________________
પ, નાનજી મહારજ જમશતાદિ આ
જેચંદ દોશી જડી આવ્યા. એકદા માંડમાંડ સંવત્સરીએ ઉપાશ્રય દેખનાર આજે તે ગુરુદેવના સહવાસ પછી છેલ્લા કેટલાય વર્ષોથી ઘાટકોપર સ્થા. જૈનસંઘના આદરપાત્ર બની ગયા છે. તેઓ પણ પિતાના અનેક વ્યાવસાયિક કાર્યોમાંથી સારો એવો સમય કાઢીને સાધુ-સંતોની સેવા કરે છે. બચુભાઈ ગેસળિયા ત્યારે ઘાટકોપર સ્થા. જૈન સંઘના મંત્રી હતા. તેઓ તે પૂ. ગુરુદેવના એકનિષ્ઠ ભકત છે જ. એમાં પણ કૈક નવા શ્રાવિકાઓ આગળ આવી ગયા. પૂ. ગુરુદેવના આ ચોમાસાથી ઘાટકોપરમાં સાર્વજનિક પ્રાર્થના શરૂ થઈ.
ગુરુદેવ જ્યાં જાય ત્યાં પુસ્તકાલય-વાચનાલય તો ખેલાય જ. કારણ કે તેઓ માને છે- “ સદાય સાચા સંત-સતીને સુયોગ નથી હોતું. તે વખતે સાચું સાહિત્ય જ જીવનમાં માર્ગદર્શક બને છે.” વળી એ સાહિત્યમાં જગતભરના મૌલિક સાહિત્યકારનું સાહિત્ય આવે એવી એમની ઈચ્છા રહેતી હોય છે. લીંબડીનું પુસ્તકાલય આ દષ્ટિએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર નમૂનો પૂરો પાડે છે. “કલાત્મક ગોઠવણી” એ જાણે પૂ. ચુનીલાલજી મહારાજની સ્વાભાવિક ટેવ. એટલે પૂ. ગુરુદેવનું સાહિત્ય સુવ્યવસ્થિત જળવાઈ રહ્યું છે.
તેઓની ઉત્થાનપ્રેરણા પણ ચેમેરની હોય છે. સુશીલનું મૂળ નામ “ટાલાલ હરજીવન સુશીલ.” અગાઉ જોઈ ગયા તેમ તેમની પાસેથી બંપાલી અને અંગ્રેજી સાહિત્ય વંચાવી તેમને લેખો લખવાની પ્રેરણા પાઈ. જેમાંથી જેવા ગહન વિષયને સરળ-સ્પષ્ટ શૈલીમાં રજુ કરવાની તક મળી. ઈવર ક ત્વવાદમાં નહિ માનનારી દેશ-પરદેશની નાસ્તિક પેઢીને આ “આધ્યાત્મિક પ્રબંધાવલી” રૂપે “પૂજ્ય શ્રી દેવચંદ્રજી પ્રકાશન મંદિર” તરફથી બહાર પડાવેલો આ લેખસંગ્રહ કર્મવાદ દ્વારા આસ્તિક બનાવી મૂકે છે. સુશીલની પ્રાસાદિક અને આકર્ષક શૈલીમાં વૈજ્ઞાનિક દષ્ટિએ આધ્યાત્મિક વિષય આમાં સરળ રીતે સરસ ચર્ચા છે. જ્યારે “અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એ જેનોમાં મશહૂર શ્રીમદ્ રાજચંદ્ર રચિત પદ્યનું મારું “સિદ્ધિના સોપાન” રૂપે સક્રિય આધ્યાત્મિકતાદર્શક વિવેચન જોયું, ત્યારે તેમણે ઘાટકે ૫રમાં એના પ્રકાશનની પ્રેરણું સીંચી. વા. મ. શાહના અપ્રગટ સાહિત્યની સંકલનાબદ્ધ પુસ્તકશ્રેણિ પણ ગુરુદેવની પ્રેરણાથી જ પ્રકાશિત થઈ.
આમ એક બાજુથી સહેજે નવા પરિચય વધાર્યા. પ્રવચન ઝડી વરસાવી. જેમાંના મોટા ભાગના પ્રવચનોને ઘાટકે પર સંઘે ટેપ રેકોર્ડિંગ કરાવીને કાયમી બનાવી દીધા.
આ રીતે પૂ. ગુરુદેવને કીર્તિ ચંદ્રમા પૂર્ણ કળાએ ખીલી ઊઠયો હતો. ગાંધીવિચારને, સંત વિનોબા વગેરેએ રચનાત્મક ક્ષેત્રમાં વિસ્તાર્યો. પં. જવાહરલાલે દેશ-દેશાન્તરના રાજકારણમાં ઝળકાવ્યું ત્યારે તેમાં રહેલા તત્ત્વને જૈનવપારખુ ગુરુદેવે વિશાળ ધાર્મિક ક્ષેત્રમાં વાવી દીધું. એક બેને તે અરસામાં લખેવ, “જેમ જેમ દિવસે જશે, તેમ તેમ ગુરુદેવની આવી સૂક્ષ્મ કાર્યવાહીને મહિમા વધશે.” વાત બિલકુલ સાચી છે.
૩૩
ધર્મક્રાન્તિનાં વિશ્વમંડાણ પૂ. ગુરુદેવનું ત્રીજું ચોમાસું સંવત ૨૦૧૩ માં ઘાટકોપર હતું ત્યારે મારું ચોમાસું આદરડામાં હતું. ત્યાં ઘાટકોપર શ્રી સંઘનો પત્ર આવ્યો-“આ ચોમાસાના કીર્તિશિખર પર કળશ ચઢાવવા ઘાટકોપર ઈરછે છે કે, આપ આપનું આવતું ચોમાસું ઘાટકોપર કરવાની અનુમતિ સત્વરે આપે.” ભાલન કાંઠા પ્રાગિક સંધની મીટિંગમાં આ પત્ર વંચાય. ગુજરાત કોંગ્રેસ સાથે ભા.ન. કાંઠા પ્રગ- સંગઠનનો સંઘર્ષ ચાલતો હતો. ભાન. કાંઠા પ્રયોગ પડકાર ફેંકી ચૂકયે. હિતે- “વર્તમાન નગરલક્ષી કોંગ્રેસનું ગ્રામલક્ષી રૂપાન્તર કર્યા વિના છૂટકો નથી. એ માત્ર પડકાર ફેંકીને બેસી ને તે રો. તેણે કોંગ્રેસની પૂરક પ્રેરક સંસ્થાઓ રચી કાઢી હતી. જરૂર પડે ત્યાં કોંગ્રેસને આત્મા બચાવી જે રોગ સામાન્ય ઓસથી ન મટે તે વાઢકાપ-રૂપાન્તર કરીને પણ તે કેગ્રેસની શુદ્ધિ અને સંગીનતા માટે તત્પર હતું. તેણે પિતાના જના કાર્યકરોને ખાવા પડે તે ખાવાની હદે સૈદ્ધાંતિક તૈયારી કરી લીધી હતી. બીજી બાજુ જેમ મહા ગુજરાત જનતા
વિશ્વસંતની ઝાંખી
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org