________________
શ્રી અભિધાન રાજેન્દ્ર કે સંસ્તવ ધરાવતા આ ગ્રન્થને એક સુંદર અનુવાદ ન હોવાના કારણે ભારે ખેદ ને અફસોસ થયો. આજ સુધી આ ગ્રન્થના સચિત્ર અનુવાદ માટે કેમ કંઈ પ્રયાસ નહીં થેયે હાય! મારી ગુંજાસ નહિં છતાં ગુરુદેવની છત્રછાયાના બળે તેના સચિત્ર અનુવાદનું કાર્ય કરવાનો સંકલ્પ કર્યો. અથાગ ઉત્સાહ ને દેવગુરુના આંતરિક આશીર્વાદના બળે તે કાર્ય પ્રારંભાયું. એ માટે અનેક ગ્રન્થ જોવા જરૂરી હતા તે પૈકી એક જ વિષયની હકીક્ત એક સાથે શીઘ્ર મેળવવા માટે આ રાજેન્દ્ર કેષ આશીર્વાદ સમાન થઈ પડેલો અને પછી તે તેની અસાધારણ ઉપેગિતા અને અદ્ભુત મહત્તાનાં જેમ જેમ દર્શન થતાં ગયાં તેમ તેમ તે કૃતિ ખરેખર મારા હૈયાને કબજે જ લઈ બેઠી તેમ કહું તે હું કશી જ અત્યુક્તિ નથી કરતા અને આજે પણ તે મારા નિકટ સાથીની જેમ સહવતિ જ રહે છે. જ્યારે જ્યારે એ મહાકાય કેષનું દર્શન કર્યું હશે ત્યારે અને આજે પણ એને જોઈને આજથી ઘણી ઓછી સગવડ–સાધન ધરાવતા જમાનામાં પણ થએલા આ કાર્ય માટે આશ્ચર્યની ઊંડી લાગણી અનુભવાય છે અને મારું મસ્તક કર્તાના આ ભગીરથ પુન્ય પુરુષાર્થ સામે નમી પડે છે અને સન્માનની અસાધારણ ભાવના એટલા માટે પ્રગટે છે કે આ કેષસંદર્ભ તૈયાર કરવા-કરાવવાને સહુથી આઘવિચાર તેમને જ આવ્યું અને તે વખતના વિકટ ગણુતા સમયમાં પણ સમુત્પન્ન વિચારને અમલી પણ બનાવી શક્યા. જે મને કઈ પૂછે કે વીસમી સદીને જૈન સાહિત્યક્ષેત્રે અસાધારણ બનાવ ? તો આ કેષનું સૂચન કરી શકું એવી આ મહા પરિશ્રમ ને મહા અર્થ–સાધ્ય રચના છે. આજે તે તેમની આકૃતિ આન્તરપ્રાન્તીય ગ્રંથાગારેને પણ શોભાવી રહી છે. એક જ વિષયની મેટા ભાગની આગમિક કે શાસ્ત્રીય હકીક્ત એકજ સ્થળે અવનવા સ્વરૂપમાં સરળતા ને શીવ્રતાથી મેળવવી હોય તે આ કેષમાં જ ઝડપથી મળી શકે છે, આ અનુકૂળતાથી અનેક વિદ્વાન અને સંશોધકે તેને વિપુલ લાભ ઉઠાવી રહ્યા છે.
વર્તમાનકાળમાં વિરાટ પ્રયત્ન દ્વારા અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવાનું માન જૈન સાહિત્યક્ષેત્રે ખરેખર આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી જ ખાટી ગયા છે એમ જણાવ્યા વિના રહેતું નથી, તેથી તેઓ અનેકના પ્રશંસનીય બની ગયા છે. આવા વિરાટ ગ્રન્થની પુનરાવૃત્તિની વાત હાલ તે પ્રશ્નાર્થક જ રહેવા સર્જાએલી છે.