________________
આદર્શ ત્યાગી શ્રીમદ્ રાજેન્દ્રસૂરિજી
શ્રીમદ્વિજયતીન્દ્રસૂરીશ્વરા તેવાસી મુનિ જયંતવિજય. મનુષ્ય જન્મની સાર્થકતા માટે, મહાનતાની મંજિલ પર પહંચવા માટે ત્યાગ એ શ્રેષ્ઠ અને પહેલું સોપાન છે. પછી ભલે કોઈ પણ પ્રકારનો ત્યાગ હેય. એ ત્યાગની પ્રણાલી આજકાલની નથી, પરંતુ આદિ અનાદિ કાળથી ચાલી આવે છે. અસંખ્ય ત્યાગીઓએ સર્વસ્વ ત્યાગ કરી અધ્યાત્મ યેગી બની વિશ્વના સામે ત્યાગને આદર્શ રજૂ કર્યો છે. અધ્યાત્મપ્રિય આનંદઘનજી અને યશોવિજયજીના નામથી આજ વિશ્વને ઈતિહાસ પણ ઝળહળી રહ્યો છે. એ પ્રણાલીથી જ આજે ભારતીય સંસ્કૃતિ જીવિત છે. ભારતીય દર્શનનું અધ્યયન કરતાં સહેજે જણાઈ આવશે કે ત્યાગ અને ધર્મની મહત્તાને વિશેષ સ્થાન જૈન દર્શનમાં જ અપાયેલું છે. એ ત્યાગથી ભગવાન શ્રી આદિનાથ અને શ્રી મહાવીર સ્વામીએ વીતરાગત પદ પ્રાપ્ત કર્યું ! દૃઢપ્રહારી અને રૌહિણેય ચેર જેવા દુષ્ટાત્માઓ પણ આત્મસાધન કરી કર્મજંજીરથી મુક્ત થઈ ગયા.
વિશ્વના ગગનાંગણમાં દૃષ્ટિપાત કરીશું તે ત્યાગ અને ધાર્મિક કેળવણીની અપેક્ષાએ અમેરિકા, જર્મન, જાપાન, કાન્સ અને ચીન આદિ રાષ્ટ્રો પૈકી ભારતવર્ષ જ એક એ દેશ છે કે જેણે ત્યાગ અને ધર્મના માટે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતીય બાળકને પ્રાચીન સંસ્કૃતિ અનુસાર ત્યાગવૃત્તિ અને ધાર્મિક કેળવણીનું જ્ઞાન બાળપણથી જ અપાય છે. થેડા ત્યાગથી પણ જીવન નૈયા સુચારુ રૂપથી ચાલે છે અને ધાર્મિક કેળવણથી કર્તવ્યપરાયણતાનું ભાન થાય છે. ભારતમાતા પરતંત્રતાની બેડીમાં જકડાયેલ હતી ત્યારે એ જ ત્યાગ અને આત્મબળે ભારતમાંથી પરદેશીઓને હઠાવ્યા હતા. ભારતીને બંધનમુક્ત કરાવી, એ જ ધાર્મિક કેળવણીથી ભારતીય નેતા શાંતિ શસ્ત્ર લઈને સર્વત્ર શાંતિની સુગંધ પ્રસરાવવા મહેનત કરી રહ્યા છે.
સર્વ વસ્તુને ત્યાગ કરનાર ત્યાગી ફક્ત આત્મધ્યાનમાં જ અખિલાનંદ સમજે છે, તેમની મનોવૃત્તિ સદાના માટે નિર્મળ રહે છે.
કેટલાક પાખંડીઓનું સામ્રાજય સમાજ પર વિશેષ પ્રવર્તતું હતું, ધર્મના નામે અનેક ધર્મનિષ લોકેને મહાન કષ્ટો આપવામાં આવતાં હતાં. ત્યાગી લેકે અમૂલ્ય ત્યાગને ભૂલી જઈ એશઆરામમાં આકંઠ ડૂબતા જતા હતા. માનવ કર્તવ્ય-પથથી દૂર જતા હતા, ભેગવિલાસને કેળિયે બની ફક્ત ભૌતિક ઉપાસનામાં લિપ્ત રહેતા હતા, છતાં પણ તેમના ઉપર ધર્મના નામે અનેક અત્યાચારો થઈ રહ્યા હતા. ત્યાગને સી કઈ ભૂલતા જતા હતા. ઠીક જ છે–
( ૧૨ )