SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ ત્યાગી બની બતાવી ને ?” શ્રી રત્નવિજ્યજી આ સાંભળી તેમની પતિતગતિને સમજી ગયા. તેમને વિચાર આવ્યું જે આમને હવે શિક્ષા દેવામાં નહિ આવે તે ભવિષ્યમાં જૈન સમાજની શું સ્થિતિ થશે? દીર્ઘદશીએ દીર્ધદષ્ટિ ફેંકી. ભવિષ્ય આશય બાંધી લીધો અને ત્યાંથી આહાર બાજુ વિહાર કર્યો. ત્યાં જઈ ગુરુવર્ય શ્રી પ્રમોદસૂરીશ્વરજીને સર્વ વાત કહી સંભળાવી. શ્રી ગુરુદેવે તેમને યેગ્ય જાણી શ્રીસંઘની સમ્મતિથી શ્રીપૂજ્ય પદથી વિભૂષિત કર્યા અને “શ્રી રાજેન્દ્રસૂરિજી” નામથી જાહેર કર્યા. ગુરુદેવની આજ્ઞાથી આપશ્રીએ આહેર(મારવાડ)થી માલવભૂમિ તરફ વિહાર કર્યો. જાવરા પહોંચ્યા પછી શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીને યોગ્ય શિક્ષા આપી તેમણે ભૂલેલા પથિકને માર્ગદર્શન કરાવવા સં. ૧૯૨૫ અષાડ મહિનાની અજવાળી ૧૦ના દિવસે ત્યાં જ ક્રિયેદ્વાર કર્યો. સાચા ત્યાગી બની સર્વ ઉપાધિઓનો ત્યાગ કર્યો, પાંચ મહાવ્રત અંગીકાર કરી સત્યતાને પુરિત કરી ! પાખંડીઓની પિલને ખૂલ્લી કરી તેમની જાળને ભેદનાર! તેમના સામે એકલે હાથે ઝઝુમનાર વીસમી સદીના આપશ્રી સર્વ પ્રથમ ક્રિયે દ્ધારક હતા, એ વાત તે નક્કી છે કે “શ્રેયાંસિ વદુ વદનને ' શ્રેય–સારા કાર્યોમાં પણ વિદ્મસંતોષીઓ ઉપદ્રવ તે મચાવે જ છે. છતાં સત્ય તે સત્ય જ રહેવાનું અને અસત્ય તે અસત્ય ! એ નિયમાનુસાર પૂ૦ ગુરુદેવશ્રીએ એ ઉપદ્રવ કંઈ પણ દેખ્યા વિના શાન્ત સ્વભાવથી પિતાના ત્યાગનું પરિપાલન કર્યું ? સત્ય સિદ્ધાન્તોને પ્રચાર-પ્રવાહ વહેતે જ રાખે. ત્યાગ અને તપસ્યાથી આખા શરીરને કૃશ બનાવી દીધું. મરુધર અને માલવ તેમના તપોભૂમિના ક્રિીડાંગણરૂપ બની ગયાં હતાં. એમના ત્યાગનું જ્વલંત ઉદાહરણ મરુધરાન્તર્ગત સ્વર્ણગિરિના પરના ગગનચુંબી ભવ્ય જૈન મંદિર થોડા સમય પહેલાં તે મંદિરોમાં દારૂગેળે અને લડાઈના હથિયારો ખીચખીચ ભરેલ હતાં, ઉપર સરકારી પહેરે હતે. મંદિરના ઊંચા ઊંચા શિખરે એ બતાવતા હતા કે એ દેવાલય જેન દેવાલય છે. મંદિર સ્થિત શ્રી વીતરાગદેવની મહાન આશાતના પૂ૦ ગુરુદેવશ્રી સહન કરી શક્યા નહિ. અને પોતાના ત્યાગ બળથી ટૂંક સમયમાં જ સરકારને ખાત્રી કરાવી આપી કે મંદિરો જૈનોના છે. પિતે સરકારને પિતાના ત્યાગથી પ્રભાવિત કરી મંદિરમાં ઘણું સમયથી ભરાયેલ દારૂગોળાને બહાર કઢાવ્યું અને મંદિરને ઉદ્ધાર આપના ઉપદેશથી ત્રિસ્તુતિક સંઘે કરાવ્યું. તેમના એ ત્યાગ અને વિદ્વતાથી ઝાલર જેવા ગામમાં એક સાથે સેંકડો ઘર મૂર્તિપૂજક બન્યાં હતાં. આજ મરુધર પ્રદેશમાં વેતામ્બર મૂર્તિપૂજકનું ગીરવ રહ્યું છે તે એ શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરને પ્રભાવ સમજવો જોઈએ? જે એ વિભૂતિ જન્મ ન લેત, અનેક કષ્ટ સહન કરી મભૂમિમાં ભ્રમણ કરી સતત ઉપદેશ મેઘને વરસાબે ન હેત તે નક્કી અનુમાન લગાવી શકાય છે કે જૈન મૂર્તિપૂજક સમાજનું ગૌરવ આજ એ ભૂમિમાં કેટલું રહેત?
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy