________________
એ આત્મવીરના નામ પર વિશ્વમાં એજ જાતિ, સમાજ કે રાષ્ટ્ર જીવિત રહી શકે છે જેનું સાહિત્ય સમૃદ્ધ છે. જેની સંસ્કૃતિ જીવિત છે, જેમાં મોટા મોટા વિદ્વાને મોજુદ છે. બસ, આ પરિસ્થિતિને અનુલક્ષીને જ કેટલીયે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવે છે.
ઉપરોક્ત સંસ્થા કાર્યાલય તરફથી શ્રી રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય સિરિઝના આજ તક ૪૨ પુછે છપાયા છે, જેમાં ધાર્મિક, કલ્પસૂત્રાર્થપ્રબંધિની, શ્રી કલ્પસૂત્રાર્થ બાલાવબેધ, પંચસપ્તતિશતસ્થાનક ચતુષ્પદી આદિ, ઔપદેશિક શ્રી યતીન્દ્ર પ્રવચન પ્રથમ, દ્વિતીય ભાગ આદિ, ઐતિહાસિક શ્રી કેરટાજી તીર્થ ઈતિહાસ, શ્રી યતીન્દ્ર વિહાર દિગ્દર્શન ૨-૩–૪ ભાગ, મેરી માયાત્રા, મેરી ગેડવાડ્યાત્રા આદિ, ચરિત્રાત્મક શ્રીમદ્રાજેન્દ્રસૂરિ, શ્રીમદ્દ ભૂપેન્દ્રસૂરિ, શ્રી મઘતીન્દ્રસૂરિ આદિ ગ્રંથનું પ્રકાશન થયેલ છે.
કાર્યાલય અંતર્ગત એક શ્રી યતીન્દ્રસૂરિ સાહિત્યમાલા ચાલી રહી છે. તેના પણ આજ સુધી ૩૧ પુષ્પ છપાઈ ગયા છે.
સમાજને સહગ, પાઠકેની વિશેષ સાહિત્ય માંગણીથી જરૂર આ સંસ્થા ઉન્નત બનશે. શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળા, મન્દસૌર (મધ્યભારત)
મધ્યભારતીય સીમા પર મન્દસૌર નામક એક શહેર છે, જેમાં દશ પુરા (મહોલ્લા) હેવાથી પ્રાચીન નામ દશપુર પણ છે, દશપુરા પૈકી જનકુપુરામાં શ્રી રાજેન્દ્ર જોન વિલાસ નામક બડી વિશાળ ધર્મશાળામાં તત્રસ્થિત સનાતન ત્રિસ્તુતિક સંઘના તરફથી ઉપરોક્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. કાર્યકર્તાગણ ઉત્સાહી હોવાથી સંચાલન સુચારુ રૂપથી ચલાવી રહ્યા છે. લગભગ ૬૦ વિદ્યાભ્યાસી બાલક બાલિકા વિદ્યાધ્યયનને લાભ લઈ રહ્યા છે.
આમ કેટલીયે સંસ્થાઓ પૂ. ગુરુદેવશ્રીની સ્મૃતિમાં સ્થાપિત કરવામાં આવી છે પરંતુ લેખ વધી જવાના ભયથી તેમને વિશેષ વિસ્તાર ન કરતાં ફક્ત નામ માત્રથી જ સંકેત કરી વિરમું છું.
- શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળા, ટાંડા. શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળા, ખાચરેદ. શ્રી રાજેન્દ્ર જૈન વિદ્યાલય, સિયાણ. શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળા, ધુધડકા. શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ, થરાદ આદિ.
666666