________________
હિંદુ ધર્મ—રૂઢિ : જૈન દૃષ્ટિએ
( એક કાવ્યને આધારે )
સંપાદક : પ્રે. મંજુલાલ ૨. મજમુદાર, એમ. એ; પીએચ. ડી. એલએલ.બી. વડેદરા પશ્ચિમ હિંદુસ્તાન, અને ખાસ કરીને મારવાડ, મેવાડ તથા ગુજરાતમાં બ્રાહ્મણીય સમાજ તથા જૈન સમાજ પરસ્પરના એવા સરસ સુમેળથી અને સદ્ભાવથી લગભગ દોઢ હજાર વર્ષથી રહેતા આવ્યા છે કે તેમનામાં એવુ કાઇ વૈમનસ્ય કે વસવસા રહ્યો જાણ્યામાં નથી.
ગુજરાતે અહિંસાને અપનાવેલી છે. જીવદયાને જીવનની શુદ્ધિ કરનાર અંગ તરીકે સ્વીકારેલી છે; અને તપસ્યા, ભક્તિ તથા વૈરાગ્યને આત્મશુદ્ધિનાં સાધન તરીકે ઉપાસ્યાં છે.
તેથી જ ગુજરાત પ્રધાનતઃ જ્ઞાનયુક્ત એવી ભક્તિના માર્ગને વધાવે છે. કર્મ કાંડ તથા શુષ્ક તત્ત્વજ્ઞાનને એ બહુ આળખતું નથી. આચાર-વિચારનાં જાળાં, એ અંધિયાર થઈ ગયેલા ધર્મનાં મેલ છે: એ તેનું તત્ત્વ નથી. જ્યારે કાઇ પણ ધર્માંમાં, તેના ઉપાસકે વિવેક તથા જ્ઞાનથી વંચિત બને છે, અને ગતાનુગતિ બાહ્ય આચારને જ ‘ પ્રથમ ધર્મ ’ માનીને, તેને સાચવી રાખવા પ્રયત્ન કરે છે ત્યારે જ તે રૂઢ થઇ ગયેલા આચાર, જ્ઞાની લેાકાને કટાક્ષના પ્રહાર કરવાનું સાધન અની જાય છે. વિચાર વગરના આચાર ઉપાસકમાં જતા લાવે છે.
"
માટે જ કવિ નરસિંહ મહેતાએ કહ્યું છે કે કના મમ લેવા વિચારી ” : નહીં તે “ શું થયું સ્નાન સેવા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે ? ”–વગેરે. સામાન્ય ખેતરની જેમ, ધર્મનું ક્ષેત્ર પણ નીંદામણુ વગર ચાખ્ખુ રહી શકતું નથી. આચારધર્મનાં પાખંડ ખુલ્લાં પાડવામાં તા હિંદભરમાંથી સત્ત્તા, મુનિએ અને કવિઓએ બાકી રાખી નથી.
66
નીચે ઊતારેલા કાવ્યખડમાં, બ્રાહ્મણ ધર્મીઓમાં કેટલાક પુણ્યપ્રેરક અને પુણ્યસાધક ગણાતા આચારાને જૈન દૃષ્ટિએ એટલે કદ, મૂળ, પત્ર, પુષ્પ અને ફળમાં પણ જીવાણુઓને જોનારી દૃષ્ટિએ–કવિએ ગણાવ્યા છે. અને જૈન દર્શનથી ભિન્ન એટલે - મિથ્યામતવાદી ’ના રાજીઢા વ્યવહારમાં પવિત્ર ગણાતાં ગાયમાતા, શ્રી કૃષ્ણની વિહારભૂમિ-એવા વૃન્દાવન સાથે સંકળાયેલેા તુલસીના છેાડ, ( જેનાં પુષ્પમાંથી મદ્ય અને છે એવા ) મહુડાનું વૃક્ષ, જે દિવસે પુણ્ય પ્રાપ્ત કરવા માટે ઉપાષણ કરવામાં આવે છે એવુ' એકાદશીનુ’ પાવનકારી વ્રત, (જૈન દૃષ્ટિએ વીતરાગ ગણવા જેવા ) વાસુદેવ કૃષ્ણને ( ૩ )
Ev