસી અવધૂત શિવ એ બધાની લેાકવ્યવહારમાં જે જાતની ઉપાસના થાય છે તે કેવી ઉપહાસયેાગ્ય અને કેવી ચિત્ય ખની છે તે બધુ આ કાવ્યમાં મતાવ્યું છે.
७७०
એક ધર્મની સરસાઇ ખીજ ધર્મ ઉપર સ્થાપવાના પ્રયત્ન પણ કેટલીક વાર આવાં સાંપ્રદાયિક લખાણેામાં સહેજે આવી જાય છે. પૂર્વીશ્થાનના ગુજરાતી વાતિકમાં મહાભારત રામાયણમાંનાં પાત્રા અને પ્રસ ંગાના અસંભવ, અનૌચિત્ય તથા ધર્મ વિરોધ બતાવવાના જેવા ચાખ્ખા પ્રયત્ન છે, તેવા જ કંઇક પ્રયત્ન આ કાવ્યમાં પણ જોઈ શકાય છે. કેટલીકવાર આવાં સાંપ્રદાયિક ઝનૂનવાળાં લખાણેામાં વાણીનુ તપ ખડિત થયુ' હાય છે; પરંતુ આપણે સાહિત્ય અને સમાજના અભ્યાસીઓએ તા એવા રાગદ્વેષથી પર જઈને જ, આવું સાહિત્ય અવલેાકવાની જરૂર છે.
ઉદાહરણ તરીકે, સમાજમાં રૂઢ થયેલા આચારરૂપે, સુવાસિણી નારી, સ્નાનદ્વારા તથા વસ્રદ્વારા જે હમેશાં દેહશુદ્ધિ પાળ્યા કરે છે તે જ સ્ત્રી હાથે · હાથીદાંત ” ( વસ્તુતઃ તે જે હાથીનુ હાડકું જ છે) ના ચૂડા ધારણ કરે છે; છતાં તેનાથી તે અપવિત્ર દુષિત થતી મનાતી નથી-એવા લેાકાચાર છે. તેથી, આચારની મીમાંસામાં બહુ ઊંડે ઊતર્યા વગર, સમ્યક્ અને સારગ્રાહી ષ્ટિથી તેને અવલેાકવાની જરૂર છે.
સમાજશાસ્ત્રી તેમજ તત્ત્વચિંતકને વિચાર કરતા બનાવે તેવુ' આ અવતરણમાં છે. એનેા અજ્ઞાત કવિ તથા કાવ્ય વિષે વધારે માહિતી મળી નથી. પરંતુ એક પોથીમાંથી મે' તે ઊતારી લીધી હતી એટલુ' મને યાદ આવે છે. —સંપાદક.
મિથ્યાતિના મત ( દુહા )
મિથ્યામતિના મત જુઓ, ધર્મ કરે વિપરીત; એકમના થઈ સાંભળેા, ચમત્કાર--ચરિત્ર. જેહ તે માને તેને, વિપતતણેા નહિ પાર; નામ કહુ. હવે તેહનાં, ચેાડામાં વિસ્તાર. ( ચાપાઈ) ગાય માતા, તુલસી નદી ને હરિ: શિવ આગળ ફરિયાદ જ ખાખર મહુઆનાં વન, મહાદુ:ખે તે કરે રુદન. એકાદશી પણ આવી સાથે, આપ આપણા દુ:ખની કરે વાત; સહુ કરે સંબંધ આપણેા, પ્રથમ વાત ગવરીની સુણા
કરી;
વડ
૧
૨
૩
૪