________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પ્રથમથી પાયે ન હતું જો કે પૂ. જવાહરલાલજી મહારાજ અને પૂ. મુન્નાલાલજી મહારાજના બે સંપ્રદાય અજમેરમાં જ એક ન થયા. અજમેરમાં નિમાયેલી કમિટીઓ પણ અદ્ધર રહી ગઈ. છતાં કેટલાક સ્થાનકવાસી જૈન આગેવાન શ્રાવકને થયું.-“સાધુઓમાં યુગપરખ ઓછી છે. આપણે તેમને ભકિત - આદર રાખીને દેરવા પડશે. સંગઠન વગર આ યુગે ચાલવાનું નથી.” આ માન્યતાએ કેઈ સાધુ પર શ્રાવકેનું દબાણ લાવી, કઈને વિવિધ પદવીઓ આપી, વાગડથીગડ જેવું સંગઠન કરી નાખેલું.
ગુરુદેવ પાસે ફરિયાદ કેટલાક ડાહ્યા શ્રાવકો ગુરુદેવ પાસે ફરિયાદ કરવા લાગ્યા–“આપ જ સ્થા. જેન કોન્ફરન્સ ઉત્પાદન પ્રેરક; આપ જ અજમેર સ્થા. સાધુ સંમેલનના પ્રાણપૂરક. શતા. પં. રતનચંદ્રજી વ. પંચે જતાં આપ એક જ તે વખતના બે સંપ્રદાય વચ્ચેના તડ સાંધનાર પંચ. હવે જ્યારે બે નહીં, પણ ગુજરાત-સૌરાષ્ટ્ર સિવાયના બધાંય સાધુ-સાધ્વીઓનું સંગઠન પાકું બની ગયું. આચાર્ય, ઉપાચાર્ય અને ઉપાધ્યાય પણ નીમાઈ ગયા; ત્યારે શું ગુજરાત-સૌરાષ્ટ્રનાં સાધુ સાધ્વીએ પાછળ રહે તે આપને લાગે છે?” ગુરુદેવ કહે- “ભાઈ ! પોલાં સંગઠનોથી શકિતને અપવ્યય જરૂર થાય છે. સપગ નહીં થાય. બૂરું જરૂર થશે; ભલું નહીં થાય. છતાં તમારી ઉમેદ છે તે અમે થોડા સાધુઓ ભેગાં થઈને સૌરાષ્ટ્ર પૂરતું વિચારીએ.”
વાંકાનેરમાં પ જે કે સંવત ૨૦૦૮ની સાલે સુરેન્દ્રનગરમાં સ્થા. જૈન કોન્ફરન્સ પ્રેરણું કરેલી, તેથી સૌરાષ્ટ્રના સાધુઓએ મળીને સૌરાષ્ટ્ર પૂરતું અલગ સાધુ સંગઠન ત્યારે પણ વિચારી લીધેલું; પણ સાધુ-શ્રાવકવર્ગ મળીને સંવત ૨૦૧૦માં વાંકાનેર મુકામે સુરેન્દ્રનગરના તે વિચારને ઓપ મળે.
મૂળ વાત એમાં મૂળ વાત આટલી હતી. જેમાં ગૃહસ્થાશ્રમીએ જ્યારે રેટી-બેટી વ્યવહાર એક કરે છે, ત્યારે તેમની એકતાને રસ્તે મોકળો થાય છે, તેમ સાધુ-સાધ્વીઓએ પણ આહાર-પાણી, વંદનાદિ વ્યવહાર એક કર જોઈએ. તેમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું હોય. બેટી વ્યવહારનો સવાલ જ નથી. પરંતુ રેટીવ્યવહારમાં પણ છૂટા પડેલાં ગૃહસ્થાશ્રમીઓ જેમ ભાણાં નોખા રાખવા છતાં વ્યવહાર બધે સાથે રાખે છે તેમ રાખવાની શરૂઆત કરવી પડશે. તેવી જ રીતે વંદના, આસન, સત્કારાદિ વ્યવહાર પણ એક કરવા પડશે. પુસ્તક- પાનાનાં ભંડાર શ્રાવકોના વહીવટ તળે સોંપવા અને વસ્ત્ર-પાત્રાદિ જા પહોંચે ત્યાં લગી નવા લેવાની મર્યાદા કરી લેવી. જૈનધર્મ ગુણોપાસના પર ઊભેલ હોઈ જાતે ફેટા પડાવવા નહીં. પાટ, ગાદી, પગલાં, ફટા વગેરેની ચૈતન્યલક્ય વગરની પૂજા થતી હોઈ તેમાંથી શ્રાવકવર્ગને પાછો વાળ અને ઉર્ધ્વગામી બનાવ. ચમત્કાર કરતાં ચારિત્રને મહત્વ આપી, દોરા ધાગાદિની માન્યતા છેડાવવી. એગ્ય સાધવીઓને પ્રવચનની છૂટ આપવી. સૌ સાધુઓ અથવા “વર્ધમાન શ્રમણ સંઘ જયાં લગી નિર્ણય ન કરે, ત્યાં લગી સહેજે હોય તે ય માઈકનો ઉપયોગ ટાળો. વીજળી કે બીજી બત્તીઓનો ઉપયોગ બને ત્યાં લગી ટાળવો. સૂર્યાસ્ત પછી સ્થાનક કે નિવાસના કંપાઉન્ડમાંથી બહાર જઈ ખાસ અપવાદ સિવાય જાહેર પ્રાર્થના - પ્રવચન ન કરવાં. કમમાં કમ સૂત્ર-સિદ્ધાંત છપાય તેમાં તે સાધુ - સાધ્વીઓના ફોટા ન જ આપવા જોઈએ. બ્રહ્મચર્યભંગવાળા સાધુ-સાધ્વીઓ સાધુવેશ ન છોડે તો તેમને કોઈ પણ પ્રકારને સહકાર આ “સૈરાષ્ટ્ર વિર શ્રમણ સંઘ” કે “વીર શ્રાવક સંઘ” નહીં જ આપે. ચારિત્રદોષ ન હોય છતાં સંપ્રદાય નિયમાનુસાર જેમને આજ પહેલાં સંપ્રદાય બહાર કરાએલાં હોય તેવા સાધુ-સાધ્વીઓ જોડે પણ, જ્યાં સુધી તેઓ ફરી આ બંધારણમાં વિધિસર દાખલ ન થાય ત્યાં સુધી તેમને પણ સહકાર નહીં જ આપે. આવું આવું બધું વિચારેલું અને નિયમો પણ ઘડેલા.
પ્રધાન પ્રવર્તક પદ સૌરાષ્ટ્રના કુલ સાત સંપ્રદાય વિદ્યમાન છે – (૧) લીંબડી માટે સંપ્રદાય, (૨) લીંબડી ના સંપ્રદાય, (૩) ગેંડલ સંપ્રદાય, (૪) ગેડલ સાંઘાણી સંપ્રદાય, (૫) બટાદ સંપ્રદાય, (૬) બરવાળા સંપ્રદાય અને (૭) સાયલા સંપ્રદાય.
જીવન ઝાંખી
૫૦ Jain Education International
For Private & Personal Use Only