________________
श्रीमद् विजयराजेन्द्रसूरि - स्मारक -ग्रंथ
સોનામાં પર ગ્લાનીની લાગણી પ્રસરી ગઈ હતી, કારણ આજે સૌના ઉદ્ધારક સોની વચ્ચેથી સૌને મૂકી માગે પ્રયાણ કરી જવાના હતા અને એને કલાકો નહિ, ઘડી નહિ ફક્ત પળેાની વાર હતી.
१७०
અને એક પુન્ય પળે પૂ. ગુરુદેવના જીવન-દીપ બુઝાઈ ગયા. જીવન-દીપ મુઝાઈ ગયા પરંતુ એમણે પ્રગટાવેલા જ્ઞાનદીપક હજી પ્રકાશે છે—આજે પચાસ વરસેથી. આ દ્વીપકમાં તેલ ન ખૂટે એ માટે આપણી ફરજ શું?
એમના છેલ્લા અંતિમ ઉપદેશનું સપૂર્ણ પાલન કરવું એ છે આપણી ફરજ-ધર્મ શુ? એ છે વિભૂતિના અંતિમ ઉપદેશ.
સત્ય, અહિંસા, સમભાવ અને પ્રેમ એ શાંતિના સ્તંભ છે. વીતરાગ પરમાત્મામાં અને એમણે ભાખેલા ધર્મમાં શ્રદ્ધા રાખી એ પ્રમાણે વર્તવું એ સાચા અને શાશ્વત ધર્મ છે.
આજે આ વિરલ વિભૂતિની અર્ધ શતાબ્દિ ઉજવાય છે તે આ અવસરે આપણે બતાવેલા સાચા અને શાશ્વત ધર્મનું પાલન કરવાના નિર્ધાર કરીએ તે જ આપણે એમના
જૈન ધર્મના સાચા ઉપાસક છીએ.