________________
શાસનપ્રભાવક શ્રી રાજેન્દ્રસૂરિ પૂનમચંદ નાગરલાલ દેશી, ડીસા તાલુકા સ્કૂલ હેડમાસ્ટર.
પ્રભ! ગજબ થયે! મહોત્સવ નિમિત્તે ઊભે કરેલ મેરુપર્વત પાયામાંથી તૂટી પડ્યો છે, શું વાત કહું? બિચારા ભાવિક શ્રાવકે દટાઈ ગયા છે!” હાંફળાફાંફળે એક આધેડ વયને શ્રાવક બેલી ઊડ્યો.
૮૦ ફૂટ ઊંચે મંડપ અને એકલી માટીને બનાવેલ એ મેરુ ! ખરેખર ગામનાં જ કમભાગ્ય! નહિતર આવા મંગળ પ્રસંગે આવું વિશ્વ હોય ? બાપજી ! મુહૂત માં જ આ અપશુકન ન કહેવાય?” બીજાએ ટાપશી પૂરતાં કહ્યું.
ભાઈઓ! શાંત થાઓ, મારા ધ્યાનના બળે હું કહી શકું છું કે એ મંડપ નીચે દટાએલી બધી વ્યક્તિઓ સહીસલામત રહેશે. જાઓ તેમને બહાર કાઢવામાં મદદ કરે.” ગુરુદેવ ધ્યાન પૂર્ણ થતાં બેલી ઊઠ્યા.
બંને જણ ગુરુદેવના આશીર્વાદ શિરે ચઢાવી દેવતા મંદિરે ગયા ને કાટમાળ ખસેડવાના કાર્યમાં મદદ કરવા લાગ્યા. જોત-જોતામાં નીચે દટાએલી પાંચ વ્યક્તિઓ નવકાર મંત્રના જાપ કરતાં બહાર નીકળી. નવાઈની વાત છે કે પાંચસો મણ જેટલા બેજા નીચે દટાયા છતાં અણીશુદ્ધ સાજાતાજા નીકળ્યા.
ગામમાં વાયુવેગે સમાચાર પ્રસર્યા. ગુરુદેવના જયદેવનિ સાથે જૈનશાસનને પ્રભાવ વધુ વિસ્તીર્ણ થયે.
આ બનાવ સંવત ૧૫૮ ની સાલમાં શિયાણ(મારવાડ)માં અંજનશલાકાની વિધિ કરતાં બન્ય. વિધિનિતા હતા આપણુ ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ !
સંવત ૧૮૮૩ ના પિષ સપ્તમી એ પુણ્યશાળી પુરુષની જન્મજયંતિ આજે વરસેથી ધાર્મિક તહેવાર તરીકે જૈન, જૈનેતર અનેક અનુગામીઓ ઉજવતા આવ્યા છે.
રાજપુતાનાના ભરતપુર નગરના માનનીય શ્રેષ્ટિવર્ય ષભદાસજીના બીજા પુત્ર રત્નરાજ, સુશીલા ધર્મનિષ કેશરબાઈ તેમનાં માતાજી. માતાપિતાના સુધર્મમય સંસ્કારનું પાન કરતાં તેમની બાલ લીલા જ બતાવી રહી હતી કે આ રત્નરાજ કેઈ અનેરું રત્ન જ બની સમાજમાં ઝળકી ઊઠશે અને બન્યું પણ તેમ જ–
સંસાર પ્રત્યે જન્મથી જ ઉદાસીનતા છવાઈ રહી હતી. એટલે અનેક શ્રેઝિકન્યાઓનાં માગાં તેમણે નકાર્યા હતાં. સંસારની વિચિત્રતાના અનેક સબળ પૂરાવાઓ બતાવી સામાવાળાઓને પણ ધર્મ માર્ગે ચાલવા આકર્ષા.