________________
છ૮
શ્રીમદ્ વિજ્ઞાrજાર-આજ-બંધ આપણા તીર્થોની આધુનિક વ્યવસ્થા
ભારતમાં આજે આપણાં અનેક તીર્થો છે. આમાં મહેટા તીર્થો કરતાં હાના તીર્થો ઘણું છે. જેઓ મૂલથી નહિં પણ વસતિઓ વીખરી ગયા પછી પાછલ રહેલાં દેહરાઓ તીર્થરૂપ બનેલાં છે. આવા તીર્થોની સંખ્યા સેંકડોની છે. આ બધાની વ્યવસ્થાપ્રાયઃ આસપાસના ગામના જૈન સંઘે અથવા તેમની નીમેલી કમિટીઓ કરે છે, કેટલાંક સ્ફોટા તીર્થોને વહીવટ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક પણ ચાલે છે. આ બધાયે તીર્થોમાં મુખ્ય આંકડે નેકરેના ખર્ચને હોય છે. આવકને માર્ગ યાત્રિકોની સંખ્યા ઉપર આધાર રાખે છે. જે જે તીર્થોમાં યાત્રિક સમુદાય અધિક પહોંચે તે તે સ્થાનમાં આવક સારી થાય છે, જ્યારે જ્યાં યાત્રિકે ઓછી સંખ્યામાં જતા હોય છે ત્યાં આવક અને અપેક્ષાકૃત ખર્ચ પણ ઓછો હોય છે, છતાં આ બધે સ્થલે આવકમાં મુખ્ય આંકડો દેવભંડારને હોય છે અને તે દેવદ્રવ્ય ગણાય છે. આજની સામાન્ય માન્યતા પ્રમાણે આ દ્રવ્યમાંથી પૂજેપકરણ ખરીદે, નેકને પગાર આપ ઈત્યાદિ વાજબી ગણાતું નથી એટલે ભંડાર ખાતામાં રકમ વધ્યા કરે છે અને બીજા ખાતાઓમાં આવક ઓછી અને ખર્ચ અધિક હોવાથી ઘણે ઠેકાણે સાધારણ ખાતે નામે માંડી દેવકી રકમ ઉપાડાય છે જે ભાગ્યે જ પાછી જમા થઈ શકે છે. શું આ આંખ મીંચીને અંધારું કરવા જેવી વાત નથી ? માર્ગદર્શન કરાવવું જોઈયે
ઉપર જણાવેલી આ આજની પરિસ્થિતિમાં વ્યવસ્થા કરનાર પઢિઓ અને સંસ્થાએને આવકને ખાડો પૂરવા માટે મનસ્વીપણે માર્ગો કાઢવા પડે અને અમારા ત્યાગી ગીતાર્થોને તે અંગે ટીકા ટીપણીઓ કરવી પડે તે કરતાં ગીતાર્થ આચાર્યોએ એવા વિષયમાં પ્રથમથી જ શાસ્ત્રાધારે યોગ્ય માર્ગ બતાવવો જોઈએ જેથી વ્યવસ્થાપકેની મૂંઝવણ ઓછી થાય અને ખરા દેવદ્રવ્યને દુરુપયેાગ ન થાય.
અમારા શ્રતધર મુરબ્બીઓને મ્હારી પ્રાર્થના છે કે આજ કાલની આપણી “દેવદ્રવ્યની વ્યવસ્થા ” ઘણું પરિમાર્જન માંગે છે, આપણી પ્રચલિત માન્યતાઓ હવે શા આધારે ઈતિહાસની કટીએ ચઢાવ્યા વિના ચાલી શકે તેમ નથી.