SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ ત્યાગી શ્રીમદ રાજેન્દ્રસૂરિજી પ इस नीति पर ही निन्द्य शिथिलाचार जब हम में बढ़ा । पावन परम जिनधर्म पर मिथ्यात्व का परदा चढ़ा ॥ जिस शब्द से शुचि साधुता का बोध होता था जहाँ । क्या अर्थ वह पाखण्ड का हा! अब नहीं देता वहाँ ॥ આવા કટેકટીના સમયમાં કેટલાક શ્રદ્ધાળુ આત્માઓની એક એક નસ એવી કરુણાભરી ચિત્કાર કરી રહી હતી કે ફરી એ મહાનતાને આદર્શ બતાવનાર અને ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચેલ ધર્મવીરનો જન્મ થાય અને ત્યાગના અતુલ બળને દુનિયા સમક્ષ મૂકી આદર્શતાને અહેવાલ રજૂ કરે, દુર્ગતિમાં પડતા અજ્ઞાનીઓને બચાવે અને ધર્મ પર થતા કુઠારાઘાતને અટકાવે અમારી કકળતી આંતરડીઓને મધુરોપદેશમય ઉપશમ રસથી શાન્ત કરે. ખરેખર? એ કકળતી આંતરડીઓને શાન્ત કરવા એક વિભૂતિને જન્મ થયે ? शुचि सत्य पथ से हम भटक गिरने लगे अघ-कूप में। प्रकटी दयामय की दया राजेन्द्र के तब रूप में ॥ સંવત ૧૮૮૩ વિક્રમબ્દના પિષ સુદિ ૭ના દિવસે મંગલમય સમયે ઐતિહાસિકતાપૂર્ણ ભરતપુર નગરમાં નિવાસ કરતા ધર્મનિષ્ઠ અષભદાસજી શ્રેષ્ટિવર્યની પરમ ભાગ્યશાલિની અર્ધાગના કેશર દેવીની પાવન ગેદમાં એક ધર્મવીરે જન્મ લીધે અને તે રત્નમાં મુકુટમણિ સમ રત્નરાજ' નામથી પ્રખ્યાત થયા. થોડા સમય પછી તેમની ભાવના ત્યાગ માર્ગ તરફ વધુ ખેંચાવા લાગી છતાં વડીલ ભ્રાતા માણેકલાલના અત્યાગ્રહથી સિલેન વ્યાપારાર્થે તેમની સાથે ગયા. સાહસપૂર્વક લંકાની યાત્રા કરી ઘર તરફ પાછા વળ્યા. ઘરે આવ્યા. માતા-પિતા પરલોકની યાત્રાએ પધારી ગયાના અભાવમાં વૈરાગ્ય ભાવના ચઢતી થવા માંડી અને ક્ષણભંગુર સંસારને મેળે તેમને પ્રત્યક્ષ દેખાયે. છૂપી રહેલ ત્યાગ ભાવના પાછી બલવાન બની અને વડીલભાઈની આજ્ઞા પ્રાપ્ત કરી ઉદયપુર(રાજસ્થાન)માં યતિવર્ગમાં દીક્ષા ગ્રહણ કરી, અને સી કેઈ “શ્રીરનવિજયજી ના નામથી ઓળખવા લાગ્યા. ઉત્સાહથી થોડા સમયમાં જ વ્યાકરણ, કાવ્ય, કેશ, અલંકાર, ન્યાય, તર્ક આદિ ગ્રંથનું સારી રીતે અધ્યયન કર્યું. આગમનો અભ્યાસ કરી પ્રવીણતા પ્રાપ્ત કરી. ત્યાગનું દિગ્દર્શન જાણવા મળ્યું. વિચારો આવવા લાગ્યા. કયાં ભગવાનને આદેશ અને કયાં આજને યતિસમાજ ! કયાં ત્યાગ અને કયાં ભેગ! સંસારને ત્યાગ કર્યા પછી ત્યાગની આડમાં ધર્મના નામે થતા પાશવી અત્યાચારને અને અને તે સહન કરી શક્યા નહિ અને ...? તેમણે સંવત ૧૨૩ના ઘણેરાવના ચાતુર્માસમાં શ્રીધરણેન્દ્રસૂરિજી જે તે સમયે યતિવર્ગમાં શ્રીપૂજ્યપદે હતા તેઓને “રવાનાં ચક્ , તત્ સત્તાધૂનાં સૂવારિત ! ઈત્યાદિ વાતેથી ઘણા સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહિ પણ ઉલટું પાપાને મુઝનાં, વિરું વિવર્ષન'ની ઉક્તિ પ્રમાણે ઉત્તર દીધું કે તમારું જે હોય તે તમે જ એવા
SR No.012068
Book TitleRajendrasuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorYatindrasuri
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1957
Total Pages986
LanguageEnglish, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy