SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ એક સંપ્રદાયને પ્રસંગ આપણે જોઈ ગયા; તેમ એક સોનગઢી સંપ્રદાયને નામે પણ એક વાત સૌરાષ્ટ્રમાં ઊભે થયેલ. તે એમ કહે “કમબદ્ધ પયારે જે થવાનું છે તે થાય જ છે. દા. ત. ભારતને સ્વરાજ્ય મળવાનું જ હતું, એટલે એમાં ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા મુખ્ય નિમિત્ત થયાં. જે ભારતની આમપ્રજામાં સ્વરાજયની ચેગ્યતારૂપ ઉપાદાન ત તે ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા પહેલાં ઘણાં ય આંદોલન ચાલ્યાં, પણ સ્વરાજ્ય કયાં મળ્યું? માનવ જિંદગીમાં જ મોક્ષ મળે છે તે જ એક પુરુષાર્થ ક્ષેત્ર છે, માત્ર ઉપાદાનને જ તૈયાર કરે. બાકી સેવા, તપ-ત્યાગથી કાંઈ વળવાનું નથી. જ્ઞાન જ ઉપાદેય છે. જ્ઞાન વગરના મેરુપર્વત જેવડ ઘા, મુહપત્તિ, કમંડળ કે ચરવડાના ઢગલા થયા પણ કાંઈ વળ્યું નથી. જેમ અશુભ આશ્રવ એટલે પાપ તજવા ગ્ય છે તેમ શુભ આશ્રવ એટલે પુણ્ય પણ તજવા યોગ્ય છે. સંવર એટલે નિવૃત્તિ અને નિર્જરા એટલે જ્ઞાનયુકત ક્રિયા જ આચરવા ગ્ય છે. માટે આત્મજ્ઞાન મેળવી લો.” લેકેને એ જમાનામાં એ વદનું તીવ્ર આકર્ષણ-ખાસ કરીને સૌરાષ્ટ્રના જેનેમાં રહેતું. યુવક-યુવતીઓ પણ એ પ્રવાહમાં ખેંચાયા. ગુરુદેવને ગાંધીવિચારધારાને લીધે જે સેવારંગ લાગેલો, તેને આમાં ધક્કો પહોંચવાનું જોખમ લાગ્યું. રાષ્ટ્રભકિતને ધક્કો લાગે તો ધર્મપ્રધાન ભારત દ્વારા જગદુદ્વારને ધક્કો લાગે તેવું હતું. સાથોસાથ એ સંપ્રદાયમાં અભિનવ ભકિતને નામે જે વૈભવરંગ જામતે જતો હતો તેને લીધે મૂડીવાદ, નીતિ-ન્યાય તરફ બેદરકારી અને વિતંડામય બુદ્ધિવાદને વેગ મળે તેમ જણાયું. પણ માત્ર વિરોધ ખાતર વિરોધ કરવામાં ગુરુદેવને રસ ન હતે. તેઓ વિધેયાત્મક વિરોધમાં માનતા અને તેથી નવા-જૂના બધાયને સાંધવાનો માર્ગ તેઓ પસંદ કરતા. જેથી સંપ્રદાયમાં સાંપ્રદાયિકતા ન પેસતાં સંપ્રદાય ગતિશીલ રહે. ધર્મને નામે અધર્મ ફેલાય નહીં તથા નવી પેઢીની ધર્મશ્રદ્ધા વધ્યા કરે. આથી તેમણે સૂત્રોના માધ્યમથી વ્યવહારુ વાત કહેવા માંડી. એક વખત એક જણે કહ્યું- “ગુરુદેવ! આપ તે ચાહે તે સૂત્ર કે સિદ્ધાંત હાથમાં લે, પણ આપના મુખમાંથી તે માનવધર્મ જ નીકળવાને.” ગુરુદેવે કહ્યું-“એટલા માટે તો ભગવાન મહાવીરે નિર્વાણ પહેલાની છેલી ક્ષણોમાં જે ઉત્તરાધ્યયન સૂત્ર ભાખ્યું; તેમાં એ જ વાત કહી. એક વાર માણસ મનુષ્યત્વ પ્રાપ્ત કરે- માનવધર્મ પામે ૫છી જ યથાર્થ સાંભળનારમાં જ ઉત્તમ પ્રકારની આત્મશ્રદ્ધા પ્રગટે છે. એ શ્રદ્ધામય-શ્રદ્ધાપ્રધાન પુરુષ જ મોક્ષમાર્ગ તરફ ગતિ કરી શકે છે. બાકી આધ્યાત્મિકતાને બૌદ્ધિક ચમકારા ચાહે તેવા હોય પણ આખરે અંતઃકરણ પશુતાભર્યું કે પૈશાચિકતાભર્યું હોય તે નરક અને તિર્યંચ (પશુ) ગતિ સિવાય ફેરી માનવ જિંદગી યે મળવી દુર્લભ.” ગુરુદેવની અનુભવપૂત વાણું આગળ એ ભાઈને સ્વીકારવું પડયું કે- “ગુરુદેવ વાત ભલે સાદી અને સાવ સીધી કહે, એકની એક વાત વારંવાર કહે, પણ એમાં જે મીઠાશ અને નવીન તો ભેળવવાની કુદરતી કળા હતી તે શ્રેતાઓને મંત્રમુગ્ધ કરતી જ રહેતી. આમ ગુરુદેવનું એકાંત અનેકાંત બની જતું અને અનેકાંત એકાંત બની જતું. ખરું જોતાં, માનવતા જ આધ્યાત્મિકતાને એકડે છે, એવું પિતે દઢપણે માનતા. તેથી તેઓ ખરા અર્થમાં માનવતાના જ પુરસ્કર્તા હતા. એટલે છેવટે લોકે પણ કહી દેતા – “એમની પાસેથી તત્ત્વજ્ઞાનના હાર્દરૂપ માનવતા સિવાય બીજું નીકળે પણ શું? કારણ કે એ તો માનવતાના પેગંબર છે. સાધક સાધુઓને સાંકળવા કિશોરલાલ મશરૂવાળા કહેતા- કોણ જાણે શાથી પણ શ્રેષ્ઠ ગણાતા સંતોના સંગઠને થઈ શકતાં નથી, બીજા બધાનાં ભલે થાય.” સાદડી મુકામે સ્થાનકવાસી સાધુઓએ સંમેલન મેળવી અજમેર સાધુ સંમેલને માંડેલા પાયાને મજબૂત બનાવવા કમ્મર કસી. તેમાંથી “વર્ધમાન શ્રમણ સંઘ” અને “વર્ધમાન શ્રાવક સંઘ” હસ્તીમાં આવ્યા. વિશ્વસંતની ઝાંખી Jain Education International ૪૯. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy