________________
(પત્ર ગુરુદેવ કવિવય ૫. જ્ઞાનયતજી મહારાજ જન્મશતાલિ
૩૨
પ્રતિભા ખીલી ઊઠી પૂ. ગુરુદેવની છેલ્લી ઉમ્મરના સત્સંગને લહાવો લેવા ફરી પાછો મુંબઈ અને તેમાં ય મુખ્યત્વે ઘાટકે પર સ્થા. જૈનસંઘ ખેંચી ગયો. લીંબડી મોટા સંઘે પણ ખુશીથી હા ભણી. ડોલીમાં બેસીને વિહાર કરે ગુરુદેવને ગમે નહીં. રમ્બરના પૈડાંવાળી બાબાગાડીમાં તે જવાય કેમ? આ અંગે આમાથી મોહનષિજી જેવા ચિંતક મુનિઓની સંમતિ હતી. પણ “આજે બાબાગાડી તે કાલે ઝડપી વાહન સાધુવર્ગ વાપરવા માંડશે. મહાન સાધુનું અનુકરણ બીજાઓ કરી જ નાખે છે. માનવને ખભે માનવનો જ ઉપડાવવામાં ગુરુદેવને માનવને ગૌરવભંગ લાગ, પરંતુ અંબાલાલ પટેલ અને ગુરુદેવની ડેલી ઉપાડનારા માનવબંધુઓ વચ્ચે પ્રીતિગાંઠ એવી બંધાઈ હતી કે ગુરુદેવની સામે બે-ત્રણ દલીલે ઉપસ્થિત થતી- (૧) “આપ માત્ર વાણિયાના ગુરુ નથી. ખેડૂત, શ્રમજીવી, આદિવાસી વગેરે સૌના ગુરુ છે એટલે ગુરુસેવાને લાભ અનાયાસે મળી જાય છે. (૨) ગરીબ માનવ-ભાંડુને સ્વમાનભેર રોજી રોટી સંઘે તરફથી મળી જાય છે. (૩) આપની પાસે આ ઉમ્મરે પણ જે જ્ઞાનયુકત ચારિત્રની મૂડી સાથે ઓજસ્વી કાયા અને તેજસ્વી વાણી છે તેનો લાભ સૌ લેવા ઈચ્છતા હોઈ શરીર કાર્ય આપે ત્યાં સુધી આપે ગામેગામને લાભ આપવા કરવું જોઈએ.” વયે એંશી વર્ષ પૂરાં થયાં અને દીક્ષાને છપન-છપ્પન વર્ષ વીતવા આવ્યાં. આવું પૂરું સ્થવિરપણું છતાં ખડતલ શરીર જમ્બેર કાર્ય આપી રહ્યું હતું. એથી ભારતના આંતરરાષ્ટ્રીય બંદરમાં તેઓ આ ત્રીજી વાર પધાયાં.
આ વખતે પૂ. ગુરુદેવ અને પૂ. ચુનીલાલજી મહારાજ ઠાણું બેન વિહાર હતો. પંથ ખૂબ લાંબો હતા. અવસ્થા પાકી હતી. છતાં હિંમતપૂર્વક ઘાટકોપર પહોંચી ગયા. બધા સંઘોનો ઉત્સાહ દિન-પ્રતિદિન વયે જતો હતે.
