________________
ગુર્જર
શ્રી યોગાનંદઘન.”
શ્રી. પાદરાકર વિજ્ઞાનબળે આજે એવી ઘણી બાબત બની રહી છે કે બાહ્યદષ્ટિથી જોતાં તેના નિર્માતાઓ વિશેષજ્ઞ લાગે છે. વાયરલેસ, એરોપ્લેન, અણુબોમ, ડીસ્ટ્રોયર્સ મશીનરી વિગેરે જેવાથી એ ઉત્કટ આભાસ થાય છે કે ભારતવર્ષના પુરાણ મેટેરાઓ, મહર્ષિએ, આચાર્યો આ પ્રકારના વિજ્ઞાનથી અજાણ હતા વા તેમને તેમાં પ્રવેશ ન હતે ! પણ ભારતના વિજ્ઞાનશાસ્ત્રના જ્ઞાતાઓ સારી પેઠે જાણે છે કે તેમ કહેવું હાસ્યાસ્પદ છે.
પુરાતન કાળના ભારતીય વિજ્ઞાનીઓ, વિદ્વાને, મહર્ષિ, આચાર્યોનું ધ્યાન વિશ્વની વિચિત્રતા બતાવવા કરતા જ્ઞાનપ્રાપ્તિમાં વિશેષ હતું. તેઓ કુદરત ભૂત–ભાવિ-વર્તમાન અને વિશ્વોદ્ધારના જ્ઞાનને જાણવા-અનુભવવા–પ્રસારવામાં વધુ દત્તચિત હતા ને રહેતા અને તેના સાફલ્ય માટે તેઓ નિત્ય નવાં સાધન, આયોજન અને વિધાને કર્યા કરતા, જેથી જનતાને પણ તેને અનુસરવાથી નિજાત્માનંદ પ્રાપ્તિ-પ્રભુપ્રાપ્તિની સુગમતાની ખાત્રી થતી. કોઈ પણ પ્રકારના એક જ કળ, કારખાના, એજીનાદિ આવિષ્કાર કે જેનાથી હજારો લાખે શ્રમજીવી માનવેના ધંધારોજગાર ખોરવાઈ જાય, બેકારી ભૂખમરે આવે તેવા આવિષ્કાર કરવાના પ્રયત્ન તેઓ કદિ ન કરતા. વિજ્ઞાને આણેલી ભયંકરતા, સંહાર, ભૂખમરે અને આધિ-વ્યાધિ-ઉપાધિઓથી આજનું વિશ્વ અજાણ નથી જ.
અવશ્ય ભારતવર્ષના પુરાતન કાળના વિદ્વાને, કલાજ્ઞાનિઓ મહર્ષિઓ આજના જેવી અદૂભૂત, વિલક્ષણ અને આશ્ચર્યજનક શોધખોળામાં પૂર્ણતયા પ્રવિણ હતા. જે તેમની તૈયાર કરેલી યોગિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક, શિલ્પ, મંત્ર, તંત્ર અને આર્યુવેદીય કરામત જોઈ જાણું સમજી અનુભવી શકાય તે સોની પ્રતીતિ થઈ જાય કે ભારતવર્ષના પુરાણું માન વૈજ્ઞાનિક, ત્રિકાલજ્ઞ મહર્ષિઓ, વર્તમાનકાલીન વિજ્ઞાનવેત્તાઓ કરતાં ઘણું આગળ વધેલા, સમયના જાણું અને જ્ઞાની હતા. એમણે સર્વ વિદ્યાઓ, કલા વ્યવસાય એટલા બધા પ્રગતિવાન બનાવ્યા હતા કે જેને કેટલાય વિદેશી વિદ્વાને, ઘનિકાએ ભારતને સરળ હદયી માન પાસેથી પુસ્તક મેળવી તેનું અભ્યાસપૂર્વક રૂપાન્તર કરી સરળ સાધન વડે અનેક પ્રકારના સંશોધન અને આવિષ્કાર કર્યા છે, અને આજ પણ કરી રહ્યા છે, અને એ વિદ્યાઓ જાણવા જ આગ્સ, અમેરિકન, જર્મન, ફ્રેંચ અને રૂસી લેકેને સંસ્કૃત, પાલી, માગધી ભાષાઓ ભણવી પડી છે અને આજ ભણે છે. १२
( ૮૮)