અવનવા પરિચય અને ઉત્થાનપ્રેરણું શ્રી હીરાચંદ વનેચંદ દેસાઈ તે વિદાય થઈ ચૂક્યા હતા. દાનવીર ભાઈશ્રી ધનજીભાઈ દેવશીનું પણ અવસાન થઈ ચૂકયું હતું. ભાઈશ્રી માણેકલાલભાઈ વોવૃદ્ધ અને આજાર બની ચૂક્યા હતા. આમ ઘાટકોપર સ્થા. જૈન સંઘ જાણે નવી નેતાગીરી માગી રહ્યા હતે. ધાર્મિક સંસ્થાઓમાં લેકરુચિ ઓછી થતી જાય છે, એ ફરિયાદ આવતીક પણ ગુરુદેવ માનતા- “દુનિયા અને તેમાંય ભારત તે ધર્મપ્રેમી રાષ્ટ્ર છે. પછી ધાર્મિક સંસ્થાઓ કેમ ન ગમે? હા, ધર્મસંસ્થાઓએ યુગાનુરૂપ કાર્યક્ષમ બનવું જોઇશે. સ્થાનકવાસી જૈન સંઘમાં ઘાટકે પરના દુર્લભજીભાઈ ખેતાણી હવે વિશાળ ક્ષેત્રના બની ચૂકયા હતા. ઘાટકોપરની જનતાવતી ન્યાલચંદભાઈ મૂલચંદભાઈ કહેતા- “ગુરુદેવ! આપની હાજરીથી ઘાટકોપર સ્થા. જૈન સંઘમાં હવે નવું લોહી જરૂરી છે.” પૂ. ગુરુદેવના પ્રવચનમાં જૂના-નવા વિચારોને સુસંગમ હત; બલકે નવા વિચારોને મુક્ત પુરસ્કાર હતા. હા, જૂના સદ્દવિચારથી નવા વિચારે અભિમુખ હોવા જોઈએ, ઉન્મુખ નહીં. સદ્ભાગ્યે લેકમાનસ તૈયાર થયે જતું હતું. ગુજરાતમાં જેમ શ્રી રવિશંકર મહારાજ મશહુર છે, તેમ મુંબઈમાં લેકસેવક-સંતરૂપે શ્રી કેદારનાથજી સુપ્રસિદ્ધ છે. તેઓ કિશોરલાલ મશરૂવાળાના ગુરુજી છે. મહાત્મા ગાંધીજીના વિચારે અને કાર્યોના પ્રબળ પુરસ્કર્તા છે. તેઓને ગુરુદેવના પરિચયમાં આવવાનું થયું. “માનવતાનું મીઠું જગત જેમાં ગુરુદેવના પ્રવચને છે; જેમનું મોટા ભાગનું સંપાદન ગુરુદેવે મારે હાથે કરાવ્યું છે, તે વાંચીને નાથજીને ભારે પ્રસન્નતા થઈ. સામાન્ય રીતે વેશયુકત સાધુતા કરતાં મુખ્યત્વે સાધુતાયુક્ત હૃદયની જરૂરિયાત પર શ્રીનાથજીને ઝોક હોય છે. જયારે ગુરુદેવમાં તે આ બનનેયને વિરલ સંગમ હતું. એટલે સોને આકર્ષે તે સ્વાભાવિક હતું.
અમૃતલાલ શેઠ એક વખત લીંબડીના ન્યાયાધીશ અને પાછળથી પત્રકાર બન્યા, તથા રાષ્ટ્રીય અને રાજસ્થાનીય બનને આઝાદીમાં “જન્મભૂમિ પત્ર દ્વારા દેશને ચરણે સેવા સમાપી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટને નામે હજુ પણ એ સંસ્થા જીવંત છે. મનુભાઈ શેઠ- એમના સુપુત્ર, ગુરુદેવના અગ્રણીભકત બન્યા. મોરબીના રસિકલાલ પ્રભાશંકર શેઠ માટૂંગાના રાજવિલાવાળા એમના અનન્ય ભકત છે. ૧લાસ્ટિકના જંગી કારખાનાવાળા સુદામડાના વતની ભાઈશ્રી ભોગીલાલ રાયચંદ તરખીઆ પણ ગુરુદેવના અનન્ય ભકત બન્યા. ઘાટકેપરમાં નવી પેઢીને એમણે ખૂબ રંગ લગાડો. એમાંથી હરિભાઈ
૫૪
જીવન ઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org